ગાંધીનગર ગુજરાતી વિધાનસભાની (Gujarat assembly election 2022 ) બીજા તબક્કાની (Second Phase Voting) 14 જિલ્લાની 93 બેઠક ઉપર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો કલોલ વિધાનસભા બેઠકો (Kalol assembly seats) ઉપર અગાઉ ભૂતકાળમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન (Union Home and Cooperation Minister) તથા ગાંધીનગર લોકસભાના સાંસદ (Gandhinagar Lok Sabha MP) અમિત શાહ એ સોનાની થાળીમાં લોખંડનો ખીલ્લો છે. તેને વિધાનસભાની ચૂંટણીમાંથી કાઢવાનો છે. તેવું નિવેદન કર્યું હતું. ત્યારે કલોલ વિધાનસભા આજે ફરીથી ચર્ચામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન અમુક લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી. અનેક ખુરશીઓ પણ તોડવામાં આવી હતી.
સવારે થઈ હતી માથાકૂટ કલોલ વિધાનસભા (Kalol assembly constituency) વિસ્તારમાં ચૂંટણી દરમિયાન SPG સાથે પણ માથાકૂટ થઈ હતી. SPGના કાર્યકર્તાઓ તથા કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોર વચ્ચે અપશબ્દો પણ બોલા હતા. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે તેના ગણતરીના કલાકો બાદ કોંગ્રેસની મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ પક્ષોના કાર્યકર્તા વચ્ચે માથાકૂટ થઈ હતી. જે અંતર્ગત કલોલ પોલીસ અને સેન્ટ્રલ ફોર્સના જવાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો.
કોંગ્રેસના ઉમેદવારે 28 નવેમ્બરના દિવસે કરી હતી ફરિયાદ 28 નવેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા એવા ડૉ સી જે ચાવડા સહિત બળદેવજી ઠાકોર ચૂંટણી પંચની ઓફિસે પહોંચીને લેખિત ફરિયાદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગર અને કલોલ પોલીસ કોંગ્રેસના કાર્યકતાઓને દારૂના ખેસમાં ફસાવાની ધમકી આપી રહ્યા છે. આ ઉપરાંત બિલ્ડર અને વેપારીઓ જે કોંગ્રેસ પક્ષના ઉમેદવારને મદદ કરી રહ્યા છે. તેવા વેપારીઓ અને બિલ્ડરને પણ અન્ય કેસોમાં ફસાવી ધમકી આપીને કોંગ્રેસની મદદ નહિ કરવાની વાત કરી રહ્યા છે. આ ઉપરાંત પોલીસ કેન્દ્રીય ગૃહપ્રધાનના ઈશારે કામ કરી રહી છે. કારણ કે પોલીસના અધિકારીઓને લાલચ છે કે તેવો ગૃહપ્રધાનનું આ કામ કરશે તો આગામી સમયમાં સારી જગ્યાએ પોસ્ટીગ મળી શકે તેમ છે. જોકે હાલ આક્ષેપ સમક્ષ ભાજપ પક્ષમાંથી કોઈ પ્રતિ ઉત્તર આવ્યો નથી. ચૂંટણી પચ આ સમગ્ર મામલે તપાસ કરશે તેવું આશ્વાસન કોંગ્રેસ પક્ષને આપવામાં આવ્યું છે.