ETV Bharat / state

સરકારે પાણીનો ઉપયોગ ભ્રષ્ટાચાર કરવા માટે કર્યો છે :શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ રાજ્યમાં પાણીની તંગીને લઈને નાગરિકો તોબા પોકારી ગયા છે. પીવાના પાણીના પણ લોકોને ફાંફા પડી રહ્યા છે. ત્યારે હવે NCP દ્વારા સરકાર સામે પાણી બાબતે મોરચો ખોલવામાં આવ્યો છે. આજે શુક્રવારે NCPના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં રાજ્યના નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તે માટે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, રાજયપાલને મળીને અમે રજૂઆત કરી છે કે, તેઓ પાણી મુદ્દે સરકાર ઉપર દબાણ લાવે. સરકારે પાણીનો ઉપયોગ માત્ર ભ્રષ્ટાચાર કરવા કર્યો છે.

GUJARAT
author img

By

Published : May 17, 2019, 9:32 PM IST

નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) દ્વારા આજે ગુજરાતમાં પાણીની પ્રવર્તમાન સ્થિતિને લઈને રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં NCPના ધારાસભ્ય જયંત પટેલ, રેશ્મા પટેલ સહિતના પાર્ટીના આગેવાનો જોડાયા હતા. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, રાજ્યમાં પાણીની સ્થિતિ વિકટ બની ગઈ છે. નર્મદા કેનાલ પર પાણીની ચોરી અટકાવવા માટે પોલીસ ગોઠવવામાં આવી છે, ત્યારે અમે રાજ્યપાલને રજૂઆત કરી છે કે તેઓ સરકાર પર દબાણ લાવે. કેનાલ ઉપર પોલીસ ઉઠાવી લઇને નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે. સરકાર માર્કેટિંગ વાળી છે, પીવાના પાણીને લઇને ડ્રામાબાજી કરે છે. સી પ્લેન ઉતારવા માટે પાણીનો ઉપયોગ કરે છે, પરંતુ નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડી શકતી નથી. અમારા દ્વારા રાજ્યમાં પ્રવાસ કરવામાં આવ્યો છે. જેમાં 60% ટકા ગામડામાં પીવાના વિકટ સ્થિતિ જોવા મળી છે.

સરકારે પાણીનો ઉપયોગ ભ્રષ્ટાચાર કરવા માટે કર્યો છે :શંકરસિંહ વાઘેલા

સરકારના અનઘડ આયોજનથી રાજ્યની 60 ટકા વસતી આજે પાણી વગર બેહાલ છે. ઘણી જગ્યાએ 7 દિવસે પાણી મળી રહ્યું છે, બનાસકાઠામાં 100 જેટલી ગાય પીવાના પાણી અને ઘાસચારાના અભાવથી મૃત્યુ પામી છે. પાણીની સમસ્યા દૂર કરવા માટે NGOના લોકોને સામેલ કરી TDO અને મામલતદારની અધ્યક્ષતામાં પાણી મુદ્દે નક્કર આયોજન થવું જોઈએ.

Intro:હેડિંગ) સરકારે પાણીનો ઉપયોગ ભ્રષ્ટાચાર કરવા માટે કર્યો છે : શંકરસિંહ વાઘેલા

ગાંધીનગર,

રાજ્યમાં પાણીની તંગીને લઈને નાગરિકો તોબા પોકારી ગયા છે. પીવાના પાણીના પણ લોકોને ફાડી રહ્યા છે. ત્યારે હવે એનસીપી દ્વારા સરકાર સામે પાણી બાબતે મોરચો ખોલવામાં આવ્યો છે. આજે શુક્રવારે એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં રાજ્યના નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તે માટે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શંકર સિંહ વાઘેલાએ કહ્યુ કે રાજપાલ ને અમે મળીને રજૂઆત કરી છે કે, તેઓ પાણી મુદ્દે સરકાર ઉપર દબાણ લાવે. સરકારે પાણીનો ઉપયોગ માત્ર ભ્રષ્ટાચાર કરવા કર્યો છે.

Body:નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) દ્વારા આજે ગુજરાતમાં પાણીની પ્રવર્તમાન સ્થિતિને લઈને રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં એનસીપીના ધારાસભ્ય જયંત પટેલ, રેશમા પટેલ સહિતના પાર્ટીના આગેવાનો જોડાયા હતા. શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે રાજ્યમાં પાણીની સ્થિતિ વિકટ બની ગઈ છે. નર્મદા કેનાલ ઉપર પાણીની ચોરી અટકાવવા માટે પોલીસ ગોઠવવામાં આવી છે. ત્યારે અમે રાજ્યપાલને રજૂઆત કરી છે કે તેઓ સરકાર ઉપર દબાણ લાવવામા આવે. કેનાલ ઉપરની પોલીસ ઉઠાવી લઇને નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે સરકાર માર્કેટિંગ વાળી છે. પીવાના પાણીને લઇને ડ્રામાબાજી કરે છે. સી પ્લેન ઉતારવા માટે પાણીનો ઉપયોગ કરે છે. પરંતુ નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડી શકતી નથી. અમારા દ્વારા રાજ્યમાં પ્રવાસ કરવામાં આવ્યો છે. જેમાં 60% ટકા ગામડામાં પીવાના વિકટ સ્થિતિ જોવા મળી છે.

Conclusion:રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી ભાજપ સરકાર એક ધારુ શાસન કરી રહી છે. પરંતુ તેના અનધડ આયોજનથી રાજ્યની 60 ટકા વસતી આજે તરસે મરી રહી છે. રાજ્યના છેવાડાના વિસ્તારોમાં ત્રણ ત્રણ દિવસે પાણી મળી રહ્યું છે ત્યારે શુ સરકારનો 25 વર્ષનો વિકાસ છે ?. પાણીની સમસ્યા દૂર કરવા માટે એનજીઓના લોકોને સામેલ કરી ટીડીઓ અને મામલતદાર ની અધ્યક્ષતા માં પાણી મુદ્દે નક્કર આયોજન કરવામાં આવવું જોઈએ દલિતો ઉપર થઈ રહેલા અત્યાચાર વરઘોડા રોકવાના બનાવને લઈને કહ્યું કે દલિત ના માતા-પિતાને પોતાના દીકરા નો વરઘોડો નીકળે તે માટે આનંદ ના હોય આ બાબતના જનક બીજેપીના લોકો છે. જ્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું કે આગામી સરકાર ભાજપની જ બનશે તેને લઇને કહ્યું કે હવે મામાનૂઘર દૂર નથી આગામી 23 તારીખે પરિવર્તન નહીં પરંતુ પુનરાવર્તન થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.