ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન ટેક્ષ નિયમો અમલી છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા GST સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું છે. GST કાયદા અંતર્ગત એક જ ચીજ વસ્તુ પર વેપારી 2 વખત ટેક્ષ ન ભરવા પડે તે માટે સરકારે ઇનપુટ ટેક્ષ ક્રેડિટ સિસ્ટમ લાગુ કરી છે. જેમાં સરકારના નિયમોનું ગેરકાયદેસર રીતે વેપારીઓ દ્વારા અમલ કરવામાં આવ્યું છે. જેથી સરકારને છેલ્લા 2 વર્ષમાં 2460.6 કરોડ રૂપિયાનો ચૂનો સરકારી તિજોરીને લાગ્યો છે.
ખોટા બિલ બનાવીને મેળવી ટેક્ષ ક્રેડિટ : ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે 31 ડિસેમ્બર 2022ની પરિસ્થિતિ કેટલા બોગસ બિલો બનાવીને ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવવામાં આવી છે. આ પ્રશ્નના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, 01 જાન્યુઆરી 2021 થઈ 31 ડિસેમ્બર 2021માં કુલ 1347 કિસ્સા બોગસ બિલથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવી છે. જ્યારે 01 જાન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર 2022 સુધીમાં કુલ 1946 કિસ્સા નોંધાયા છે. આમ કુલ 3293 ખોટા બિલ રજૂ કરીને 2460.6 કરોડનું ટેક્ષ ઇનપુટ ક્રેડિટ લેવામાં આવી છે.
વર્ષ પ્રમાણે ખોટા બિલોની વિગતો
માસ | વર્ષ 2021 | વર્ષ 2022 |
જાન્યુઆરી | 31 | 908 |
ફેબ્રુઆરી | 15 | 197 |
માર્ચ | 104 | 98 |
એપ્રિલ | 48 | 87 |
મે | 01 | 36 |
જૂન | 28 | 126 |
જુલાઈ | 22 | 106 |
ઓગસ્ટ | 363 | 26 |
સપ્ટેમ્બર | 59 | 109 |
ઓક્ટોબર | 631 | 45 |
નવેમ્બર | 03 | 64 |
ડિસેમ્બર | 42 | 144 |
સરકારને 2460.6 કરોડનું નુકસાન : GSTના ઈમ્પોર્ટન્ટ ટેક્સ ક્રેડિટી નિયમ પ્રમાણે રાજ્ય સરકાર તમામ પૈસાઓમાં વેપારીઓને ક્રેડિટ આપે છે. જેથી વેપારીઓને આ પૈસા પરત મળે છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 3,293 ખોટા બિલ રજૂ કરીને વેપારીઓએ ગુજરાત સરકારનું જ 2,460 કરોડ રૂપિયાનું કરી નાખ્યા હોવાનું વિધાનસભા ગ્રુપમાં સામે આવ્યું છે. ત્યારે રાજ્ય સરકારની તપાસમાં આ તમામ ખોટા બિલો સામે આવ્યા છે. ત્યારે નાણા વિભાગ દ્વારા ખોટા બિલો બનાવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતા હોય તેવા વ્યક્તિ અને કંપનીના કુલ 733 કિસ્સામાં જીએસટી નંબર કાયમી રદ કરવામાં આવ્યા છે. આમ 3292 કિસ્સામાં ફક્ત 733 GST નંબર સરકારે રદ કર્યા છે.