ETV Bharat / state

ઉત્તર ગુજરાતની ત્રણ બેઠક દરેક પક્ષ માટે શા માટે ખાસ છે, મતદારો બદલે છે મિજાજ - Gujarat Assembly Election

ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણી શરૂ થયા છે ત્યારે જ્ઞાતિવાદી સમીકરણ અને બહુમતીને દરેક પક્ષ પોતાના (Gujarat Assembly Election) દ્રષ્ટિકોણથી જુવે છે. ખાસ કરીને અમદાવાદથી ઉત્તર દિશા તરફ વૈવિધ્ય સાથે ભૂ ભાગ ધરાવતો આ પ્રદેશ વર્ષોથી ભાજપનો ગઢ (Gujarat BJP) રહ્યો છે. પણ આ વખતે આ જગ્યાઓ પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ (Aam Admi party Gujarat) પોતાની યથાશક્તિ પ્રદર્શન કરી નાંખ્યું છે. ખાસ કરીને અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ આ વખતે અલગ મૂડ પારખીને ગેરેન્ટીનો તુક્કો અજમાવ્યો છે.

ઉત્તર ગુજરાતની ત્રણ બેઠક દરેક પક્ષ માટે શા માટે ખાસ છે, મતદારો બદલે છે મિજાજ

author img

By

Published : Sep 25, 2022, 10:32 PM IST

ગાંધીનગરઃ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) ત્રિપાંખીયો જંગ (Aam Admi party Gujarat) જોવા મળશે એ વાત નક્કી છે. પણ ઉત્તર ગુજરાતની બેઠકો પર ભાજપ-કોંગ્રેસની ફરી ટક્કર જોવા મળી શકે છે. કારણ આ બેઠકો પર નાના પાયા અને વહીવટમાં કોંગ્રેસનો પણ દબદબો રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ડંકો વગાડવા માટે આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. જોઈએ એક રીપોર્ટ

હોમ ગ્રાઉન્ડઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમગ્રાઉન્ડ મનાતા આ વિસ્તારને વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં બહુ પાતળી બહુમતીથી જીવતદાન મળ્યું હતું. પાટીદાર અનામત આંદોલન અને ઠાકોર સેનાના આંદોલનના સામા પ્રવાહે ઉત્તર ગુજરાતમાંથી ભાજપને વિધાનસભા ચૂંટણીમાં પાંચ બેઠકોનું નુકસાન થયું હતું. જેના કારણે તે 27 બેઠકો પર ટકી રહી. આ વિસ્તારમાં ઓબીસી, આદિવાસી અને પાટીદાર સમાજનું મિશ્રણ. પાટણ, બનાસકાંઠા અને સાંબરકાઠા ભાજપ સામે અત્યારે પણ એક પડકાર છે. કારણ કે આમ આદમી પાર્ટીએ હિંમતનગરથી લઈને મહેસાણા સુધી એક ટીમ તૈયાર કરી લીધી છે. આ વખતે આમ આદમી પાર્ટીએ આયોજનપૂર્વક પગલાં લેતા ભાજપ સામે કપરા ચઢાણ તો છે જ. પણ કોંગ્રેસ આ વિસ્તારમાં ધીમે ધીમે પકડ ગુમાવી રહી છે. પક્ષ પલટાથી લઈને પીવાના પાણીના પ્રશ્નો અહીં ખાસ અસર કરતા દેખાય છે. ખાસ કરીને ચોમાસામાં સતત અને સખત વિકટ થતી સ્થિતિએ નેતાઓની કસોટી કરી છે. એવામાં એક વાત એ પણ ધ્યાને લેવી પડે કે, કોરોના કાળ બાદ આ પહેલી મોટી ચૂંટણી છે.

સૌથી વધારે વસ્તીઃ ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ધરાવતા ઉત્તર ગુજરાતના ભૂ ભાગમાં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ સહિત, ગાંધીનગર એમ ત્રણ બેઠકોમાં મતોનું વર્ચસ્વ છે. આ ત્રણેય બેઠકો ઉપરાંત સામાજિક, રાજકીય અને આર્થિક સ્તરે તેને અડીને આવેલા મહેસાણામાં લોકસભામાં પણ કોંગ્રેસ માટે કપરા ચઢાણ હોવાનું ચિત્ર છે. સાબરકાંઠામાં આદિવાસીઓનું વર્ચસ્વ છે. એક સમયે ખેડબ્રહ્મા અને ભિલોડા વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે હતી. પણ આ વખત ભાજપનું પલડું ભારે છે. ઈતિહાસમાં પહેલી વખત એવું પણ બનેલું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં ચૌધરી સામે ચૌધરી મેદાને હતા. વર્ષ 2017માં અલ્પેશ ઠાકોર વિધાનસભાની ચૂંટણી જીતી ગયા હતા. પણ એ વખતે તેઓ કોંગ્રેસમાં હતા. પછી તેઓ એકાએક ભાજપમાં આવી જતા ગણતરી ખોટી પડી હતી.

વડગામનું ચિત્રઃ વડગામનું ચૂંટણી ચિત્ર ભૂતકાળમાં એવું રહ્યું હતું કે, આને કોંગ્રેસનો ગઢ માનતો હતો. કારણ કે, મુસ્લિમ અને એસસીની વસ્તી વધારે હોવાને કારણે કોંગ્રેસને ફાયદો થયેલો છે. એટલે આ વિસ્તારમાં કોંગ્રેસ મજબુત મનાય છે. આ વખતે જો મતદારોનું વલણ બદલાય તો કહેવાય નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.