ETV Bharat / state

ગુજરાત બજેટ 2020-21ઃ જાણો આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે શું છે જોગવાઈ ? - nitin patel

ગુજરાત વિધાનસભા બજેટ સત્ર રજૂ થઈ ચૂક્યું છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિવિધ ક્ષેત્રનું બજેટ જણાવ્યું હતું. જેમાં લોકોના હિતને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણની વિવિધ યોજનાઓ અને સુવિધામાં વઘારો કરવા માટે રૂ. 11,243 કરોડની ફાળવણી કરી છે.

gujarat-budget-2020-21-know-what-is-the-provision-for-health-and-family-welfare
આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટેની જોગવાઈ ?
author img

By

Published : Feb 26, 2020, 5:28 PM IST

Updated : Feb 26, 2020, 6:21 PM IST

ગાંધીનગરઃ આજે બુધવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ થયું છે. નાણાં પ્રધાન નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં તેમણે ગુજરાતની આરોગ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણની વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂપિયા 11,243 કરોડની કુલ જોગવાઈ

સરકાર દ્વારા સશક્ત મહિલા સુપોષિત ગુજરાત માટે ખાસ રણનીતિ ઘડવામાં આવી છે. માતા ગર્ભ ધારણ કરે ત્યારથી લઇને બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીનો સમયગાળો નવજાત શિશુ માટે ખૂબ જ મહત્વનો હોય છે. શિશુના જીવનના પ્રારંભિક નસ દરમિયાનના વૃદ્ધિ અને વિકાસની અસર તેના સમગ્ર જીવનકાળ પર અસરકારક બની રહે છે. આથી સગર્ભા માતા અને બાળકને પૂરતો જરૂરી પોષક આહાર આપવા પૂરક પોષણ યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, બાળસખા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, પુર્ણા યોજના જેવી યોજનાઓ અમલમાં મૂકી છે, જે માટે રૂ. 2,000 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

gujarat-budget-2020-21-know-what-is-the-provision-for-health-and-family-welfare
આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે જોગવાઈ
  • રાજયમાં લોકપ્રિય થયેલ મુખ્યમંત્રી મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત અંદાજે 77 લાખ કુટુંબની નોંધણી થયેલ છે અને અત્યાર સુધી રૂ. 3,710 કરોડના ખર્ચે અંદાજે ૨૫ લાખથી વધુ કલેઈમનો લાભાર્થીઓને લાભ આપેલ છે, જે માટે રૂ. 1,105 કરોડની જોગવાઈ
  • આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે રૂ. 450 કરોડની જોગવાઈ
  • શહેરી વિસ્તારના નાગરિકોને ઝડપી સારવાર મળી રહે, સગર્ભા મહિલાઓની નિયમિત આરોગ્ય તપાસ થાય, જરૂરી માર્ગદર્શન અપાય, સમયસર જરૂરી પોષક આહાર અપાય, બાળકોનું સંપૂર્ણ રસીકરણ થાય અને મિશન ઈન્દ્રધનુષ કાર્યક્રમનો 100 ટકા અમલ થાય, તે માટે શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરો ચલાવવામાં આવી રહ્યા છે. જેનો વ્યાપ વધારવા 10,000ની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી. આ અર્બન હેલ્થ સેન્ટરમાં એમ.બી.બી.એસ.કે આયુષ ડોકટર દ્વારા વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે, આવા અર્બન હેલ્થ સેન્ટરની રચના માટે રૂ. 80 કરોડની જોગવાઈ
  • કેન્દ્ર સરકારે આરોગ્ય સેવાઓને વધુ સઘન બનાવવા તેમજ એમબીબીએસની હયાત સીટમાં વધારો કરવા ગુજરાતમાં આ વર્ષે ત્રણ નવી મેડિકલ કોલેજો નવસારી, રાજપીપળા અને પોરબંદર ખાતે શરૂ કરવાની મંજૂરી આપી છે. જેથી હવે રાજયમાં કુલ 32 મેડિકલ કોલેજો થશે. આ ત્રણેય શહેરોની હયાત સરકારી હોસ્પીટલોને મેડિકલ કોલેજ સમકક્ષ બનાવવા અને નવી કોલેજ, હોસ્ટેલ વગેરેના નિર્માણ માટે જોગવાઈ રૂ. 125 કરોડ
  • પી.ડી.ય. કોલેજ, રાજકોટ તથા મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે એમબીબીએસની 100 અને અનુસ્નાતકની 64 સીટનો વધારો કરવાના આનુષંગિક કામો માટે રૂ. 73 કરોડની જોગવાઈ
  • એસએસજી હોસ્પિટલ, વડોદરા ખાતે રૂ. 180 કરોડના ખર્ચે 600 પથારીની નવી મેટરનિટી ચાઈલ્ડ હોસ્પિટલ બનાવવાની હું જાહેરાત કરુ છું, જેના માટે આ વર્ષે રૂ. 50 કરોડની જોગવાઈ
  • મુખ્યમંત્રી નિદાન યોજના હેઠળ પી.એચ.સી ખાતે લોહીના નમૂનાની નિ:શુલ્ક તપાસ માટે આધુનિક ઉપકરણો ઉપલબ્ધ કરાવવા માટે રૂ. 7 કરોડની જોગવાઈ
  • રાજયની લોકપ્રિય 108 એબ્યુલન્સ સેવાને સુદઢ કરવી નવી 150 એમ્બ્યુલન્સ ખરીદવા રૂ. 27 કરોડની જોગવાઈ
  • જસદણ, ધ્રોળ, દહેગામ, માણાવદર, હાલોલ, સોનગઢ અને ચીખલી સીએચ જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવા રૂ. 21 કરોડની જોગવાઈ
  • જનરલ હોસ્પિટલ સિદ્ધપુર ખાતે કેન્સર કેરના સાધનો અને નડીયાદ ખાતે એમઆરઆઇ મશીન વસાવવા રૂ. 16 કરોડની જોગવાઈ
  • કોટેજ હોસ્પિટલ ઉપલેટા અને જનરલ હોસ્પિટલ બીલીમોરા ખાતે આધુનિક હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવા રૂ. 10 કરોડની જોગવાઈ
  • જિલ્લા અને પેટા જિલ્લા હોસ્પિટલમાં તબીબી ઉપકરણો અને 10 એબ્યુલન્સ વસાવવા રૂ. 8 કરોડની જોગવાઈ
  • આરોગ્યની સેવાઓ માટે પાયાની અને અગત્યની કામગીરી કરતી આશા બહેનોને આગવી ઓળખ માટે યુનિફોર્મ સ્વરૂપે બે સાડી પૂરી પાડવા માટે રૂ. 4 કરોડની જોગવાઈ
  • નવજાત શિશુની સઘન સારવાર માટે જ સરકારી હોસ્પિટલ ખાતે સીક નીઓનેટલ કેર યુનિટની ક્ષમતા વધારવા માટે રૂ. 22 કરોડની જોગવાઈ
  • મેડિકલ કોલેજ, સોલા અમદાવાદ ખાતે બેચલર ઇન ઓડીયોલોજી સ્પીચ એન્ડ લેગ્વજ પેથોલોજી કોર્સ શરૂ કરવા અને કોકલીયર ઈમ્પ્લાન્ટ સેન્ટરો કાર્યાન્વિત કરવા રૂ. 2 કરોડની જોગવાઈ

Last Updated : Feb 26, 2020, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.