ETV Bharat / state

65 લાખ પરિવારોને 1 હજાર રૂપિયા રોકડ સહાય તેમના ખાતામાં સરકાર આપશે

કોરોના વાઇરસને લઈને સમગ્ર રાજ્યમાં કહેર છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા અસંગઠિત કામદારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં રાજ્યના 65 લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠિત કામદારો બાંધકામ શ્રમિકો માટે આર્થિક સહાયનું રૂપિયા 650 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

65 લાખ પરિવારોને 1 હજાર રૂપિયા રોકડ સહાય તેમના ખાતામાં સરકાર આપશે
65 લાખ પરિવારોને 1 હજાર રૂપિયા રોકડ સહાય તેમના ખાતામાં સરકાર આપશે
author img

By

Published : Apr 2, 2020, 10:21 AM IST

Updated : Apr 2, 2020, 2:35 PM IST

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જાહેર કર્યું હતું કે, આજથી રાજ્યના ગરીબ શ્રમજીવી અસંગઠિત કામદારો બાંધકામ શ્રમિકો એવા 65 લાખ પરિવારોને વિના મૂલ્યે અનાજનું વિતરણ શરૂ થયું છે. આજે એક જ દિવસમાં અંદાજે 10 લાખથી વધુ લોકોને અનાજ મળી પણ ગયું છે. જ્યારે રાજ્ય સરકારે કોરોનાની સ્થિતીમાં આર્થિક સહાય રૂપ થવા આવા 65 લાખ પરિવારોને 1 હજાર રૂપિયા રોકડ સહાય તેમના ખાતામાં સરકાર આપશે તેવો મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે.

65 લાખ પરિવારોને 1 હજાર રૂપિયા રોકડ સહાય તેમના ખાતામાં સરકાર આપશે
સીએમ રૂપાણીએ પશુઓ પ્રત્યે અનોખી સંવેદના પ્રવર્તમાન સ્થિતીમાં દર્શાવી એક મહત્વ પૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યમાં આવેલી રજિસ્ટર્ડ ગૌ શાળાઓ અને પાંજરાપોળના પશુઓને હાલની પરિસ્થિતિમાં પૂરતો ઘાસચારો મળી રહે અને આવા પાંજરાપોળ ગૌ શાળા સંચાલકો આર્થિક સંકડામણ ન અનુભવે તેવા ઉદ્દાત અભિગમ સાથે આ નિણર્ય તેમણે કર્યો છે. આ નિણર્યની જાહેરાત કરતા કહ્યું કે રાજ્યની રજિસ્ટર્ડ ગૌ શાળા પાંજરાપોળના આશરે 4 લાખ જેટલા પશુઓ માટે એપ્રિલ મહિના પૂરતું પશુ દીઠ દૈનિક 25 રૂપિયા સહાય રાજ્ય સરકાર આપશે. આ સહાય આપવાને કારણે રાજ્ય સરકાર પર રૂપિયા 30થી 35 કરોડનો અંદાજિત વધારાનો બોજ થશે.

Last Updated : Apr 2, 2020, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.