ETV Bharat / state

દારૂની બોટલથી મતની શોધ ન થાય માટે ગુજરાત પોલીસની કામગીરી - ગુજરાત નશાબંધી અધિનિયમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) ખલેલ પહોંચાડી શકે તેવા શખ્સો સામે ગુજરાત પોલીસ લાલ આંખ કરી છે. આ સાથે આવા શખ્સોને પકડીને તડીપાર કરવાની અને પાછા નાખવાની કાર્યવાહી અત્યારે યથાવત છે. વિધાનસભાની ચૂંટણી 2022ની આચારસંહિતા લાગુ થવાની સાથે જ કુલ 91,154 શખ્સો વિરુદ્ધ ગુજરાત પોલીસે અલગ અલગ જિલ્લામાં કામગીરી (Gujarat Police Operations) કરી છે.

Gujarat Assembly Election 2022
Gujarat Assembly Election 2022
author img

By

Published : Nov 25, 2022, 10:15 PM IST

Updated : Nov 26, 2022, 6:31 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022) એવા શખ્સો હોય છે. જે ચૂંટણીમાં ખલેલ પાડી શકે તેવા હોય છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા આવા શખ્સોને પકડીને તડીપાર કરવાની અને પાછા નાખવાની કાર્યવાહી અત્યારે યથાવત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની જાહેરાત થઈ અને ગુજરાતમાં આચારસંહિતા લાગુ થઈ ત્યારથી આજદિન સુધીમાં કુલ 91,154 શખ્સો વિરુદ્ધ ગુજરાત પોલીસે અલગ અલગ જિલ્લામાં કામગીરી (Gujarat Police Operations) કરી છે.

ચૂંટણી દરમિયાન શું જપ્ત થયું?
ચૂંટણી દરમિયાન શું જપ્ત થયું?

24,710 શખ્સો દારૂની હેરાફેરીમાં ઝડપાયા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં દારૂની રેલમછેલ ન થાય અને દારૂની બોટલમાં મતની શોધ ન થાય તેને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 24,710 જેટલા શખ્સો દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. જ્યારે પોલીસ તપાસમાં હજી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે દારૂની હેરફેર કરનારો વ્યક્તિ ક્યાંથી દારૂ લઈને આવ્યો હતો?

શું ખરેખર ચૂંટણીમાં જ દારૂનો ઉપયોગ થઈ રહ્યો હતો ક્યાં મોકલવાનો હતો અને શું ખરેખર ચૂંટણીમાં જ દારૂનો ઉપયોગ થઈ રહ્યો હતો, તે અંગે હજી સુધી રાજ્ય ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ ગુજરાત નશાબંધી અધિનિયમ (Gujarat Prohibition Act), 1949 અન્વયે રાજયમાં 03 નવેમ્બર 2022થી 25 નવેમ્બર 2022 સુધી કુલ 29,844 કેસો કરવામાં આવેલા છે. જેમાં 24,710 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં રૂપિયા 24,75,650નો દેશી દારૂ રૂપિયા 13,26,84,216નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (Indian made foreign liquor) તથા રૂપિયા 17,67,41,132 અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા 31,19,00,999નો મુદ્દામાલ પકડવામાં આવેલો છે.

અન્ય વિગતો રાજ્યમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ,1973 હેઠળ 2,60,730 કેસો, ગુજરાત દારૂબંધી અધિનિયમ એક્ટ 1949 હેઠળ 30,051 કેસો, ગુજરાત પોલીસ અધિનિયમ 1951 હેઠળ 71 કેસો તથા PASA Act 1985 હેઠળ 329 કેસો એમ વિવિધ કલમો હેઠળ કુલ 2,91,154 અટકાયતી પગલાં અંગેની કામગીરી કરવામાં આવેલ છે. રાજ્યમાં કુલ 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી કુલ જમા 51,126 (91.88 ટકા)હથિયારો જમા લેવામાં આવેલા છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. ગુજરાતમાં આર્મ્સ એક્ટ, 1959 હેઠળ 78 ગેરકાયદેસર હથિયાર, 354 ગેરકાયદેસર દારૂગોળા તથા 150 ગ્રામ વિસ્ફોટક પદાર્થ જમા કરવામાં આવેલો છે. ગુજરાતમાંં NDPS Act (Narcotic Drugs and Psychotropic Substances Act), 1985 હેઠળ કુલ 39 કેસો નોંધી, કુલ 61,92,77,309નો 1460.9895 કિ.ગ્રા.નો NDPS પદાર્થ પકડવામાં આવેલ છે. રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ કાર્યરત છે. સ્થાનિક પોલીસ દ્વારા રૂપિયા 61,92,87,199ના NDPS પદાર્થો જપ્ત કરવામાં આવેલો છે.

Last Updated : Nov 26, 2022, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.