ગાંધીનગર : ગુજરાત ગૌણ સેવા આયોગના ચેરમેન આજે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મુખ્યપ્રધાન દ્વારા તેમનું તેળુ પાઠવવામાં આવ્યું હતું. પેપરલીક કાંડ બાદ પ્રથમ વખત મુખ્યપ્રધાન (Chief Minister Bhupendra Patel)સાથે અસિત વોરાની સ્વર્ણિમ સંકુલ 1માં બેઠક કરવામાં આવી હતી. આ બધા વચ્ચે અસિત વોરાના રાજીનામાંની ચર્ચાએ જોર પકડ્યું હતું, જેમાં કૉંગ્રસ અને આમ આદમી પાર્ટી દ્વારા અસિત વોરાના રાજીનામાંની પણ માંગ( Also demand resignation of Asit Vora)કરવામાં આવી હતી.
અસિત વોરાના રાજીનામાની માંગ
જ્યારે રાજ્યમાં તેમના રાજીનામાંની માગ હતી.પરતું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની બેઠક બાદ અસિત વોરાએ નિવેદન આપ્યું કે તેઓ મુખ્યપ્રધાનની ફક્ત શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. પેપર લીક બાદ રાજ્ય ભરમાં તેના પડઘા પડી રહ્યા છે અને સૂર્યા પેપર પ્રિન્ટીંગ પ્રેસના માલિક સાથે પણ તેમનો નાતો હાવાની વાત પણ સામે આવી અને એક બાદ એક આરોપી ઓની ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે મુખ્ય પ્રધાન સાથેની અસિત વોરાની શુભેચ્છા મુલાકાત સૌ કોઈના આંખમાં ખૂચી રહી છે.
હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક
હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (BJP state president CR Patil) જણાવ્યું હતું કે, આવા પેપર લીક થાય તે માટે દરેક પાર્ટીઓને હક છે કે તેઓ વિરોધ કરે પરંતુ તેમને સત્યાગ્રહ છાવણીની જગ્યાએ કમલમ આવીને ખોટો વિરોધ કર્યો હતો. વિરોધ કરવાની એક રીત હોય ત્યારે આ પ્રકારની ઘટનાને હું વખોડી કાઢુ છું.બીજી તરફ સી.આર પાટીલે અસિત વોરાની તારીફ કરતા નજરે આવ્યા હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે, અસિત વોરા પાર્ટીના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. પરંતુ જો તેમની પણ પેપર લિકમાં સંડોવણી હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત ગૃહ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત
હેડ ક્લાર્કની પરીક્ષા (GSSSB Head Clerk Exam 2021)માં પેપર ફૂટવાના પગલે ગુજરાત ગૃહ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામા આવી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (Harsh sanghvi on paper leak)એે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે, પાયા સુધીની તાપસ કરવામાં આવી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પ્રિન્ટ પ્રેસના કર્મચારીઓની વિરુદ્ધ પણ કડક પગલાં ભરવામાં આવશે.
આ પણ વાંચોઃ GSSSB Head Clerk Exam 2021: હર્ષ સંઘવીની જાહેરાત, હેડ ક્લાર્કની પરીક્ષા રદ
આ પણ વાંચોઃ પેપર લિકમાં સંડોવાયેલા કોઈ પણ ગુનેગારને છોડવામાં નહિ આવે: પાટીલ