ETV Bharat / state

ચૂંટણીમાં આચારસંહિતાની કુલ 5229 ફરિયાદો, 10 સામે થયા પોલીસ કેસ - કોંગ્રેસ

ગુજરાતમાં 1 ડિસેમ્બરે લોકશાહીનો પર્વ ઉજવણી(celebration of democracy) થવા જઈ રહી છે. આજથી પ્રચાર પડઘમ પણ શાંત(election campaign is quiet) થઈ ચૂક્યા છે. આજથી પ્રથમ તબક્કાના ઉમેદવારો પ્રચાર કરી શકશે નહિ. 4 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી સમગ્ર ગુજરાતમાં આચારસંહિતા લાગુ પડી છે. ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન રાજ્ય ચૂંટણી પંચ પાસે કુલ 5229 જેટલી ફરિયાદો આવી છે, જેમાં ફક્ત 3630 જેટલી ફરિયાદ ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલ C VIGIL એપ્લિકેશનમાંથી(Most complaint in C VIGIL application) પ્રાપ્ત થઈ છે.

ચૂંટણીમાં આચારસંહિતાની 5229 ફરિયાદ
ચૂંટણીમાં આચારસંહિતાની 5229 ફરિયાદ
author img

By

Published : Nov 29, 2022, 9:53 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં 1 ડિસેમ્બરે લોકશાહીનો પર્વ ઉજવણી(celebration of democracy) થવા જઈ રહી છે. આજથી પ્રચાર પડઘમ પણ શાંત(election campaign is quiet) થઈ ચૂક્યા છે. આજથી પ્રથમ તબક્કાના ઉમેદવારો પ્રચાર કરી શકશે નહિ. 4 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી સમગ્ર ગુજરાતમાં આચારસંહિતા લાગુ પડી છે. એક ડિસેમ્બરના રોજ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું 89 બેઠક ઉપર મતદાન(First phase voting) થવાનું છે. ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન રાજ્ય ચૂંટણી પંચ પાસે કુલ 5229 જેટલી ફરિયાદો આવી છે, જેમાં ફક્ત 3630 જેટલી ફરિયાદ ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલ C VIGIL એપ્લિકેશનમાંથી(Most complaint in C VIGIL application) પ્રાપ્ત થઈ છે.

ચૂંટણીમાં આચારસંહિતાની 5229 ફરિયાદ

C VIGIL એપ્લિકેશનમાં સૌથી વધુ ફરિયાદ: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા C VIGIL એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જે એપ્લિકેશન થકી કોઈપણ વિધાનસભાનો મતદાર પોતાના વિધાનસભા વિસ્તારની ફરિયાદ સીધી ચૂંટણી પંચને ઓનલાઈન એપ્લિકેશન મારફતથી જ કરી શકે છે. વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ ફરિયાદ C VIGILએપ્લિકેશનમાંથી જ પ્રાપ્ત થઈ છે. સમગ્ર ચૂંટણીની આચાર સંહિતા દરમિયાન કુલ 5229 ફરિયાદો થઈ છે જેમાંથી 3630 જેટલી ફરિયાદ ઓનલાઈન એપ્લિકેશન મારફતે ચૂંટણી પંચને પ્રાપ્ત થઈ છે. આ બાબતે નાયબ મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી કુલદીપ આર્યાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સૌથી વધુ ફરિયાદ ઓનલાઈન એપ્લિકેશન મારફતે આવી છે. ઓનલાઇન એપ્લિકેશન મારફતે આવતી ફરિયાદને 100 મિનિટમાં કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે રિપોર્ટ અનુસાર ફક્ત 8 જેટલી ફરિયાદ પેન્ડિગ છે.

કુલ 18 ફરિયાદ પેન્ડિંગ: કુલદીપ આર્યએ વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઇન એપ્લિકેશન મારફતે સૌથી વધુ ફરિયાદ પ્રાપ્ત થઈ છે ત્યારે 100 મિનિટની અંદર જે તે ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવે છે. આજ દિન સુધીમાં ફક્ત આઠ જેટલી ફરિયાદ જ પેન્ડિંગ છે જ્યારે અન્ય ફરિયાદોની વાત કરવામાં આવે તો 83 જેટલી ફરિયાદ ટપાલ મારફતે અને મેલ મારફતે મળી છે જેમાં પણ કુલ 8થી 9 જેટલી ફરિયાદ બાકી છે. આમ અત્યાર સુધીમાં આજ દિવસની તારીખમાં રાજ્ય ચૂંટણી પંચને મળેલ ફરિયાદમાં કુલ 18 જેટલી ફરિયાદ જ પેન્ડિંગ છે. જ્યારે તાત્કાલિક ધોરણે આ ફરિયાદનું નિવારણ કરવા માટે પણ ટીમ કાર્યરત છે.

10 ફરિયાદના પોલીસ કેસ:10 જેટલી પોલીસ ફરિયાદ અત્યાર સુધીમાં 5000 થી વધુ ફરિયાદ રાજ્ય ચૂંટણી પંચ અને પ્રાપ્ત થઈ છે. આ ફરિયાદની ધ્યાનમાં લઈને 10 જેટલી એવી ફરિયાદ હતી જે સૌથી ગંભીર હતી ત્યારે આ ફરિયાદને ગંભીરતાથી લઈને 10 જેટલા પોલીસ કેસ પણ કરવામાં આવ્યા છે. સૌથી વધુ ફરિયાદ રેલીમાં પરવાનગી અને પ્રચાર પ્રસારની જ આવે છે જે તાત્કાલિક ધોરણે ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે અને જે સૂચના આપવાની હોય તે સૂચના આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.