- ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 3 ઓક્ટોમ્બરે યોજાશે ચૂંટણી
- આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ગોપાલ અટાલિયા સાથે એક ખાસ મુલાકાત
- ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે
ગાંધીનગર: ગુજરાત રાજકારણમાં મોટી ગડમથલ ચાલી રહી હતી. પૂર્વ મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ અચાનક કેબીનેટ સાથે રાજીનામું આપતા નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને બનાવવામાં આવ્યા છે. રાજકારણના ગરમાવામાં અગમી 3 ઓક્ટોબરના રોજ ગુજરાતની રાજધાની ગાંધીનગર, મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાવાની છે, આ સંદર્ભમાં ઇટીવી ભારત સંવાદદાતા રોશન આરાએ આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ગોપાલ અટાલિયા સાથે એક ખાસ મુલાકાત કરી હતી.
મુલાકાત દરમિયાનના પ્રશ્ન
જે મુલાકાત દરમિયાન ગોપાલ ઇટાલિયાને અમુક પ્રકારના સવાલ કરવામાં આવ્યા હતા. કે, આપ પ્રથમ વખત મ્યૂનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જોડાવા જઇ રહ્યા છો ત્યારે તેને લઇને તમારી તૈયારી કેવી છે જેવા સવાલો પૂછવામા આવ્યા હતા.
3 ઓક્ટોબરે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં યોજાશે ચૂંટણી
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 3 ઓક્ટોબરે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં યોજાવાની છે, આ સંદર્ભમાં ઇટીવી ભારત સંવાદદાતા રોશન આરાએ આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ગોપાલ અટાલિયા સાથે એક ખાસ મુલાકાત લીધી છે. આમ આદમી પાર્ટીને ગાંધીનગરમાં પ્રતિસાદ મળી રહ્યો છે કે નહીં?
ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો
તે સવાલના જવાબમાં ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, લોકો ભાજપથી ડરે છે, તેથી તેઓ ખુલ્લેઆમ બહાર નહીં આવે. પરંતુ તેઓ ઝાડુને મત આપશે. લોકો હવે ગાંધીનગરમાં પરિવર્તન ઈચ્છે છે.
આપ અને ભાજપ બાદ કોંગ્રેસે પણ ગાંધીનગર મનપાની આગામી ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા હતા. 1 એપ્રિલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે અંતિમ દિવસે જ કોંગ્રેસે નામ જાહેર કર્યા હતા.
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 18 એપ્રિલના રોજ યોજાવાની છે, ત્યારે કોંગ્રેસે પણ ભાજપ અને આપ પાર્ટી બાદ પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. 11 વોર્ડમાં ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ પાર્ટીએ બે વોર્ડના નામ જાહેર કરવાના બાકી રાખ્યા છે. વોર્ડ નંબર-1 અને વોર્ડ નંબર-6ના ઉમેદવારો હજુ જાહેર થવાના બાકી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં આ નામોની યાદી જાહેર કરવામાં આવી હતી.
- ગાંધીનગર ચૂંટણી માટેની આખરી મતદાર યાદીમાં 2,82,380 મતદારો નોંધાયા
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેની આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ મતદાર યાદીમાં 2,82,380 મતદારો નોંધાયા છે. મહિલા મતદારની સંખ્યા 1,36,993 અને પુરુષ મતદારોની સંખ્યા 1,45,378 છે.
ગાંધીનગર: કોરોનાના વધતા કેસો સામે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 18 એપ્રિલના રોજ યોજવામાં આવશે.જેની આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતની ચૂંટણીના 11 વોર્ડ હશે જેના ટોટલ મતદારોની સંખ્યા 2,82,380 છે. જેમાં મહિલા મતદાતાઓ પણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.