ગાંધીનગર : ગુજરાત સરકાર વિધાનસભા ગૃહમાં 24 ફેબ્રુઆરીના રોજ ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુનું બજેટ રજૂ કર્યું છે અને શિક્ષણ વિભાગમાં કુલ 43,641 કરોડ રૂપિયાનો બજેટ ફાળવવામાં આવ્યું છે. પરંતુ ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ગુજરાત શિક્ષણનો અરીસો સામે આવ્યો હતો, જેમાં ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં એક પણ સરકારી શાળાને મંજૂરી ન આપી હોવાનું સામે આવ્યું છે.
કોણે પૂછ્યાં પ્રશ્ન : ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર સહિતના અનેક કોંગ્રેસના ધારાસભ્યોએ ગ્રાન્ટેડ શાળા બાબતે પ્રશ્ન કર્યા હતાં. જેના જવાબમાં સરકારે લેખિતમાં આપ્યું છે કે છેલ્લા બે વર્ષમાં એક પણ સરકારી શાળાને મંજૂરી નથી અપાઇ.
કેટલી શાળાને મંજૂરી આપવામાં આવી ? : ગુજરાત વિધાનસભા ગૃહમાં શિક્ષણ બાબતે અનેક પ્રશ્નો કરવામાં આવ્યા હતા જેમાં ધારાસભ્યોએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ નોંધ ગ્રાન્ટેડ સરકારી શાળાની મંજૂરી આપવા બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું છે કે 31 ડિસેમ્બર 2022ની છેલ્લી પરિસ્થિતિ અનુસાર છેલ્લા 2 વર્ષમાં સરકારે એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાને મંજૂરી આપી જ નથી. જ્યારે સરકારી શાળાઓ સામે સરકારે 350 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ અને 108 જેટલી નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાને મંજૂરી આપી છે.
સરકારે આપેલા આંકડા : છેલ્લાં બે વર્ષમાં દેવભૂમિ દ્વારકામાં ગ્રાન્ટેડ 00 ખાનગી 02, જામનગરમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 28, બોટાદમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 08, ભરૂચમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 19, અમદાવાદમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 02, અમદાવાદ શહેરમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 13, ગાંધીનગરમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 10, ગાંધીનગર શહેરમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 03, બનાસકાંઠામાં ગ્રાન્ટેડ 00 ખાનગી 26, પાટણમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 04, સાબરકાંઠામાં ગ્રાન્ટેડ 00 ખાનગી 03, સુરતમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 35, ડાંગમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 02, તાપીમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 03, રાજકોટમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 40, સુરેન્દ્રનગરમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 20, જૂનાગઢમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 02, પોરબંદરમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 04, વડોદરામાં ગ્રાન્ટેડ 00 ખાનગી 16, ખેડામાં ગ્રાન્ટેડ 00 ખાનગી 12, મોરબીમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 05, નર્મદામાં ગ્રાન્ટેડ 00 ખાનગીમાં પણ 00, નવસારીમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 11, અરવલ્લીમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 07, વલસાડમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 11, દાહોદમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 09, છોટા ઉદેપુરમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 03, મહેસાણામાં ગ્રાન્ટેડ 00 ખાનગી 22, કચ્છમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 14, મહીસાગરમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 05 અને પંચમહાલમાં ગ્રાન્ટેડ 00 અને ખાનગી 13 શાળાને મંજૂરી આપવામાં આવી હતી.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી : ગુજરાતના 33 જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કેટલી મંજૂર કરાઇ તેની વિગત જોઇએ. દેવભૂમિ દ્વારકામાં ગ્રાન્ટેડ 00 ખાનગી 02, જામનગરમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 06 , બોટાદમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 01, ભરુચમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 01, બનાસકાંઠામાં ગ્રાન્ટેડ 00 ખાનગી 08, પાટણમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 00, સાબરકાંઠામાં ગ્રાન્ટેડ 00 ખાનગી 02, સુરતમાં ગ્રાન્ટેડ 00 ખાગની 14, ડાંગમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 00, તાપીમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 01, રાજકોટમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 10, સુરેન્દ્રનગરમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 02, જૂનાગઢમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 04, પોરબંદરમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 00, વડોદરામાં ગ્રાન્ટેડ 00 ખાનગી 10, ખેડામાં ગ્રાન્ટેડ 00 ખાનગી 05, મોરબીમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 06, નર્મદામાં ગ્રાન્ટેડ 00 ખાનગી 00, નવસારીમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 03, અરવલ્લીમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 01, વલસાડમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 04,દાહોદમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 01, છોટા ઉદેપુરમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 01, મહેસાણામાં ગ્રાન્ટેડ 00 ખાનગી 09, કચ્છમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 11, મહીસાગરમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 01 અને પંચમહાલમાં ગ્રાન્ટેડ 00 ખાનગી 05 શાળા મંજૂર કરવામાં આવી છે.
શિક્ષણનું ખાનગીકરણ : રાજ્યમાં ગરીબ બાળકોને શિક્ષણ સારું મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ સરકારી શાળાઓને મંજૂરી આપવામાં ન આવતું હોવાનું વિધાનસભા ગૃહમાં સામે આવ્યું છે. જેમાં વિધાનસભા ગૃહની પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં એક પણ ગ્રાન્ટેડ સરકારી શાળાને મંજૂરી આપવામાં આવી નથી. રાજ્યના અલગ અલગ 31 જિલ્લાઓમાં સરકારે નોન ગ્રાન્ટેડ 350 પ્રાથમિક શાળા, 27 જીલ્લાઓમાં 108 નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાને મંજૂરી અપાઈ છે. જેમાં સૌથી વધારે રાજકોટમાં 40 શાળાઓ, જામનગરમાં 28 શાળાઓ, બનાસકાંઠામાં 26 શાળાઓ, સુરેન્દ્રનગરમાં 20 શાળાઓ, સુરતમાં 35 શાળાઓ, મહેસાણમાં 22 શાળાઓને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં સુરત 14 શાળાઓ, કચ્છ 11 શાળાઓ, રાજકોટ 10 શાળાઓ અને વડોદરામાં 10 શાળાઓને સરકારે નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી હોવાનું ગૃહની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે.
સરકારી શાળાઓના પાટીયા પાડી દેવાની સ્થિતિ આવી ગઇ છે : હવે ગુજરાતના શહેરી વિસ્તારોમાં ખાનગી શાળાઓના ક્રેઝને ધ્યાનમાં લઈને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તબક્કાવાર ખાનગી શાળાઓ શરૂ થઈ રહી છે એટલે જ ગુજરાત સરકારની સરકારી શાળાઓમાં ગણતરીના અથવા તો અમુક શાળાઓમાં સિંગલ ડીજીટમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોવા મળી રહ્યા છે.