ETV Bharat / state

ગુજરાત બજેટ 2020-21ઃ જાણો અન્ન અને નાગરિક પુરવઠાના વિકાસ માટે શું કરવામાં આવી જોગવાઈ ? - નાગરિકો

ગુજરાત વિધાનસભા બજેટ સત્ર રજૂ થઈ ચૂક્યું છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિવિધ ક્ષેત્રનું બજેટ જણાવ્યું હતું. જેમાં લોકોના હિતને ધ્યાનમાં રાખીને અન્ન અને નાગરિક પુરવઠાના વિકાસની વિવિધ યોજનાઓ માટે રૂપિયા 1271 કરોડની ફાળવણી કરી છે.

gujarat-budget-2020-21-know-what-provisions-for-the-development-of-food-and-civil-supplies
અન્ન અને નાગરિક પુરવઠાના વિકાસ માટે શું કરવામાં આવી જોગવાઈ ?
author img

By

Published : Feb 26, 2020, 9:13 PM IST

ગાંધીનગરઃ આજે બુધવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ થયું છે. નાણાં પ્રધાન નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં તેમણે અન્ન અને નાગરિક પુરવઠાના વિકાસની વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે.

અન્ન અને નાગરિક પુરવઠાના વિકાસ માટે શું કરવામાં આવી જોગવાઈ ?

અન્ન અને નાગરિક પુરવઠા

  • અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે કુલ રૂ.1271 કરોડની જોગવાઈ
  • નેશનલ ફૂડ સિક્યુરિટી એકટ અને જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને ઘઉં, ચોખા, કપાસિયા તેલ, આયોડીનયુકત મીઠું, ખાંડ, કેરોસીન જેવી ઉપયોગી સામગ્રીનું રાહતદરે સસ્તા અનાજની દુકાનો મારફતે વિતરણ કરવામાં આવે છે. આ યોજનાનો લાભ દરેકને મળે તે માટે અમે પૂરતી કાળજી રાખીએ છીએ. જે માટે કુલ રૂ. 731 કરોડની જોગવાઈ
  • ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે આ વર્ષે અમારી સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા અનાજમાં ઉમેરો કરી પહેલીવાર તુવેરદાળનું પણ વિતરણ કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત આશરે 66 લાખ લાભાર્થીઓને, લાભાર્થીદીઠ વાર્ષિક 12 કિલોગ્રામ તુવેરદાળનું રાહત દરે વિતરણ કરવામાં આવશે, જે માટે રૂ. 287 કરોડની જોગવાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.