ETV Bharat / state

Gandhinagar News : નાગરિકોની સુખાકારી માટે CM ભૂપેન્દ્ર પટેલે 41.80 કરોડની કરી ફાળવણી

રાજ્યમાં જન સુવિધા વૃદ્ધિના કામો માટે મુખ્યપ્રધાને 41.80 કરોડની ફાળવણી કરી છે. ગાંધીનગર માટે આઉટગ્રોથ વિકાસ માટે અને સુરતમાં તળાવ અને ટ્રાફીક ભારણ લઈને સુવિધામાં વધારો કરવા CMએ મંજૂરી આપી છે. આ ઉપરાંત રાજ્યની બે નગરપાલીકામાં મોડેલ ફાયર સ્ટેશન માટે પણ મંજૂરી આપી છે.

Gandhinagar News : નાગરિકોની સુખાકારી માટે CM ભૂપેન્દ્ર પટેલે 41.80 કરોડની કરી ફાળવણી
Gandhinagar News : નાગરિકોની સુખાકારી માટે CM ભૂપેન્દ્ર પટેલે 41.80 કરોડની કરી ફાળવણી
author img

By

Published : Jun 1, 2023, 9:26 PM IST

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા શહેરના વિકાસ માટે ખાસ સ્વર્ણિમ ગુજરાત મુખ્યપ્રધાન વિકાસ યોજના અમલ કરવામાં આવી છે. જેના પગલે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નગરો-મહાનગરોમાં વસતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ઇઝ ઓફ લિવીંગને વેગ આપવાની નેમ રાખી છે. મહાનગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વિકાસ કામો તેમજ શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં જન સુવિધા વૃદ્ધિના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાંટ ફાળવણીનો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે.

ગાંધીનગરમાં 5.11 કરોડ ફાળવણી : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાને આઉટ ગ્રોથ યોજનામાં 5 કરોડ 11 લાખના કામો હાથ ધરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ માફરતે રજૂ કરેલી આ અંગેની દરખાસ્ત તેમણે મંજૂર કરી છે. આ સૈદ્ધાંતિક અનુમતિને પરિણામે હવે ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ભાઇજીપૂરા, અમીયાપૂરા, રાયસણ, રાંદેસણ, કોલવડા તેમજ અન્ય ગામોમાં પાણી પુરવઠો પૂરો પાડવા પાણીની ઊંચી ટાંકી બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે.

સુરતમાં થશે હવે તળાવોનો વિકાસ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત સુરત શહેરી વિકાસ સત્તામંડળ સુડાએ ગુજરાત શહેરી વિકાસ મિશન મારફતે રજુ કરેલી તળાવ વિકાસના 10 જેટલા કામોની રૂપિયા 36.39 કરોડની દરખાસ્તને અનુમોદન આપ્યું છે. સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બોર્ડની મંજૂરી મેળવવાની તેમજ આ કામોનું થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરાવવાનું રહેશે એવું પણ નિર્ધારીત કરવામાં આવ્યું છે. ઉપરાંત સુરત મહાનગરના દિન-પ્રતિદિન વધી રહેલા ટ્રાફિક ભારણના યોગ્ય સંચાલન માટે સુરત મહાનગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ મારફત રજુ કરેલી 8 ફલાય ઓવર નિર્માણની 390 કરોડ રૂપિયાની રિવાઇઝ્ડ દરખાસ્તને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

2 નગરપાલિકા બનશે મોડેલ ફાયર સ્ટેશન : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં અગ્નિશમન સેવાઓ વધુ સુદ્રઢ અને સંગીન બનાવવાનો નાગરિક સુવિધા કેન્દ્રી અભિગમ અપનાવ્યો છે. ઉત્તર ગુજરાતની બે નગરપાલિકાઓ પાટણ અને મોડાસામાં જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશન બનાવવા માટે કુલ 10,500 ચોરસ મીટર જમીન ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પાટણ નગરપાલિકાને સાંડેસર પાટી ખાતે 5000 ચોરસ મીટર જમીન તેમજ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાની નગરપાલિકાને 5500 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવશે. પાટણ નગરપાલિકાને જમીનની જંત્રીની કિંમત તેમજ ડી.પી.આર મળીને 7.75 કરોડ અને અરવલ્લીના મોડાસામાં પણ મોડેલ ફાયર સ્ટેશન નિર્માણના ડી.પી.આર સહિતની કામગીરી માટે કુલ 12.16 કરોડ ની મંજૂરી આપવામાં આવી છે.

  1. Gandhinagar News : ગામડાથી લઈને મહાનગર સુધી રોડ નેટવર્કને મજબૂત કરવા 2213.60 કરોડ રૂપિયા મંજૂર
  2. Bhavnagar News : ભાવનગરના વિકાસનો 297 કરોડનો રીંગરોડ 15 વર્ષેથી જમીન પર ઉતર્યો નથી, વિપક્ષનો વાર
  3. Green Hydrogen Project: ગ્રીન હાઇડ્રોજન પાર્કની જમીન ફાળવણી બાબતે સૈદ્ધાંતિક મંજૂરી, ટુંક સમયમાં જાહેર કરાશે નોટિફિકેશન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.