ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : ચૂંટણી જીતવા માટે સૌરાષ્ટ્રની 48 બેઠકો ભજવશે મહત્વની ભૂમિકા - સૌરાષ્ટ્ર વિધાનસભા બેઠકો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) જીતીને 27 વર્ષનું શાસન ટકાવવું હોય તો ભાજપ માટે ચારે દિશામાં રણનીતિ (Politics of Saurashtra districts) ઘડવી અતિજરુરી છે. સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ (Saurashtra assembly seats importance) તો અહીંની કુલ 48 બેઠકો (Saurashtra assembly seats) પર કોઇ કસર નહીં છોડાય. કારણ કે કોંગ્રેસની જડ આ વિસ્તારમાં મજબૂત છે. જોઇએ જમીની હકીકતો.

Gujarat Assembly Election 2022 : ચૂંટણી જીતવા માટે સૌરાષ્ટ્રની 48 બેઠકો ભજવશે મહત્વની ભૂમિકા

author img

By

Published : Nov 3, 2022, 11:56 AM IST

Updated : Nov 11, 2022, 6:14 PM IST

જૂનાગઢ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. આ ચૂંટણીમાં ભાજપને એન્ટિઇન્કમ્બન્સી વેવનો જબરો સામનો કરવાનો છે. સૌરાષ્ટ્રમાં કુલ 48 બેઠકો છે ત્યારે સ્વાભાવિક જ અહીં મોટી સંખ્યામાં જીત્યા વિના કોઇ પક્ષ સરકાર બનાવી શકે નહીં. એટલે કહી શકાય કે રાજ્યમાં ગુજરાતમાં ગાદીએ બેસવું હોય તો પછી ભાજપ હોય કે કોંગ્રેસ કે કોઇપણ પક્ષ હોય, સૌરાષ્ટ્ર સર કરવું જરુરી (Saurashtra assembly seats importance) છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પણ આ દીવા જેવી ચોખ્ખી વાત છે. સૌરાષ્ટ્રની 48 બેઠકો પર જીત માટે તમામ પક્ષોનું જોર પહેલાંથી જ દેખાઇ રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રની 48 બેઠકોની એવી તમામ બાબતોને ધ્યાને લઇએ કે જેને કોઇપણ રાજકીય પક્ષ પોતાની રણનીતિમાં શામેલ કર્યા વિના રહી નહીં શકેે તે સ્પષ્ટ છે.

gujarat-assembly-election-2022-saurashtra-assembly-seats-importance

સૌરાષ્ટ્રમાં કઇ વિધાનસભા બેઠક પર કઇ પાર્ટી : વર્ષ 2017માં ભાજપનો શહેરી વિસ્તાર પર દબદબો અને કોંગ્રેસનો ગ્રામ્ય વિસ્તારની બેઠક પર દબદબો સાબિત (Saurashtra assembly seats importance) કરી આપે છે. અમરેલી, મોરબી અને સોમનાથ જિલ્લાની એક પણ બેઠક જીતવામાં 2017માં ભાજપને સફળતા મળી ન હતી. જૂનાગઢની 5માંથી ફક્ત એક જ કેશોદ બેઠક પર ભાજપ જીત્યો હતો. તો પોરબંદર અને બોટાદ જિલ્લામાં પણ એક એક બેઠક જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીતી છે. રાજકોટની 8 પૈકીની 6 બેઠક પર ભાજપનો વિજય થયો છે. તેવી જ રીતે ભાવનગર શહેરની 7 પૈકી 6 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. આ પરિણામોથી સ્પષ્ટ તારણ મેળવી શકાય છે કે 2017ની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો શહેરી મતદારો પર અને કોંગ્રેસનો ગ્રામ્ય મતદારો (Saurashtra Voters) પર દબદબો હતો.

આ વખતે આપનો પડકાર આંકડા બદલશે કે કેમ તે જોવું રહ્યું

સૌરાષ્ટ્રમાં જાતિસમીકરણો : સૌરાષ્ટ્રની 18 બેઠકો પાટીદાર બહુલિક અને 10 વિધાનસભાની બેઠક કોળી મતદાર (Saurashtra Voters) બહુલિક મનાય છે. આ સિવાય ક્ષત્રિય દરબાર અને ગરાસીયા રાજપૂત ભાવનગર અને જામનગરની સાથે ગોંડલ વિધાનસભા બેઠક પર મહત્વના મનાય છે. અમરેલી જિલ્લાની રાજુલા બેઠક પર કોળી મતદારો હોવા છતાં પણ અહીંથી કોંગ્રેસના આહીર ઉમેદવાર અમરીશ ડેર ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા છે. મોરબી, ટંકારા, વિસાવદર, રાજકોટ પૂર્વ, ગોંડલ, ધોરાજી, કાલાવડ, માણાવદર, જામજોધપુર, જેતપુર, અમરેલી, લાઠી, ગારીયાધાર, ધારી, સાવરકુંડલા અને બોટાદ બેઠકો પટેલ બહુલિક મતદારો ધરાવે છે. તો બીજી તરફ ભાવનગર ગ્રામ્ય, પાલીતાણા, તળાજા, મહુવા, રાજુલા, ઊના, તાલાળા, સોમનાથ, કેશોદ અને જસદણ વિધાનસભા બેઠક પર કોળી મતદારો બહુમતીમાં જોવા મળે છે.આ એ વિશેષતા છે કે જેને કારણે સૌરાષ્ટ્રની 48 વિધાનસભા બેઠક (Saurashtra assembly seats importance) પર કોળી અને પાટીદાર મતદારો ખૂબ જ નિર્ણાયક ગણાય છે.

વરિષ્ઠ નેતાઓ પણ પાટીદાર અને કોળી સમાજના છે : કોંગ્રેસના પરેશ ધાનાણીથી લઈને ભાજપના જયેશ રાદડિયા, જસદણથી કુંવરજી બાવળિયાથી લઈને વિમલ ચૂડાસમા (Saurashtra Leaders) આ બધા ધારાસભ્યો પાટીદાર અને કોળી સમાજની 48 બેઠક પર પ્રતિનિધિત્વ કરે છે. તો હવે આ મુદ્દાઓના પ્રકાશમાં જોઇ શકાય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માં સૌરાષ્ટ્રની કુલ 48 બેઠકો ખૂબ જ નિર્ણાયક બની રહેવાની છે.

કોળી અને પાટીદાર સમાજનું સમીકરણ : કોળી અને પાટીદાર સમાજનું સમીકરણ કોઈપણ પક્ષને પડી શકે છે ભારે જૂનાગઢના સિનીયર વિશ્લેષક અને છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણને ખૂબ જ નજીકથી જાણનારા કિરીટ સંઘવી કોળી અને પાટીદાર મતદારોને લઈને તમામ રાજકીય પક્ષોને મતદાનના દિવસે આ સમીકરણ મુંજવી શકે તેમ છે. સૌરાષ્ટ્રની 48 બેઠકો પર જ્યાં પાટીદાર મતદારો બહુમતીમાં છે તેવી વિધાનસભા સીટ પર પાટીદાર મતો પાટીદાર સિવાય અન્ય જ્ઞાતિના ઉમેદવારોને મળશે તેવી શક્યતાઓ નહીંવત્ છે. તેવી જ રીતે કોળી જ્ઞાતિના મત પણ કોળી જ્ઞાતિ સિવાયના ઉમેદવારોને મેળવવા અશક્ય છે.

આગામી વિધાનસભા ચૂંટણી માટે મુદ્દાઓ : મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની વ્યથા, આ એવા ત્રણ મુદ્દા છે જે સૌરાષ્ટ્રવાસીઓને અસર કરી છે. હોવાનું રાજકીય તજજ્ઞ કાર્તિકભાઈ ઉપાધ્યાયે ઈ ટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું. તેમણે કહ્યું કે' વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પરિણામ અને મતદાન પર મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોનો પ્રશ્ન અને સરકારી કર્મચારીઓની વ્યથા ચોક્કસપણે મતદાનના દિવસે જોવા મળશે. સતત વધી રહેલી મોંઘવારી ગરીબ અને મધ્યમ વર્ગની કમર તોડી રહી છે. પેટ્રોલ ડીઝલ, રાંધણગેસ, વીજળી, શાકભાજી, કઠોળ, અનાજ, દૂધ અને માસ તેમજ માછલીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પર કાબૂ કરવામાં રાજ્ય અને કેન્દ્રની બંને સરકાર નિષ્ફળ રહી છે. એકમાત્ર હિંદુત્વના જોરે ચૂંટણી જીતવાનું ગણિત માંડીને બેઠેલ સત્તાધારી પક્ષ મોંઘવારીના મુદ્દાને અવગણીને ચૂંટણી રણનીતિમાં આગળ વધશે તો ચોક્કસપણે ભાજપ સિવાયના અન્ય રાજકીય પક્ષોને ફાયદો થશે. હાલ ફૂગાવાનો દર સતત વધી રહ્યો છે. રૂપિયાની સામે ડોલર મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે. જે ભારતીય અર્થતંત્રને નબળું પાડવા માટે પૂરતું છે.'

રાજકીય દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનું વજન કેમ વધારે છે : આ વિશે તપાસ કરીએ તો જણાય છે કે સૌરાષ્ટ્ર રાજકીય દ્રષ્ટિએ કેમ ખૂબ મહત્વનું મનાય છે. જે કારણે તમામ રાજકીય પક્ષો પ્રચાર માટે સૌરાષ્ટ્રને વધુ મહત્વ આપે છે તે છે અહીંના મતદાર વર્ગોની ( Saurashtra Voters ) વિશેષતાઓ.. મોટા ભાગની બેઠક પાટીદાર પ્રભુત્વવાળી છે. તો સાથે સાથે અન્ય કેટલીક બેઠકો પર કોળી સમાજનો પણ ભારે દબદબો જોવા મળે છે. ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાની વિધાનસભા બેઠકો પર ક્ષત્રિય રાજપૂત અને ગરાસીયા દરબાર પણ પોતાના મતને લઈને કોઈ પણ રાજકીય પક્ષનું સમીકરણ બગાડી ( Saurashtra assembly seats importance) શકે તેમ છે.

સૌરાષ્ટ્રમાં મતદાર સંખ્યા : તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને આખરી મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. જે પ્રમાણે સૌરાષ્ટ્ર વિસ્તારના કુલ 11 જિલ્લામાં કુલ 1,12,28,209 મતદાર સંખ્યા નોંધાઈ છે. આમાં કુલ 58,00,896 પુરુષ મતદારો છે અને 54,11,313 મહિલા મતદારો નોંધાયા છે. જ્યારે અન્ય મતદારોની સંખ્યા જોઇએ તો તેમાં 192 મતદાર ( Saurashtra Voters ) નોંધાયા છે.

આ મતદારોની અપેક્ષાએ ખરાં ઉતરશે તે સરકાર બનાવશે

ભાજપ માટે કોંગ્રેસનું પ્રભુત્વ દૂર કરવું જરુરી : આ વખતે ભાજપે (Gujarat Assembly Election 2022) 150 બેઠક જીતવાનું સ્વપ્નવત લક્ષ્ય સર કરવા સૌરાષ્ટ્ર પર વધુ ફોક્સ કર્યું છે. કારણ કે મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યું પછી રાજકોટવાસીઓ નારાજ થયાં છે. આથી જ રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રની વોટબેંક તૂટે નહી તે માટે ( Saurashtra assembly seats importance) પીએમ મોદી ( PM Modi in Jamkadorna ) એ જામકંડોરણામાં બેઠક કરી છે. અહીં એ પણ નોંધવું જોઇએ કે ભાજપે પોતાનો ટેકો વધારવા માટે જ ગુજરાત કોંગ્રેસ ( Gujarat Congress )ના ધારાસભ્યોને પોતાના ઘરમાં લાવવા અભિયાન ચલાવવાની હદે કામ કર્યું છે તેની પાછળ પણ નેતા અને તેના સમર્થક વર્ગને ભાજપતરફી બનાવવાનો જ હેતુ છે. છેલ્લામાં છેલ્લા વિસાવદર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા જે આક્રમક તેવરથી ભાજપનો વિરોધ કરતાં રહ્યાં હતાં તેઓને પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં ભેળવવાનું કામ પુરું કરવામાં આવ્યું છે. હર્ષદ રિબડીયા વિસાવદરનું મજબૂત પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આમ સૌરાષ્ટ્રને જીતવા ભાજપે કેવા કેવા એક્શન પ્લાન અમલમાં મૂક્યાં છે તેની વાસ્તવિક હકીકત આ રીતે છતી થતી રહી છે કારણ કે ભાજપ સારી રીતે જાણે છે કે સૌરાષ્ટ્રની 48 બેઠકોમાં વધુમાં વધુ બેઠકો જીતવી જરુરી છે નહીં તો સરકાર ગુમાવવી પડી શકે છે.

ભાજપ માટે સૌરાષ્ટ્ર આટલું મહત્ત્વનું : વર્ષ 2017માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સૌરાષ્ટ્રની 48 બેઠક પર ભાજપને ખૂબ સંઘર્ષ કરવો પડયો હતો. શહેરી વિસ્તારોની વિધાનસભા બેઠકને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારની વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ( Gujarat Congress ) પકડ જમાવી હતી અને પ્રચંડ વિજય સાથે બહાર આવી હતી. ત્યાં આ વખતે તો આમ આદમી પાર્ટી તરીકે ત્રીજા રાજકીય પક્ષનો નવો પડકાર ઊભો થઇ ગયો છે. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં આવવાથી વિધાનસભાની ચૂંટણી અને તેના પરિણામોમાં ભાજપની બેઠકો કપાય તે પણ ભાજપની સરકાર બનાવવાની બહુમતી લૂણો લગાડે. જો આ નવો પક્ષ છે ત્યારે ત્રિપાંખિયા જંગમાં આમ આદમી પાર્ટી કેવુંક કાઠું કાઢશે તે પ્રશ્ન હાલ તો અનુમાનોનો વિષય છે.

મોદીના ચહેરાને લઇને આગળ વધશે : ભાજપ વધુ એક વખત વિકાસ અને મોદીના ચહેરાને લઈને વધશે આગળ આવનારી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપ વિકાસ અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધી તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાને લઈને આગળ વધશે. ભાજપનો ચૂંટણી પ્રચાર વિકાસ અને નરેન્દ્ર મોદીના ચહેરાને કેન્દ્રસ્થાને રાખીને કરવામાં આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની પાછલા 2 દશકાના ચૂંટણી પ્રચાર પર નજર કરીએ તો, ચૂંટણી પ્રચારમાં કેન્દ્રસ્થાને નરેન્દ્ર મોદી જોવા મળે છે મોદી હાલ પ્રધાનમંત્રી તરીકે કામ કરી રહ્યા છે, પરંતુ ગુજરાતની ચૂંટણીમાં ફરી એક વખત નરેન્દ્ર મોદી વિકાસનો ચહેરો હશે અને તે મુજબ ભાજપ ચૂંટણી પ્રચાર અને રણનીતિમાં આગળ વધશે તે જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ એ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં આ બે મતદાર વર્ગના હાથમાં છે દોરીસંચાર : સૌરાષ્ટ્રમાં પાટીદાર અને કોળી મતદારો ( Saurashtra Voters )ના વર્ગવિશેષ છે જેમના હાથમાં તમામ બેઠક ગુજરાતમાં સરકાર બનાવવા માટે કોઈપણ રાજકીય પક્ષે સૌરાષ્ટ્ર પર નિર્ભર બનવું પડે. એવી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રની 48 વિધાનસભા બેઠકો તમામ રાજકીય પક્ષો માટે ખૂબ જ મહત્વની અને નિર્ણાયક બની જાય છેે. 48 બેઠકો પૈકી અનામત બેઠકને બાદ કરતા મોટાભાગની બેઠકો પર પાટીદાર અને કોળી બહુમતી ધરાવતા મતદારો છે. જે પૈકીની રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી અને મોરબી જિલ્લાની બેઠકો લેઉવા પાટીદાર મતદારો ધરાવતી બેઠકો મનાય છે. ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર કોળી મતદારો પ્રભાવી પરિબળ છે. પોરબંદર જિલ્લાની પોરબંદર અને કુતિયાણા વિધાનસભા બેઠક પર મેેર જ્ઞાતિના વર્ચસ્વવાળી છે. બંને બેઠક પર મેેર જ્ઞાતિનો ધારાસભ્ય પાછલા ઘણા વર્ષોથી ચૂંટણી જીતવામાં સફળ રહે છે. રાજકોટ જિલ્લાની જસદણ બેઠક કોળી મતદારોના હાથમાં છે, તો વાંકાનેર બેઠક પર મુસ્લિમ મતદારો આજે પણ નિર્ણાયક ( Saurashtra assembly seats importance) માનવામાં આવે છે.

કોંગ્રેસની સૌરાષ્ટ્ર વિસ્તારમાં જડ મજબૂત : કોંગ્રેસ (Gujarat Congress) આ વિસ્તારમાં મજબૂત જડ ધરાવે જ છે, છતાં ભાજપ તેના નેતાઓને સેરવતું રહ્યું તે જૂથબંધીના કારણે મૂંગે મોંએ જોઇ રહી હતી. તેમ છતાં ચૂંટણી ઢૂંકડી આવતાં કોંગ્રેસે પણ સળવળાટ દાખવ્યો છે અને પીએમ મોદીએ કહ્યું તેમ ચૂપચાપ તળના મતદારો સુધી પહોંચી રહી છે.

ગત ચૂંટણીમાં કોંગ્રેસના સૌથી વધુ 30 ઉમેદવાર જીત્યાં છે : 2017માં કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં સફળતા મળી હતી. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પરિણામો પર એક નજર નાખીએ તો સૌરાષ્ટ્રની 48 બેઠકો પરથી ભાજપના 18 ઉમેદવારો અને કોંગ્રેસના 30 ઉમેદવારો ચૂંટણી જીતીને ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા છે. જે જગ્યા પર કોંગ્રેસના ઉમેદવારો ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા છે, તે ગ્રામ્ય વિધાનસભાની બેઠકો છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવારો જે જગ્યા પર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે તે મોટે ભાગે શહેરી બેઠકો છે. વર્ષો પૂર્વે સૌરાષ્ટ્રને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો તેમાં 25 વર્ષથી ભાજપે પેઠ બનાવી છે થતાં હજુ પણ તમામ બેઠકો પર વિજયવાવટો ફરક્યો નથી. ભાજપ શિક્ષિત લોકોનો પક્ષ હોવાની છાપ એટલા માટે છે કે ભાજપ શહેરી વિસ્તારોની વિધાનસભા બેઠક પર મજબૂત પકડ જમાવી છે પણ ગામડાંઓમાં અર્ધશિક્ષિત કે મહેનતકશ મતદારોના બેલીની છાપ રહી નથી. એમાં પણ ગત વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસે ગામડા પર મજબૂત પકડ ફરીથી પ્રસ્થાપિત કરી તેનો જનાધાર ( Saurashtra assembly seats importance) વધાર્યો છે. કોંગ્રેસ ગ્રામ્ય મતદારો સાથે જોડાયેલી વિધાનસભાની બેઠકો જીતવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

કોંગ્રેસનું પલડુ ભારે : કૉંગ્રેસ પોતાની જાહેરાત મુજબ ચૂંટણીમાં વધશે આગળ જૂનાગઢના સ્થાનિક ધારાસભ્ય ભીખાભાઈ જોશી આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને કૉંગ્રેસ પક્ષ દ્વારા જે જાહેરાતો કરવામાં આવી છે. તેને લઈને ચૂંટણીમાં આગળ વધશે. બેરોજગારીનો મુદ્દો ફિક્સ પગારમાંથી કર્મચારીઓની મુક્તિ તમામ સરકારી વિભાગમાં પુરા પગારની ભરતીની જાહેરાત મોંઘવારીમાં રાહત અપાવે તે પ્રકારે રાંધણગે સહિત અન્ય ખાદ્ય ચીજોમાં ભાવના ઘટાડા અને ફુગાવા પર કાબુ આવે તે પ્રકારનુ આયોજન ચુંટણી રણનીતિના ભાગરૂપે કોંગ્રેસે કર્યું છે.

નવા પક્ષ આમ આદમી પાર્ટીએ પહેલેથી સૌરાષ્ટ્રને ધ્યાનમાં રાખ્યું : સૌરાષ્ટ્રનું મહત્ત્વ છે એટલે જ આમ આદમી પાર્ટીએ પણ પોતાનો જનાધાર સૌરાષ્ટ્રવાસીઓના વિસ્તારોથી જ શરુ કર્યો છે. સુરતમાં જ્યાં જ્યાં આપ જીતી તે વિસ્તારોનો મતદાર વર્ગ મૂળ સૌરાષ્ટ્રવાસીઓને છે તે ન ભૂલવું જોઇએ. કેજરીવાલે પણ વાંરવાર મુલાકાતો લઇને સૌરાષ્ટ્રના જોમવંતા મતદારોના મનમાં ઊતરવાની કોશિશો ( Saurashtra assembly seats importance) લાંબા સમયથી કરી છે તે ખુલ્લી હકીકત છે.

આપના ચૂંટણી પ્રચારથી ભાજપ કોંગ્રેસે સ્ટ્રેટેજી બદલી : આવી રસપ્રદ સ્થિતિમાં સૌરાષ્ટ્રના રાજકારણ અને પક્ષોની રણનીતિ વિશે વાત કરતાં જૂનાગઢના વરિષ્ઠ પત્રકાર ધીરુ પુરોહિતે ઈ ટીવી ભારતને જણાવ્યું હતું કે 'આ વખતે રાજ્ય વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માં પ્રથમ વખત તમામ બેઠકો પર ત્રિપાંખિયો જંગ થવા જઈ રહ્યો છે. જેને કારણે ભાજપ અને કોંગ્રેસે તેની ચૂંટણી રણનીતિ અને ઉમેદવારોથી લઈને ચૂંટણી પ્રચારની દિશા અને દશા બદલવાની ફરજ પડી છે. આમ આદમી પાર્ટીએ પહેલ કરી છે અને ચૂંટણી પૂર્વે જ કેટલીક બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ ચૂંટણી રણનીતિની એક નવી પહેલ છે જેની શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી છે. '

સૌરાષ્ટ્રના નેતાઓનું ગુજરાતના સીએમની ગાદી પર મોટું પ્રમાણ : સૌરાષ્ટ્રથી આવતા ગુજરાતના મુખ્યપ્રધાનો જોઇએ. ગુજરાતની રાજનીતિમાં સરકાર બનાવે કે બગાડે તેવું વજન ધરાવતો હોવાના કારણે આ વિસ્તારમાંથી મુખ્યપ્રધાનો પણ રહ્યાં છે. અત્યાર સુધીમાં રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાથી લઈને કેશુભાઈ પટેલ , વિજય રૂપાણી સુધીના મુખ્યપ્રધાન સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે. એ વાત પણ ખાસ યાદ કરવી પડે કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) પણ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા બાદ સૌરાષ્ટ્રના રાજકોટમાંથી જ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને વિધાનસભામાં પહોંચ્યા હતાં. જીવરાજ મહેતા બે વખત, છબીલદાસ મહેતા એક વખત, ખેડૂત નેતા કેશુભાઈ પટેલ બે વખત, વિજય રૂપાણી બે વખત સીએમ બન્યા હતાં. અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ પાંચ વખત રાજ્યના મુખ્યપ્રધાન આપવાનું શ્રેય સૌરાષ્ટ્રને મળે છે. જેને લઇને પણ તમામ રાજકીય પક્ષો માટે સૌરાષ્ટ્રની તમામ 48 બેઠકો ખૂબ જ મહત્ત્વની મનાય છે. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉદયમાં પણ સૌરાષ્ટ્રની બેઠકો જ વધુ મહત્ત્વની ( Saurashtra assembly seats importance) રહી છે.

સરકારન ચિંતામાં આ મુદ્દે રાજકીય તજજ્ઞ કાર્તિકભાઈ ઉપાધ્યાયે વધુમાં ઉમેર્યું હતું કે 'આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા જતા પેટ્રોલિયમના ભાવ કેન્દ્ર અને રાજ્યની સરકારને ચિંતામાં મૂકી શકે છે. સતત વધતી મોંઘવારી બેરોજગારીને આમંત્રણ આપી રહી છે. જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ રહ્યું છે. આ તમામ પાસાઓને લઈને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ રાજકીય પક્ષોએ વિચારવું પડશે અને સત્તાધારી પક્ષે સમગ્ર મામલાને લઈને ખૂબ ચિંતિત બનવું પડશે, આ મુદ્દાઓ મતદાનના દિવસે મતદાનમથક સુધી પહોંચી ( Saurashtra assembly seats importance) ગયાં તો સત્તાધારી પક્ષને ચૂંટણી (Gujarat Assembly Election 2022) જીતવી મુશ્કેલ પણ બની શકે છે.'

સૌરાષ્ટ્રના રાજકીય વજનનો નિષ્કર્ષ તો, સૌરાષ્ટ્રની કુલ 48 બેઠકો અંગે ઝીણામાં ઝીણી બાબતોને દૂરબીનથી તપાસીએ ત્યારે એ જ નિષ્કર્ષ સામે આવે છે કે ગુજરાત સરકાર ગાંધીનગરમાં ભલે બેસતી હોય પણ તેનો રાજપથ સૌરાષ્ટ્રમાંથી નીકળી રહ્યો છે. પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાથી લઈને વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુધીના તમામ પ્રધાનોએ સરકાર બનાવવા અને તેને વ્યવસ્થિત ચલાવવા માટે સૌરાષ્ટ્ર પર નિર્ભર રહેવું પડે છે. આ હકીકત વર્ષ 2022ના ચૂંટણી પરિણામો (Gujarat Assembly Election 2022) બાદ પણ જોવા મળશે. વિધાનસભાની 182 બેઠકો પૈકી સૌરાષ્ટ્રની કુલ 48 બેઠક તમામ રાજકીય પક્ષો માટે મહત્વની છે. ત્યારે સૌએ જોવું રહ્યું કે કોંગ્રેસપ્રિય સૌરાષ્ટ્રવાસીઓનું પલડું કોની તરફ નમે છે, જે સત્તાની લાલ જાજમ ( Saurashtra assembly seats importance) ભણી દોરી જશે.

રાજકીય વિશ્લેષકોના મંતવ્યો જ્ઞાતિના ઉમેદવારને જ્ઞાતિના લોકો જ આપશે મત બીજી તરફ જે જ્ઞાતિનો ઉમેદવાર હશે તે જ જ્ઞાતિના મતો તેમને પ્રાપ્ત થશે તેવું આંકલન પણ અત્યારે સૌરાષ્ટ્રની 48 બેઠકો પર લગાવવામાં આવી રહ્યું છે. સાથે જ આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં સ્થાનિક મુદ્દાઓની સાથે પાટીદાર અને કોળી ફેક્ટર મહત્વનું પૂરવાર બનશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. રાજકીય વિશ્લેષકનો મત ભાજપે કેશુભાઈ મોડેલને અપનાવવું પડશે છેલ્લા ઘણા વર્ષથી જૂનાગઢમાં રહેલા અને સામાજિકની સાથે રાજકીય ગતિવિધીઓ સાથે સંકળાયેલા ભાવેશ વેકરિયા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની 48 બેઠકો પર પોતાનું આકલન રજૂ કરી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે, પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ દ્વારા જે મોડેલ રજૂ કરવામાં આવ્યું છે. તેને ભાજપ ફરીથી અપનાવે તો ચૂંટણીમાં સંભવિત નુકસાનથી બચી શકાય તેમ છે.

Last Updated : Nov 11, 2022, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.