ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા તમામ ઘરમાં 24 કલાક વીજ આપવાનું સૂત્ર આપ્યું છે. ત્યારે રાજ્ય સરકારની વીજ કંપનીઓ પૂરતા પ્રમાણમાં વીજ ઉત્પાદન કરે છે પરંતુ લોકોને જોઈએ તે રીતે નહીં. કેપેસિટી ન હોવાના કારણે સરકાર દ્વારા ખાનગી કંપનીઓ સાથે પણ કદાચ કરવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકારના ઊર્જાવિભાગ દ્વારા અદાણી વીજ કંપની સાથે કરાર કરીને જિલ્લા બે વર્ષમાં 8160 કરોડ રૂપિયાની વીજળી ખરીદી હોવાનું વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે.
કેટલા રૂપિયાના ભાવે ખરીદી કરવામાં આવે : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત આહીરે ગુજરાત વિધાનસભાની અદાણી પાવર લિમિટેડ સાથે વીજ કરાર બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારના ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ લેખિતમાં જણાવ્યું હતું કે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા છ ફેબ્રુઆરી 2007 અને 2 ફેબ્રુઆરી 2007 ના રોજ અદાણી પાવર મુદ્રા લિમિટેડ સાથે બીડ 1 અને બીડ 2 અંતર્ગત 2.89 પ્રતિ યુનિટ અને 2.35 પ્રતિ યુનિટના લેવલાઈઝડ ટેરીફે વીજળી ખરીદવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 31 ડિસેમ્બર 2022ની પરિસ્થિતિએ કુલ 8160 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. જેમાં વર્ષ 2021માં 2760 કરોડ અને વર્ષ 2022 માં 5400 કરોડ રૂપિયાની વીજ ખરીદી માટે ચુકવણી કરવામાં આવી છે.
વીજળી ખરીદીની વિગતો :વીજ ખરીદીમાં (યુનિટ મિલિયનમાં) આ વિશે અપાયેલી વર્ષ 2021 અને વર્ષ 2022ની તમામ આંકડાકીય વિગતો જોઇએ.
કુલ ચૂકવણી :જ્યારે વીજ ખરીદીની કરોડો રુપિયાની ચુકવણીના આંકડા પણ મળ્યાં છે. વર્ષ 2021 અને વર્ષ 2022માં કુલ ચૂકવણી જોઇએ.
યુનિટ ચાર્જમાં થયો વધારો : રાજ્ય સરકારના ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ યુનિટ ચાર્જમાં વધારે બાબતે પણ વિગતો પ્રશ્નોત્તરીમાં આપી હતી વર્ષ 2021માં જાન્યુઆરી માસમાં 2.83 રૂપિયા પ્રતિ યુનિટેડ વીજળી ખરીદવામાં આવી હતી. ત્યારે 2021માં ડિસેમ્બરમાં એ જ વીજળીનું યુનિટ 5.40 પૈસે ખરીદવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2022 માં જાન્યુઆરીમાં 5.57 રૂપિયા પ્રતિ યુનિટ વીજ ખરીદવામાં આવી હતી અને ડિસેમ્બર 2022માં રાજ્ય સરકારે પ્રતિ યુનિટના 8.83 રૂપિયાની ચુકવણી કરી હતી. આમ યુનિટ ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.
દરોમાં વધારો મંજૂર કરવામાં આવ્યો : રાજ્ય સરકાર દ્વારા એક ડિસેમ્બર 2018 ના ઠરાવ દ્વારા નીતિ વિશે નિર્ણયથી હાઈ પાવર કમિટીની ભલામણોને થોડા સુધારા સાથે સ્વીકારી વીજ ખરીદીના દરોમાં વધારો મંજૂર કરવામાં આવ્યો હતો અને પાંચ ડિસેમ્બર 2018 ના રોજ અદાણી પાવર સાથે સપ્લીમેન્ટલ ખરાબ સહી કરવામાં આવેલ જે કેન્દ્રીય વીજ નિયમ આયોગ દ્વારા બહાર એપ્રિલ 2019 ના આદેશથી મંજૂર કરવામાં આવ્યું હતું તે મુજબ જ GUVNL દ્વારા 15 ઓક્ટોબર 2018 પછીના સમયગાળા માટે ચુકવણી તે મુજબ જ કરવામાં આવે છે.
આ પણ વાંચો Electricity price rise: બિલ ભરતી વખતે હવે વધારે ચૂકવવાના થશે, મહિને 167.50 કરોડનો બોજ
અન્ય ખાનગી કંપની સાથે કરાર : કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા રાજ્યમાં વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા બાબતે પણ પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે અન્ય ખાનગી કંપની સાથે પણ કરાર કર્યા હોવાથી સામે આવ્યું છે. જેમાં અદાણી મુદ્રા પાવર પ્રોજેક્ટ પાવર ગુજરાત લિમિટેડ ગુજરાત પાવર લિમિટેડ એસીબી ઇન્ડિયા લિમિટેડ સાથે પણ કરાર કરવામાં આવ્યા છે. જેમાં GUVNL નો હિસ્સો ખાનગી કંપની દિઠ અદાણી મુન્દ્રા 2434 મેગા વોટ, એસ્સાર પાવર 1122 મેગાવોટ, કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ 1805 મેગા વોટ અને ACB લિમિટેડ 200 મેગા વોટ હિસ્સો છે.
સરકારી વીજળીમાં એકપણ વોટનો વધારો નથી કર્યો : જ્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં છેલ્લા બે વર્ષમાં એક પણ મેગા વોટનો વધારો કર્યો નથી. વર્ષ 2021 માં પવન ઊર્જામાં 61 મેગાવોટ, સૌર ઉર્જામાં 991 મેગા વોટ અને વેસ્ટ ટુ એનર્જીમાં 7.5 મેગાવોટનો વધારો કર્યો છે. જ્યારે 2022માં ફક્ત સૌર ઊર્જામાં 919 મેગા વોટ નો વધારો કર્યો છે. ઉપરાંત ખાનગી ક્ષેત્રે સરકારે વર્ષ 2022માં એસ્સાર પાવર પાસેથી 122 મેગા વોટ અને અદાણી મુન્દ્રા પાવર પાસે 1234 મેગા વોટનો વધારો કરવામાં આવ્યો હોવાનું ગૃહમાં સરકારે જવાબ આપ્યો હતો.