ETV Bharat / state

દલિત શિક્ષકને ઘર ન મળતા સરકારના શરણે, તપાસના આદેશ - Elementary school

ગુજરાતના સુરેન્દ્રનગર(Surendranagar) ખાતે ચુડાના છત્રીયાળા ગામ ખાતે રહેતા એક પ્રાથમિક શિક્ષક(Primary teacher)ને જાતે દલિત હોવાના કારણે તેમને રહેવાનું મકાન મળતું થતું નથી. જેથી તેઓને રોજ 70 કિલોમીટરનો પ્રવાસ કરીને પોતાની ફરજ બજાવવા જાય છે.

સુરેન્દ્રનગરના ગ્રામ્યમાં દલિત શિક્ષકને ધર ન મળતા સરકારના દરવાજા ખટખટાયા, સરકારે આપ્યા તપાસના આદેશ

author img

By

Published : Nov 1, 2021, 1:42 PM IST

Updated : Nov 1, 2021, 9:52 PM IST

  • રાજ્યમાં ફરી દલિત વિરોધી ઘટના આવી સામે
  • શિક્ષકને નથી મળી રહ્યું રહેવા માટે ઘર
  • શિક્ષકે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને કરી રજૂઆત

ગાંધીનગરઃ સુરેન્દ્રનગરની (Surendranagar) એક ધટના સામે આવી છેે સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના છત્રીયાળા ગામના રહેવાસી કનૈયાલાલ બારૈયા કે જેઓ શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે અને પોતાના ગામથી 70 કિલોમીટર દુર આવેલ નીનામા ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શાળા(Primary Teacher)માં તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. પરંતુ તેઓની બદલી થતા રહેવામાં માટે સરળતા રહે તે માટે શાળાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેવાનું ઘર શોધ્યું હતું પણ આ ગ્રામ્ય વિસ્તારોમાં એક પણ દલિતના ઘર ના હોવાના કારણે તેમજ આ ગ્રામ્ય વિસ્તારોમાં ભાડે ઘર મળતું નથી.

દલિત શિક્ષકને ઘર ન મળતા સરકારના શરણે

વિભાગે ફરિયાદના આધારે શિક્ષકની બદલી કરી

કનૈયાલાલ બારૈયાની ફરિયાદ હતી કે, તેઓ જ્યાં ફરજ બજાવતા હતા, ત્યાં તેમની જાતિને કારણે કોઈ પણ વ્યક્તિ તેને ભાડે મકાન આપતું ન હતું, આથી તેમણે 14 ઓગસ્ટ 2019માં ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આ બાદ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા પરિસ્થિતિ તેની તે જ રહી હતી. આ બાદ તેમણે શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાય વિભાગમાં જિલ્લા સ્તરે અરજી કરી રજૂઆત કરી હતી. હાલ, આ મામલો પ્રકાશમાં આવતા શિક્ષણ વિભાગ દ્વારા કનૈયાલાલ બારૈયાની ફરિયાદના આધારે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, 2019થી લઈને પોલીસે કઈ રીતે કાર્યવાહી કરી તે બાબતે સરકાર દ્વારા પોલીસ સમક્ષ વિગતો માંગવામાં આવી છે.

સામાજિક ન્યાય વિભાગમાં જિલ્લા સ્તરે અરજી કરી રજૂઆત

તમામ વિભાગમાં કરાઈ છે અરજી

શિક્ષકને ઘર પ્રાપ્ત ન થવા બાબતે રાજ્યના સામાજીક અને ન્યાય વિભાગના કેબિનેટ પ્રધાન પ્રદીપસિંહ પરમારે(Pradeep Singh) ETV Bharatને જણાવ્યું હતું કે, દેશના બંધારણ (Constitution of India) માં દરેક નાગરિકને ગમે ત્યાં રહેવાનો હક આપવામાં આવ્યો છે. ત્યારે આ ઘટના મારા ધ્યાને આવી છે. તમામ વિભાગમાં પોતાની આપવીતી દર્શાવતી અરજી પણ કરી છે જ્યારે તેઓએ મને પણ ટેલિફોનિક જાણ કરીને પોતાની આપવીતી કહી હતી ત્યારે મેં તમામ અધિકારીઓને આ બાબતે તપાસના આદેશ આપ્યા છે અને વેલીમાં વહેલી તકે શિક્ષકના પ્રશ્નોનું નિરાકરણ આવે તે બાબતની વિભાગને સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત જરૂર પડશે તો શિક્ષકની જે તે જગ્યાએ બદલી પણ કરી આપવામાં આવશે.

DPEO એ આક્ષેપો નકારી કાઠ્યા

આ અંગે વધુ માહિતી માટે ETV Bharat દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક કરતા તેઓએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને શિક્ષકની બદલી તેઓના હાથમાં નહીં હોવાનું અને અસ્પૃશ્યતા અંગે પણ તપાસ કરવાની ખાતરી આપી હતી.

ફરિયાદીના નંબર સેવ કરીને ફરિયાદનું નિરાકરણ કરવામાં આવે છે : પ્રદીપસિંહ પરમાર

ETV Bharat સાથે રાજ્યના કેબિનેટ પ્રધાન પ્રદીપસિંહ પરમારે ટેલિફોનિક વાતચીત કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સરકારી નંબર ઉપર અને તેમના ઉપર પણ અનેક ફોન દ્વારા ફરિયાદો પ્રાપ્ત થઇ રહી છે, ત્યારે આ અનેક ફરિયાદોના આધારે ફરિયાદીનો નંબર સેવ કરીને તંત્ર દ્વારા એક આંકડો બહાર પાડવામાં આવે છે. આમ, તે ફરિયાદ નંબરના આંકડાના આધારે જ ફરિયાદીનો નંબર સેવ કરવામાં આવે છે અને ત્યારબાદ ગણતરીના દિવસો બાદ તે ફરિયાદનો જે તે અધિકારી દ્વારા શું પગલા લેવામાં આવ્યા છે, તેની તપાસ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ વડોદરાની પાર્થ સ્કૂલમાં વિદ્યાર્થીઓને રાજકારણના પાઠ શીખડાવતા શિક્ષકે શિક્ષણને કર્યુ રમણ ભમણ

આ પણ વાંચોઃ 11 વર્ષીય વિદ્યાર્થીની સાથે છેલ્લા દોઢ મહિનાથી શારીરિક અડપલા કરનાર શિક્ષકની ધરપકડ

Last Updated : Nov 1, 2021, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.