ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસ દ્વારા (Gujarat Assembly 2022) અનેક મુદ્દાઓ અને યોજનાઓ બાબતે પ્રશ્ન કરવામાં આવે છે. જે બાબતે રાજ્ય સરકાર પ્રશ્નોત્તરીમાં લખી જવાબ આપશે ત્યારે આજની પ્રશ્નોત્તરી રાજ્યની સરકારી આઈ.ટી.આઈમાં (ITI in Gujarat )પણ 60 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે સાથે જ ગુજરાતમાં બ્લેક ફિલ્મ લગાવીએ ગુનો છે. ગુજરાત પોલીસ( Gujarat Police)છેલ્લા બે વર્ષમાં બ્લેક ફિલ્મ લગાવેલી કાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસૂલ કરે છે આ ઉપરાંત અનેક વિભાગોમાં બજેટની ફાળવણી ઓછી હોવાના આક્ષેપો પણ કોંગ્રેસે પ્રશ્નોત્તરી કર્યા હતા ત્યારે જુઓ કોંગ્રેસના સવાલ અને ભાજપના જવાબ.
ITi માં 59 ટકા જગ્યાઓ ખાલી - વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા સહિત અનેક કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારી ITI ના મંજુર મહેકમ અંગેના પ્રશ્નો કર્યા હતા. જેમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 289 સરકારી આઇ.ટી.આઇ. આવેલ છે. જે પૈકી 4106 જગ્યાઓ ભરાયેલ છે અને 5874 જગ્યાઓ ખાલી છે, આમ શ્રમ અને રોજગાર વિભાગ રોજગારી પુરી પાડે છે અને એ વિભાગની સંસ્થામાં 59 ટકા એટલે કે 5874 જગ્યાઓ ખાલી હોવાનું વિગતો સામે આવી છે.
વિભાગોમાં બજેટ ઓછું ફાળવણી - અનેક વિભાગોમાં બજેટ ઓછું ફાળવણી કરાઈ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા સહિત અન્ય ધારાસભ્યોએ અલગ અલગ વિભાગના બજેટની ફાળવણી બાબતે પ્રશ્ન કરવામાં આવ્યા હતા જેમાં પ્રવાસન, પંચાયત, મત્સ્યોદ્યોગ, નાગરીક ઉડ્ડયન, કલ્પસર, વાહનવ્યવહાર, કુટીર ઉદ્યોગ, શ્રમ અને રોજગાર, યાત્રાધામ વિકાસ, માર્ગ અને મકાન, મીઠા ઉદ્યોગ અને સહકાર પ્રભાગ, વિભાગમાં નાણાકીય વર્ષ 2 અને 2019-20 અને 2020 -21માં કરવામાં આવેલ જોગવાઈની સામે રૂપિયા 436877.72 લાખની ઓછી ફાળવણી કરવામાં આવી અને ફાળવણી કરવામાં આવેલ રકમ પૈકી રૂપિયા 274364.90 લાખની રકમ વણવપરાયેલ રહી. બે વર્ષમાં બજેટમાં કરવામાં આવેલ જોગવાઈની સામે રૂપિયા 711242.62 લાખની ઓછી ફાળવણી અને વણવપરાયેલ રકમ રહી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: કોંગ્રેસના ધારાસભ્યો પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાને પગલે સાયકલ લઈને પહોંચ્યા વિધાનસભા
ક્યારે બનશે અમદાવાદ પશ્ચિમ રેલવેનું વડું મથક - કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે પશ્ચિમ રેલવેનું વડુમથક અમદાવાદ ખસેડવા બાબતે સરકારે કેટલી રજુઆત કરવામાં તેના પ્રતિઉત્તરમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સામે પડતર પ્રશ્નો પૈકી પશ્ચિમ રેલવેનું વડુમથક અમદાવાદ ખાતે ખસેડવા અંગે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ તા 4 જાન્યુઆરી 2020ના પત્રથી પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ખાતે સક્ષમ ઓથોરિટીના કરવાની માંગણી કરવામાં આવી હતી ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા પુનઃ કોઈ રજૂઆત કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: ઉર્જા પ્રધાન કનું દેસાઈનું નિવેદનમાં AC ઓછું વાપરોની સલાહ, જેથી વીજળીનો બચાવ થાય
સફેદ હેડલાઈટ ધરાવતા વાહનો ગેરકાયદેસર - કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુસડીયાએ વાહનોમાં ગેરકાયદેસર હેડલાઈટ બાબતે પ્રશ્ન કર્યા હતા. જેમાં રાજ્યમાં મોટર વાહનોમાં સરકારી તથા ખાનગી વાહનોમાં ગેરકાયદેસર રીતે વ્હાઈટ (એલઈડી) લાઈટ લગાવડી હોવાની હકીકતથી રાજ્ય સરકાર વાકેફ છે. લાખો વાહનોમાં વ્હાઈટ લાઈટના કારણે વાહનચાલકોમાં દેખાવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. તેમ છતાં બે વર્ષમાં માત્ર 3792 વાહનો સામે જ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા આવા વાહન ચાલકો સામે કડક હાથે કામગીરી લેવામાં આવતી નથી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યા હતા.
ડાર્ક ફિલ્મમાં કરોડો રૂપિયા દંડ વસુલવામાં આવ્યો - અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ કારની ડાર્ક ફિલ્મ બાબતે પ્રશ્નો કર્યા હતા. જેમાં રાજ્યમાં મોટર વાહનોમાં સરકારી અને ખાનગી વાહનોમાં કાચમાં ડાર્ક ફિલ્મ લગાડી ગુનો છે ત્યારે છેલ્લા બે વર્ષમાં 1,37,801 વાહનોમાંથી ડાર્ક ફિલ્મ લગાવેલ વાહનો સામે કાર્યવાહી કરી 9,96,99,280 માંડવાળ કરવામાં આવી છે. જ્યારે જુ પણ લાખો વાહનોમાં ડાર્ક ફિલ્મ લગાવેલ છે તેની પોલીસ દ્વારા સખત ચેકીંગ હાથ ધરીને દૂર કરવામાં આવતી નહિ હોવાનો આક્ષેપ શેખે કર્યા હતા.
મેડિકલ વિભાગમાં ઉચ્ચ કક્ષાએ જગ્યાઓ ખાલી - ઉનાના ધારાસભ્ય પુંજા વંશે રાજ્યમાં ઔદ્યોગિક એકમોમાં તબીબી અધિકારીઓની જગ્યા બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકાર તરફથી ઉત્તર આપ્યો હતો કે રાજ્યમાં ઔદ્યોગિક એકમો માટે ડેપ્યુટી ડાયરેકટર (મેડિકલ) સહિત તબીબી અધિકારીઓની 26 જગ્યાઓ મંજૂર થયેલ છે તે પૈકી માત્ર 6 જગ્યાઓ જ ભરાયેલ છે અને 20 જગ્યાઓ વર્ષોથી ખાલી છે. ખાલી જગ્યાઓ પૈકી અમુક જગ્યાઓ તો 2007 થી ખાલી છે તેમ છતાં આવી મહત્વની જગ્યાઓ ભરવામાં આવતી નથી.
રાજ્યમાં શ્રમિકોની સંખ્યા થઈ જાહેર - પુંજા વંશે રાજ્યમાં નોંધાયેલા શ્રમિકો માટેનો પ્રશ્ન કર્યો હતો જેમાં રાજ્યમાં 7,23,210 શ્રમિકો નોંધાયેલા છે તેમાં રાજ્યના 7,21,624 તથા રાજ્ય બહારના 1586 શ્રમિકોનો સમાવેશ થાય છે. આ શ્રમિકો માટે રાજ્યમાં વિવિધ 13 યોજનાઓ અમલમાં છે. રાજ્યમાં બાંધકામ મજૂરોના સેસના કાયદા મુજબ વેલ્ફેર ફંડમાં સેસની કુલ રૂપિયા 3852.78 કરોડ જેટલી માતબર રકમ જમા છે.