ગાંધીનગર : ગુજરાતમાં ઊનાળાની સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ છે અને ગરમી પડી રહી છે. ગુજરાતના અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીનું તાપમાન 41 ડિગ્રીને પાર થઈ રહ્યું છે. ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે લોકો એસી અને પંખાનો ઉપયોગ પણ વધાર્યો છે. ત્યારે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 18 એપ્રિલના રોજ 21,500 મેગા વોટ વીજળીનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે.
22,000 મેગાવોટ માંગ થશે ગુજરાતમાં ઉનાળાની સિઝનમાં હંમેશા વીજળીના ઉપયોગમાં સતત વધારો થતો હોય છે. પરંતુ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 21,500 મેગા વોર્ડની વીજળીનો ઉપયોગ એક જ દિવસમાં થયો છે. આ બાબતે રાજ્ય સરકારના અને ઊર્જાપ્રધાન કનુભાઈ દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉનાળાને ધ્યાનમાં લઈને જ વીજળીના વપરાશ વધ્યો છે. જ્યારે હજુ પણ જો વપરાશ વધી શકે તો 22,000 મેગા વોટ માંગ થઈ શકે છે.
આ પણ વાંચો Electricity price rise: બિલ ભરતી વખતે હવે વધારે ચૂકવવાના થશે, મહિને 167.50 કરોડનો બોજ
સૌથી વધુ વીજ ઉપયોગ ઇન્ડસ્ટ્રીઝમાં ઉલ્લેખનીય છે કે ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ખૂબ સારી પરિસ્થિતિમાં છે અને સૌથી વધુ વીજળીનો ઉપયોગ હાલમાં ઇન્ડસ્ટ્રીઝમાં જ થઈ રહ્યો છે. જ્યારે સામાન્ય દિવસોમાં વીજળીની માંગ 16 થી 17,000 મેગા વોટ ની હોય છે ત્યારે ઉનાળાના દિવસોમાં વીજળીની માંગમાં વધારો થયો છે.
ખાનગી પ્લેયર્સ પાસેથી વીજળીની ખરીદી 18 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં સામે આવેલા આંકડા મુજબ રાજ્ય સરકારે જણાવ્યું હતું કે વર્ષ 2021માં 91,488 અને વર્ષ 2022માં 1,10,839 મિલિયન વીજ યુનિટનું ઉત્પાદન થયું હતું. જેમાં સરકાર દ્વારા ખાનગી કંપની પાસેથી કુલ 39,664 મિલિયન યુનિટ વીજળી સરેરાશ 3.97 થી 5.25 પ્રતિ યુનિટથી ખરીદવામાં આવી છે. જેમાં સરકારે 2 વર્ષમાં 33,084.89 કરોડ જેટલી રકમ ખાનગી વીજ ઉત્પાદકોને ચૂકવી હતી.
માતબર ચૂકવણાં રાજ્ય સરકાર હસ્તક વીજ મથકોની 8500 મેગા વોટ કેન્દ્ર સરકાર હસ્તકના મથકોમાં રાજ્ય સરકારના કિસ્સાની 7053 મેગા વોટ, અને ખાનગી સાહસો તથા પીપીપી ધોરણે 5561 મેગા વોટ છે. જ્યારે પરંપરાગત સ્ત્રોતની 21,14 મેગા વોટ અને બિનપરંપરાગત સ્ત્રોતની 8272 મેગા વોટની વીજ ઉત્પન કરવાની ક્ષમતા છે. ઉપરાંત રાજ્ય સરકારે વીજળીની પુરતી માંગને પુરી પાડવા માટે રાજ્ય સરકાર ખાનગી કંપની પાસેથી વીજળીની ખરીદી કરે છે ત્યારે રાજ્ય સરકારે વિવિધ ખાનગી વિવિધ મથકોને 2021માં 10,454.67 કરોડ અને વર્ષ 2022માં 14,058.08 કરોડ મળીને કુલ 24,512.75 કરોડ જેટલી માતબર રકમ ખાનગી કંપનીઓના વીજ મથકોને સરકારે ચૂકવી હોવાનું ગૃહમાં સામે આવ્યું છે.