ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) ના બીજા તબક્કામાં 14 જિલ્લાના 93 વિધાનસભા બેઠક ઉપર મતદાન પ્રક્રિયા (Second Phase Poll ) સવારે 8 કલાકે શરૂ થઈ હતી. ત્યારે ચૂંટણી પંચના સત્તાવાર આંકડા પ્રમાણે પ્રથમ કલાકમાં 4.75 ટકાની આસપાસ સરેરાશ મતદાન નોંધાયું હતું. ત્યારે ગુજરાતમાં બીજા તબક્કામાં સૌથી વધુ મતદાન ગાંધીનગર જિલ્લામાં (Highest Polling in Gandhinagar Seats ) નોંધાયું છે. ગાંધીનગર શહેરમાં સિનિયર સિટીઝનો પણ વહેલી સવારે આવીને મતદાન કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ગાંધીનગર જિલ્લાની 5 બેઠક પર મતદાન ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) માં બીજા તબક્કાનું મતદાન (Second Phase Poll )યોજાઇ રહ્યું છે. ત્યારે મતદારોના ઉત્સાહને આંકડામાં માપીએ તો ગાંધીનગર જિલ્લાની 5 બેઠકો પર મતદાનની ટકાવારી પ્રથમ બે કલાકમાં આ રીતની રહી હતી. દહેગામ 5.62 ટકા, ગાંધીનગર ઉત્તર 12.97, ગાંધીનગર દક્ષિણ 5.54, કલોલ 5.24 અને માણસા 6.27 ટકા.
વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી લાઇન ગાંધીનગર શહેરની વાત કરવામાં આવે તો ગાંધીનગર શહેરમાં ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ બેઠકનો સમાવેશ થાય છે. ત્યાં વહેલી સવારથી જ મતદારો લાંબી લાઈનમાં જોવા મળ્યા હતાં. જ્યારે સિનિયર સિટીઝન પણ અને બીમારીથી પીડાતા મતદારો પણ મતદાન કરવા માટે મતદાન મથક ઉપર પહોંચ્યા હતા. ત્યારે સૌથી વધુ મતદાન ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં થયું છે. જે વિસ્તારની વાત કરવામાં આવે તો ગાંધીનગરના પૂર્વ મેયર રીટાબેન પટેલ ભાજપના ઉમેદવાર તરીકે છે ત્યારે કોંગ્રેસમાંથી વીરેન્દ્રસિંહ વાઘેલા મેદાનમાં ઉતર્યા છે. ગાંધીનગર ઉત્તર બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહી છે ત્યારે પ્રથમ બે કલાકમાં કોની તરફથી વધુ વોટીંગ થયું છે તે પણ બંને પક્ષમાં ચર્ચાનો વિષય બન્યો છે.
લોકો કામ જોઈને મતદાન કરે છે વોટ આપવા માટે લાઇનમાં ઊભી રહેલા એક મતદારે ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે અત્યારે લોકો કામ જોવે છે અને કામને જોઈને જ તેઓ જે તે પક્ષને મત આપે છે. જ્યારે ગુજરાતમાં સુરક્ષા છે, પરંતુ રોજગારીની તકો ખૂબ ઓછી છે. પરંતુ આ તમામ રાજ્યમાં અત્યારે જોવા મળી રહ્યું છે આમ જે સારું કામ કરશે તેને મત મળશે તેવું નિવેદન પણ મતદારો આપી રહ્યા છે.
87 વર્ષના મતદાતાની અપીલ ગાંધીનગર દક્ષિણ બેઠકમાં 87 વર્ષના મતદાર કૃષ્ણકુમારી જાડેજાએ ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હું તમામ વિધાનસભાની ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય હું અવશ્ય મતદાન કરું છું. જ્યારે વિસ્તારમાં થયેલા કામોને લઈને મતદાન થવું જોઈએ અને આજના યુવાઓને પણ સલાહ સૂચન આપતા કૃષ્ણકુમારી જાડેજાએ જણાવ્યું હતું કે તમામ યુવાઓએ અવશ્ય મતદાન કરવું (Voting appeals ) જોઈએ અને પોતાનો ફરજ નિભાવવી જોઈએ.