આચાર્ય દેવવ્રતને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસસે રાજભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. આ સમયે રાજ્યના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલી હાજર રહ્યા હતા. શપથ વિધિ દરમિયાન રાજભવન ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, વિધાનસભા ગૃહમાં અદયક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત રાજ્યના તમામ પ્રધાનો હાજર રહ્યા હતા.
શપથવિધિ પહેલા રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન સિંહે રાષ્ટ્રપતિ દ્વારા જાહર કરાયેલા રાજ્યપાલ નિમણૂંક પત્રનું વાંચન તેમજ શપથ વિધિનું સંચાલન કર્યું હતું. નવનિયુક્ત કરવામાં આવેલા રાજ્યપાલ દેવ વ્રત આચાર્ય આર્ય સમાજના પ્રચારક છે. આચાર્ય હિમાચલના રાજ્યપાલ સાથે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીના ચાન્સેલર પણ રહી ચૂક્યા છે. તેઓ પ્રમાણિકતા અને ડિસપ્લીન માટે જાણીતા છે.