ગાંધીનગર : દરેક નાગરિકને પોતાની માલિકીનું મકાન હોય તેવું સ્વપ્ન હોય છે, જ્યારે મધ્યમ વર્ગીય પરિવારને પણ પોતાનું મકાન ખરીદવાનું એક જીવનનું મોટું સપનું હોય છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી ફર્સ્ટ 2021 22નો વાર્ષિક અહેવાલ રજૂ થયો હતો. જેમાં સમગ્ર દેશમાં એફોર્ડ બિલિટી ઇન્ડેક્સના આધારે ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ મકાન ખરીદીમાં પ્રથમ સ્થાને આવ્યું છે અને ત્યારબાદ પુણેનો સમાવેશ થાય છે.
અમદાવાદ 20 ટકા રેશિયો : ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી રજુ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર કોઈ ચોક્કસ શહેરમાં મકાન ખરીદનાર વ્યક્તિની મકાન ખરીદવાની ક્ષમતાનો અંદાજ કાઢવા માટે એફોર્ડ બિલિટી ઇન્ડેક્સ મિલકતની કિંમતોમાં ફેરફાર ગૃહ લોનના વ્યાજમાં દરો અને કુટુંબની સરેરાશ આવક પર નજર રાખે છે, ત્યારે ફીસ ટકા દેશો સાથે અમદાવાદ વર્ષ 2021માં દેશમાં સૌથી પરવડે તેવા આવાસન બજાર તરીકે ઉભરી આવ્યું હતું, ત્યારબાદ પુણે અને ચેન્નઈ અનુક્રમે 24 ટકા અને 25 ટકા સાથે બીજા અને ત્રીજા ક્રમે હતા. વૈશ્વિક મહામારીમાં કુટુંબની આવક ખોવાઈ હતી. તેમ છતાં પણ 2021માં ઘર ખરીદવાની ક્ષમતામાં સુધારો થયો હતો.
ગુજરાતના 40 ટકા બિલ્ડરો ચિંતામાં : RERA દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર વર્ષ 2021-22માં કાચી સામગ્રીમાં ભાવ વધારાથી મિલકતોની કિંમત વધી હતી. ક્રેડાઈ દ્વારા બહાર પાડવામાં આવેલા ઇમ્પેક્ટ અસેસમેન્ટ સર્વે મુજબ 40 ટકાથી વધુ ડેવલોપર્સ આ ધંધો ચાલુ રાખવાની તેમની ક્ષમતા વિશે ચિંતાતુર હતા. કારણ કે, કાચી સામગ્રીની વધતી જતી કિંમતને પરિણામે ડેવલોપર મુશ્કેલીમાં વધારો થયો હતો. જેથી બાંધકામના ખર્ચમાં પણ 20 ટકાનો તીવ્રતા થયો હતો. બાંધકામ ખર્ચમાં 20 ટકા વધારો થતા મિલકતની કિંમતમાં પણ 10 ટકાથી વધુ વધારો જોવા મળશે. જેથી ચાલુ પ્રોજેક્ટ ગ્રાહકને સોંપવાની સમય મર્યાદા પર પણ અસર થઈ શકે છે.
50 ટકા મકાનોનું વેચાણ : ગુજરાત રેરામાં 9915 જેટલા પ્રોજેક્ટમાં કુલ 12.6 લાખ જેટલા એકમો છે. જેનો કાવર્ડ એરિયા કુલ 22.67 મિલિયન ચોરસ મીટર થાય છે. કાર્પેટ એરિયા 85.8 મિલિયન ચોરસ મિત્ર જેટલો છે જે કુલ પ્રોજેકટ ખર્ચ 2.82 લાખ કરોડ જેટલો થાય છે, આ પ્રોજેક્ટમાંથી 4399 પ્રોજેકટ સમય મર્યાદામાં પુરા થયા છે, જ્યારે કુલ રહેણાંકના 50 ટકા અને દુકાનોમાં ત્રીજા ભાગની દુકાનનું જ વેચાણ થયું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Jantri Price : પહેલી મે સુધી જંત્રીના ભાવમાં વધારો સ્થગિત કરવા રાજકોટના બિલ્ડરોની માંગ
અમદાવાદ બરોડામાં પ્રોજેક્ટ વિરુદ્ધ અનેક ફરિયાદો : ગુજરાતમાં તમામ બિલ્ડર કોમર્શિયલ કે રેસીડેન્સીયલ પ્રોજેક્ટની જાહેરાત કરે તે પહેલા રેરામાં નોંધણી કરાવવી. પરંતુ કોઈપણ પ્રમોટર કોઈપણ પ્રોજેક્ટની નોંધણી કરાવ્યા વિના જ તેનું બુકિંગ વેચાણ અથવા તો વેચાણ માટેની જાહેરાત કરી ત્રિમાસિક અહેવાલો રજૂ ન કરે વાર્ષિક ઓડિટ અહેવાલ સમયસર રજૂ કરવામાં ન આવે અને રેરાના નોંધણી નંબર અને વેબસાઈટ દર્શાવ્યા વગર કોઈપણ પ્રોજેક્ટની જાહેરાત કરે તો રેરા સુઓમોટો દાખલ કરીને જે તે બધા પગલાં પડે છે.
આ પણ વાંચો : Surat News: ઓલપાડ તાલુકામાં ફ્લેટ હોલ્ડરોને ફ્લેટ ન આપતા બિલ્ડર સામે કરાઈ ફરિયાદ
2,765 ફરિયાદો : આમ અમદાવાદ, બરોડા, સુરત, ગાંધીનગર, રાજકોટ અને અન્ય જિલ્લામાંથી કુલ 2,765 ફરિયાદો પ્રાપ્ત થઈ છે. જેમાં 1986 ફરિયાદો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે સૌથી વધુ ફરિયાદ અમદાવાદમાં 651 અને બરોડામાં 603 ફરિયાદો આવી છે. જ્યારે રાજકોટ અને ગાંધીનગરમાં ખૂબ જ ઓછા કેસ નોંધાયા છે, આમ ઉલ્લંઘન માટે કુલ 13.09 કરોડનો દંડ આવકારવામાં આવ્યો હતો. જેમાં 9.06 કરોડનો દંડ પ્રમોટર પાસેથી વસુલ કરવામાં આવ્યો છે. ફરિયાદી વાત કરવામાં આવે તો સામાન્ય સુવિધાઓ, નબળી કામગીરી કબજો, પ્રોજેક્ટ દસ્તાવેજ, પ્રોજેક્ટ પ્રમોટર દ્વારા પ્રદાન કરવા બાબતે જેવી ફરિયાદ રેરામાં નોંધાઇ છે.