ETV Bharat / state

GPSCની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી - Gujarat Public Service Commission

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી દિવસોમાં યોજાનારી 6 કેટેગરીની GPSCની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયઓ છે.

GPSCની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી
GPSCની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવીGPSCની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી
author img

By

Published : Jul 27, 2021, 9:07 AM IST

  • GPSCની 6 કેટેગરી પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ
  • ઑગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં લેવાની હતી પરીક્ષા
  • તૈયારીઓ કરતાં વિદ્યાર્થીઓને હજુ વધુ રાહ જોવી પડશે

ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અગત્યની જાહેરાત કરવામાંં આવી છે. GPSCની પરીક્ષાઓને લઈને આગામી બે મહિનાઓમાં પરીક્ષા લેવાની હતી. જે પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.

આ પણ વાંચ: 2019 પરીક્ષાર્થીઓએ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા આપી

GPSCની ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લેવાનારી પરીક્ષા મોકૂફ

પ્રધ્યાપક મેડિસિન ઇમર્જન્સી વર્ગ-1, સહ પ્રધ્યાપક મેડિસિન ઇમર્જન્સી વર્ગ-1, પ્રધ્યાપક ફેમિલી મેડિસિન વર્ગ-1, મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, સહિતની 6 જેટલી પરિક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ 6 પરીક્ષાઓ ઓગસ્ટ મહિનામાં તેમજ સપ્ટેમ્બર મહિનામાં લેવાની હતી. ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે, જેઓ પરીક્ષાની પહેલાથી જ તૈયારીઓ કરતા હતા. જેથી આ વિદ્યાર્થીઓએ હજુ વધુ સમય રાહ જોવી પડી શકે છે. GPSCની પરીક્ષાઓ આ પહેલા પણ ઘણી વાર અલગ-અલગ કારણોસર મોકૂફ રાખવામાં આવી છે. જેના કારણે તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને રાહ જોવી પડતી હોય છે. જોકે એક રીતે કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ માટે વધુ સમય મળી રહેશે.

આ પણ વાંચો: રાજકોટમાં GPSCની વર્ગ-2 RFOની પરીક્ષામાં 30 ટકા વિદ્યાર્થીઓ જ હાજર

6 કેટેગરીની પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય

જુદી-જુદી કેટેગરીમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2021માં લેવાનારી પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવી છે ગુજરાત જાહેર સેવા આયોગ એ અંગે પરિપત્ર પણ જારી કર્યો છે જેમાં જુદી-જુદી 6 કેટેગરીની પરીક્ષાઓનો ઉલ્લેખ પણ પરિપત્રમાં કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.