ગાંધીનગર: હોળીના તહેવાર પર તમામ લોકો પોતાની સોસાયટીમાં મહોલ્લામાં હોળી પ્રગટાવીને આવનારું વર્ષ કેવું રહેશે તેની પ્રાર્થના કરતા હોય છે. ત્યારે ગાંધીનગરના પાલજ ગામમાં ગુજરાતની સૌથી મોટી હોળી થાય છે. જેમાં એક મહિના પહેલા જ હોળીની તૈયારીઓની શરૂઆત થાય છે. ત્યારે પાલજની હોળીમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પણ હાજર હોય છે અને તેઓ તાત્કાલિક આગામી વર્ષ કેવું રહેશે તેની પણ આગાહી કરે છે. ત્યારે આવનારું વર્ષ કેવું છે તે માટે જુઓ ETV ભારતનો આ વિશેષ અહેવાલ.
આ પણ વાંચો: Holi 2023: હોળી નિમિત્તે એક જ દિવસમાં 3.15 લાખ ભક્તોએ કર્યા દ્વારકાધીશના દર્શન
ગુજરાતની સૌથી મોટી હોળી: ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવાનો શ્રી પાલજ ગામને જાય છે. હોળીની વિશેષતાઓની વાત કરવામાં આવે તો 30 મીટર ગોળ આંકની ત્રિજ્યામાં આ હોળી તૈયાર કરવામાં આવે છે અને 35 ફૂટ ઊંચી આ હોળી હોય છે. જ્યારે આ બાબતે પાલજ ગામના રહેવાસી અને ગામના ગોદમાં રાજ્ય પ્રદીપ વ્યાસે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે 700 વર્ષ જૂની પરંપરા આજે પણ પાલજ ગામ દ્વારા જાળવવામાં આવી છે અને 15 દિવસથી એક મહિના પહેલા જ ગામના યુવાઓને હોળી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.
લોકો અંગારા પર ચાલે છે: પ્રદિપસિંહે વધુમાં જણાવ્યું હતું કે હોળીના દર્શન કર્યા બાદ રાત્રિના સમયે લોકો હોળીના અંગારા ઉપર ચાલે છે અને લોકોને કોઈપણ પ્રકારની ઈજા કે હાનિક પહોંચતી નથી. લોકો અંગારા પર ખુલ્લા પગે ચાલીને ગામની માતાજી મહાકાળીના દર્શન કરે છે. મહાકાળી માતાજીના આશીર્વાદ હોવાથી લોકોને કોઈપણ પ્રકારની હાનિ થતી નથી.
આ પણ વાંચો: Holi 2023 in Veraval : શિવના રુદ્ર સ્વરૂપ સમાન કાળભૈરવ દાદાની હોળીના દિવસે થાય છે પૂજા
કેવો રહેશે વરસાદ: પાલજની હોળી પ્રગટ આવે ત્યારે અંબાલાલ પટેલ પણ પાલજ ગામમાં હાજર રહે છે. વરસાદની આગાહી કરે છે ત્યારે આ વખતે હોળી પટાવ્યા બાદ અંબાલાલે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નેઋત્યમાં પવન ફૂંકાયો છે. હોળીની જ્વાળા પણ નેઋત્ય દિશામાં ગઈ છે જેથી આ વખતનું ચોમાસું ખૂબ સારું રહેશે ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે જ્યારે ચોમાસાની શરૂઆત તોફાન અને શાંતિથી થશે જેથી લોકોથી સાવચેત રહેવાની સૂચના પણ અંબા લાલે આપી છે. જ્યારે આ વખતે વરસાદ તોફાન સાથે આવશે ત્યારે અમુક સમય માટે વરસાદ અનિયમિત પણ થશે.