ગાંધીનગરઃ આજે બુધવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ થયું છે. નાણાં પ્રધાન નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં તેમણે ઈન્ફ્રસ્ટ્રક્ટરની સુવિધામાં વઘારો કરવા બંદરો અને વાહન વ્યવહારનો વિકાસ કરવા માટે રૂ. 1397ની ફાળવણી કરી છે.
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ રૂ. 1397 કરોડની જોગવાઈ
વાહન વ્યવહાર વિભાગ
- સરકારે નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવાઓ મળી રહે, તે હેતુથી વાહન અને લાયસન્સ સબંધિત મોટાભાગની સેવાઓ કેસલેસ કરાઈ છે.
- કાચા લાયસન્સની કામગીરી 36 આરટીઓ કચેરીની જગ્યાએ 221 આઈટીઆઈ અને 29 પોલિટેકનિક ખાતે શરૂ કરવામાં આવ્યા છે, જેને લીધે નાગરિકોની સુવિધામાં વધારો થયો છે.
- જાહેર પરિવહનને વધુ સુગમ અને સુલભ બનાવવા 895 નવી બસો સેવામાં મૂકવામાં આવશે છે. આ બસો બીએસ-6 મોડલ આધારિત હોઈ વાતાવરણને પ્રદૂષણમુક્ત અને સ્વચ્છ રાખવામાં મદદ મળશે, જે માટે કુલ રૂ. 240 કરોડની જોગવાઈ
- 7 નવા બસ સ્ટેશનનું બાંધકામ કરવામાં આવશે
- હયાત જૂના અને જર્જરિત 9 બસ સ્ટેશન તોડીને આનુષંગિક માળખાકીય સુવિધા ધરાવતા નવા બસ સ્ટેશન બનાવવા માટે કુલ રૂ. 30 કરોડની જોગવાઈ
બંદરો
- અલંગ શીપ રિસાયલિંગ યાર્ડનું આધુનિકીકરણ માટે અંદાજિત રૂ.715 કરોડની ફાળવણી
- 70 શિપ રિસાયલિંગ પ્લોટને અપગ્રેડ કરવામાં આવશે
- 15 નવા પ્લોટ બનાવી મોટા પ્રમાણમાં રોજગારીનું નિર્માણ થશે