ETV Bharat / state

ભાજપે જાહેર કર્યું સંકલ્પ પત્ર, સમાન સિવિલ કોડ અંગે કમિટીની ભલામણોને લાગુ કરશે - ફેમિલી કાર્ડ યોજના

ગાંધીનગરમાં કમલમ્ ખાતે ભાજપે વર્ષ 2022ની ચૂંટણી માટેનું સંકલ્પ પત્ર (Gujarat BJP Manifesto Declared) જાહેર કર્યું હતું. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા (JP Nadda BJP National President) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો આ સંકલ્પ પત્રમાં કયા કયા મુદ્દાઓને આવરી લેવાયા છે (Gujarat Election 2022) જોઈએ આ અહેવાલમાં.

ભાજપે જાહેર કર્યું સંકલ્પ પત્ર, સંસ્કૃતિ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે થશે મોટા કામ

author img

By

Published : Nov 26, 2022, 11:49 AM IST

Updated : Nov 26, 2022, 6:37 PM IST

અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના (Gujarat Election 2022) દિવસો બાકી છે. ત્યારે ભાજપ આજે ચૂંટણી માટેનું સંકલ્પ પત્ર (Gujarat BJP Manifesto Declared) જાહેર કરી દીધું છે. આ અંગે માહિતી આપતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોની ઈરછા અપેક્ષા જાણીને સંકલ્પ પત્ર તૈયાર કરાયું છે. આજે બંધારણ દિવસ છે. આ દિવસે હું ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને નમન કરું છું. વર્ષ 2007થી બધા જ સંકલ્પો ભાજપે પૂર્ણ કર્યા છે.

સૂચનો મગાવાયા તેમણે ઉમેર્યું હતું કે, 12,000 સૂચન પેટી, મિસ્ડ કોલ, વેબસાઈટ, વ્હોટ્સએપ, પ્રધાનોએ જુદાજુદા જિલ્લામાં તેમ જ યુવા મોરચા દ્વારા અનેક કાર્યક્રમો થકી સૂચનો મેળવવામાં આવ્યા હતા. તેના આધારે આ સંકલ્પ પત્ર (Gujarat BJP Manifesto Declared) તૈયાર કરાયું છે. ઉપરાંત અગ્રેસર ગુજરાત અભિયાન થકી લાખોની સંખ્યામાં સૂચનો મળ્યા હતા.

જે કહેવું તે કરવું ભાજપનો સિદ્ધાંત આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું હતું કે, બીજા પક્ષની જેમ ચૂંટણી ઢંઢેરો માત્ર ચૂંટણીલક્ષી (Gujarat BJP Manifesto Declared) ઘોષણપત્ર નથી. જે કહેવું તે કરવું અને જે કહી શકે તેટલું જ કહેવું તે ભાજપની સિદ્ધાંત છે. દેશમાં રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ નંબરે છે. ઈન્ડસ્ટ્રીય પ્રોડક્શનમાં ગુજરાત પ્રથમ નંબરે છે. વ્યક્તિદીઠ વીજ વપરાશમાં ગુજરાત નંબર 1 પર છે. દરેક ક્ષેત્રે વિકાસ કરીને ગુજરાતે આગવી ઓળખ ઊભી કરી છે., ગુજરાતની જનતા અમને ફરી સેવાનો અવસર આપશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે આપી વિગતો આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ (JP Nadda BJP National President) જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસની ગંગોત્રી છે. સંકલ્પપત્ર માત્ર એક ડોક્યુમેન્ટ નથી. અમે જે કહીએ છીએ એ કરીયે છીએ. 48,00,000 ખેડૂતોને વ્યાજમુક્ત કરવાનો સંકલ્પ ભૂપેન્દ્ર પટેલની સરકારે કર્યો છે. જ્યારે 13 લાખ ખેડૂત પરિવારોને સિંચાઈનું પાણી મળ્યું છે. તો 21 લાખ હેકટર વિસ્તાર સિંચાઈ યોજનામાં કવર કર્યું છે. 1.85 લાખ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. અહીં 19 નવી યુનિવર્સિટી બની છે.

ઓલિમ્પિક માટેની તૈયારી વર્ષ 2036માં ઑલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કક્ષાનું રમત-ગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા ગુજરાત ઑલિમ્પિક મિશન શરૂ કરીશું.

અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર 2022 ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષ હેઠળ 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરીશું, જે કૃષિ વિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને (APMCs, ખેડૂત મંડળીઓ, વર્ગીકરણ-ગ્રેડિંગ યુનિટ્સ, કોલ્ડ ચેન, વેરહાઉસ, પ્રાઈમરી પ્રોસેસિંગ યુનિટ્સ વગેરેનું આધુનિકીકરણ અને નિર્માણ દ્વારા) મજબૂત કરાશે.

સમાન સિવિલ કોડ ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તો ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની ભલામણોનો સંપૂર્ણપણે અમલ થાય તે સુનિશ્ચિત કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારે સમાન સિવિલ કોડ લાવવા માટે કમિટીની રચના કરી છે. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં ઉલ્લેખ કર્યો છે કે કમિટી જે ભલામણ કરશે તેનો સંપૂર્ણપણે અમલ થાય તે દિશામાં સરકાર કામ કરશે.

કૃષિ ક્ષેત્ર 25,000 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ (sujlam suflam yojna), SAUNI, લિફ્ટ ઇરિગેશન, સૂક્ષ્મ સિંચાઈ, ટપક સિંચાઈ અને અન્ય પદ્ધતિથી થતાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરાશે. પશુધનની સર્વગ્રાહી કાળજી સુનિશ્ચિત કરવા માટે ગૌશાળાઓને માળખાગત રીતે મજબૂત (500 કરોડ રૂપિયાનું વધારાનું બજેટ), 1,000 વધારાના મોબાઈલ વેટરનરી યુનિટ્સની રચના અને દરેક પશુધન માટે રસીકરણ તેમ જ વીમાની ખાતરી કરાશે.

આરોગ્ય ક્ષેત્રે દેશના પહેલા બ્લૂ ઈકોનોમી ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરનું નિર્માણ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ 2 સી ફૂડ પાર્કને (Sea Food Park in Gujarat) કાર્યાન્વિત કરી અને મત્સ્યોદ્યોગ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર (જેવા કે જેટી, કોલ્ડ સપ્લાય ચેન અને બોટના મેકેનાઈઝેશનની સુવિધા)ને વધુ મજબૂત કરીશું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયૂષ્માન ભારત) હેઠળ નિઃશુલ્ક તબીબી સારવારની ખાતરી સાથે કુટુંબ દીઠ વાર્ષિક સારવાર માટેની મહત્તમ મર્યાદાને 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરીશું.

EWS પરિવારોને મદદ 'મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ' થકી EWS પરિવારોને તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને એમ્પેનલ્ડ લેબોરેટરીમાં નિ:શુલ્ક નિદાન ઉપલબ્ધ થાય તે માટે ₹110 કરોડના ભંડોળનું નિર્માણ કરીશું. જ્યારે 10,000 કરોડ રૂપિયાના ભંડોળથી 'મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષ'નું નિર્માણ કરીશું, જેનાથી 3 નવી વર્લ્ડ ક્લાસ સિવિલ મેડિસિટી, 2 AIIMS સ્તરની હોસ્પિટલ અને હાલની તમામ આરોગ્ય સુવિધાઓ (હોસ્પિટલ PHCs-CHCs)ને અપગ્રેડ કરીશું. આ ઉપરાંત મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ (Mission School of Excellence) હેઠળ 10,000 કરોડ રૂપિયાના ખર્ચે આગામી 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરીશું.

રાહત દરે અનાજ આ ઉપરાંત 'ફેમિલી કાર્ડ યોજના'ના (Family Card Yojana) માધ્યમથી દરેક પરિવારને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવાનું સુગમ બનાવીશું. જ્યારે PDS સિસ્ટમના માધ્યમથી દર મહિને 1 કિલો ચણા અને વર્ષમાં ચાર વખત 1 લીટર ખાદ્ય તેલ આપીશું. ટ્રાઈબલ સબ પ્લાન હેઠળના 56 તાલુકામાં મોબાઈલ વાન મારફતે રાશન વિતરણની વ્યવસ્થા શરૂ કરીશું. આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ માટે ‘વનબંધુ કલ્યાણ યોજના 2.0’ હેઠળ 1 લાખ કરોડ રૂપિયાનો (Gujarat BJP Manifesto Declared) ખર્ચ કરીશું.

નવી GIDC ઊભી કરાશે આદિવાસી ક્ષેત્રોમાં (Tribal Areas in Gujarat) દરેકને સર્વોત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી 8 મેડિકલ અને 10 નર્સિંગ/પેરા મેડિકલ કોલેજોની સ્થાપના કરીશું. આદિવાસી વિસ્તારોમાં 8 GIDCની સ્થાપના કરીશું.

ખેડૂતોને ફાયદો મેરિટના આધારે આદિવાસી સમુદાયના (Tribal Areas in Gujarat) 75,000 વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રહેણાંક શાળાની સુવિધા પૂરી પાડવા માટે 25 'બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળા'ઓ સ્થાપીશું. KGથી PG સુધીની તમામ દીકરીઓને નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરીશું. આર્થિક રીતે નબળા પરિવારની કોલેજ જતી દીકરીઓને મેરિટ પ્રમાણે ઈલેક્ટ્રિક સ્કૂટર આપવા માટે 'શારદા મહેતા યોજના' શરૂ કરીશું. ગુજરાતમાં મહિલા સિનિયર સિટિઝન માટે નિઃશુલ્ક બસ મુસાફરીની યોજના લાવીશું. શ્રમિકોને ₹2 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરીશું.

નવો કાયદો લવાશે ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની NIRFમાં ટોચની રેન્કિંગ સંસ્થા અથવા વિશ્વની ટોચની સંસ્થામાં પ્રવેશ મેળવનાર દરેક OBC/ST/SC/EWS વિદ્યાર્થીઓને ₹50,000નું પ્રોત્સાહન અનુદાન આપીશું. 'ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ' કમિટીની ભલામણોનો સંપૂર્ણપણે અમલ થાય તે સુનિશ્ચિત કરીશું. 'એન્ટિ રેડિકલાઈઝેશન સેલ' બનાવીશું, જે દેશવિરોધી તત્વો અને આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલને ઓળખીને તેને દૂર કરવાનું કામ કરશે. રમખાણો, હિંસક વિરોધ, અશાંતિ વગેરે દરમિયાન અસામાજિક તત્વો દ્વારા જાહેર અને ખાનગી મિલકતોને થયેલા નુકસાનની વસૂલાત કરવા માટે 'ગુજરાત રિકવરી ઑફ ડેમેજ ઑફ પબ્લિક એન્ડ પ્રાઇવેટ પ્રોપર્ટી એક્ટ' લાગુ (Gujarat BJP Manifesto Declared) કરીશું.

પરિક્રમા પથ બનાવાશે પૂર્વ-પશ્ચિમ કોરિડોર દાહોદથી પોરબંદરને જોડશે અને ઉત્તર-દક્ષિણ કોરિડોર પાલનપુરથી વલસાડને જોડશે. મહત્વના આર્થિક કેન્દ્રો અને નેશનલ હાઈ-વે વચ્ચે મજબૂત કનેક્ટિવિટી વિકસાવવા માટે 'સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઈ-વે ગ્રીડ'ને (Saurashtra Express Highway Grid) વિકસાવીશું.

મેટ્રોની કામગીરી સમયસર પૂર્ણ કરાશે શહેરી વિસ્તારોમાં ગીચતા ઘટાડવા (સેટેલાઇટ ટાઉનશીપ્સ) અને નાગરિકોના જીવનસ્તરમાં સુધારો કરવા (રિવરફ્રન્ટ, રિક્રિએશનલ પાર્ક્સ, અર્બન ફોરેસ્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ) માટે ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ ₹25,000 કરોડનો ખર્ચ કરીશું. ગાંધીનગર અને સુરત મેટ્રોની (gujarat metro rail project) કામગીરીને નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરીશું અને સૌરાષ્ટ્ર (રાજકોટ) અને મધ્ય ગુજરાત (વડોદરા)ની પ્રથમ મેટ્રો રેલ સેવા પર ઝડપથી કામ શરૂ કરીશું.

આધ્યાત્મિક કેન્દ્રમાં કોરિડોર બનાવાશે દ્વારકા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે 'દેવભૂમિ દ્વારકા કોરિડોર' બનાવીશું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, 3D ઇમર્સિવ (Immersive) શ્રીમદ્દ ભગવદ્ ગીતા એક્સપિરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકાનગરીની વ્યૂઇંગ ગેલેરી હશે. મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે સોમનાથ, અંબાજી તથા પાવાગઢના સફળ ટ્રાન્સફોર્મેશન મોડેલને અનુસરીને આ હેતુ માટે ₹1,000 કરોડ ફાળવીશુ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ઉન્નત સાંસ્કૃતિક વારસાનું મહત્વ વધારવા માટે ₹2,500 કરોડનું રોકાણ કરાશે.

Last Updated : Nov 26, 2022, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.