ગાંધીનગર : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના પૂર્વ ચેરમેન દિનેશ દાસાની આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. દિનેશ દાસાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. ત્યારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે શપથ લીધા બાદ દિનેશ દાસાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, હું અતૂટ સમર્પણ અને ઇમાનદારી સાથે આપણા રાષ્ટ્રની પ્રગતિમાં પૂરા દિલથી યોગદાન આપવા માટે તૈયાર અને ઉત્સાહી છું.
-
I am honoured and humbled to share that the Hon’ble President has appointed me as a member of the UPSC. This opportunity is an extension of work I did when I headed the GPSC.
— Dr. Dinesh Dasa (@dineshdasa1) September 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
At this important moment of my life, I extend my heartfelt gratitude and thanks to Hon'ble Prime… pic.twitter.com/AOyNzcQ9Qn
">I am honoured and humbled to share that the Hon’ble President has appointed me as a member of the UPSC. This opportunity is an extension of work I did when I headed the GPSC.
— Dr. Dinesh Dasa (@dineshdasa1) September 29, 2023
At this important moment of my life, I extend my heartfelt gratitude and thanks to Hon'ble Prime… pic.twitter.com/AOyNzcQ9QnI am honoured and humbled to share that the Hon’ble President has appointed me as a member of the UPSC. This opportunity is an extension of work I did when I headed the GPSC.
— Dr. Dinesh Dasa (@dineshdasa1) September 29, 2023
At this important moment of my life, I extend my heartfelt gratitude and thanks to Hon'ble Prime… pic.twitter.com/AOyNzcQ9Qn
દિનેશ દાસાની સફળ કારકિર્દી : યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં સભ્ય તરીકે નિયુક્ત થયેલ દિનેશ દાસા અગાઉ GPSC ચેરમેન હતા. દિનેશ દાસાએ છ વર્ષ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે ફરજ અદા કરી છે. તેઓએ GPSC ચેરમેન તરીકે છ વર્ષમાં રાજ્યમાં અલગ અલગ કેડરની 24,000 પદ માટેની 827 જેટલી પરીક્ષાની જાહેરાત અને પ્રક્રિયાને સફળતા પૂર્વક પૂર્ણ કરી છે. જેમાં 60 લાખથી વધારે યુવક-યુવતીઓએ પરીક્ષા પણ આપી હતી.
યુપીએસસીના સભ્ય તરીકે હું મીડિયામાં કોઈપણ પ્રકારનું નિવેદન આપી શકું નહીં, પરંતુ અભિનંદન સ્વીકારું છું. -- દિનેશ દાસા
સ્વચ્છ છબી ધરાવતા અધિકારી : દિનેશ દાસા છ વર્ષ સુધી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે રહ્યા છે. ત્યારે એક પણ પરીક્ષાના પેપરમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું નથી. સ્પષ્ટ અને સાફ છબીના કારણે જ તેઓને યુપીએસસીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.