ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે 10મો દિવસ છે. વિધાનસભા ગૃહની કામગીરી આજે 12:00 શરૂ થશે. ગૃહમાં પ્રથમ કલાકમાં પ્રશ્નોત્તરી કાળ યોજાશે. જે બાદ વિધાનસભાના મેજ ઉપર સભ્યોની હાજરી અને ગેરહાજરીનો ખાસ અહેવાલ રજૂ કરવામાં આવશે.
વિધાનસભાની કાર્યવાહી
પ્રશ્નોતરી: નાણાં વિભાગ, માર્ગ મકાન વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પ્સર, પાટનગર યોજના અને ઉર્જા વિભાગ
સભાગૃહમાં સભ્યોની ગેરહાજરી બાબતે સમિતિના ચોથા અને પાંચમા એહવાલનો રિપોર્ટ
બિનસરકારી વિધેયક
- વર્ષ 2018ના વિધેયક ક્રમાંક 20નું વર્ષ 2018નું ગુજરાત વરિષ્ઠ નાગરિક સંરક્ષણ દળ વિધેયક
- વર્ષ 2018ના વિધેયક ક્રમાંક 32નું વર્ષ 2018નું ગુજરાત અનુસૂચિત જાતી-પેટા યોજના અને આદિજાતિ પેટા યોજના (નાણાંકીય સાધનોના આયોજન, ફાળવણી અને ઉપયોગ) બાબત વિધેયક
- વર્ષ 2018ના વિધેયક ક્રમાંક 34નું સન 2018 ગુજરાત અશાંત વિસ્તારમાં સ્થાવર મિલકતોની તબદિલી પર પ્રતિબંધ મુકવા તથા તે જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા માટેની જોગવાઈ (રદ કરવા) બાબતે વિધેયક
- વર્ષ 2018ના વિધેયક ક્રમાંક 21નું સન 2018 ગુજરાત સ્માર્ટ સીટી વિકાસ સત્તામંડળ વિધેયક