ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, કેનાલ ખેડૂતોની જીવાદોરી છે એમ આપણે સૌ માનીએ છીએ. પરંતુ આ કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના જે તાલુકાઓ અછતગ્રસ્ત તરીકે આવરી લેવાયા છે. તે તાલુકાઓ પૈકી એક પણ તાલુકામાં આજદિન સુધી વરસાદ પડ્યો નથી.
વરસાદ નહીં પડવાથી પ્રધાને જાહેરાત કરી હતી કે, અષાઢી બીજના દિવસે ખેડૂતોને પાણી આપશું. ખેડૂતોએ પ્રધાન પર ભરોસો મૂક્યો હતો પરંતુ, ત્યારબાદ એક દિવસ પાણી આવ્યું હતું. મોટાભાગની કેનાલમાં ગાબડા પડયા છે. રાજસ્થાનમાં કેન્દ્રની 45 ટીમ દૂર કરવા માટે કામગીરી કરી રહી છે. જ્યારે બનાસકાંઠાના વાવ વિસ્તારમાં માત્ર સાત ટીમ કામ કરી રહી છે. ત્યારે આ વિસ્તારના લોકોને સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે.
બે વખત અમારા વિસ્તારમાં કૃષિપ્રધાનેએ મુલાકાત લીધી હતી. પાકિસ્તાનથી આવેલા તીડને નિયંત્રણ કરી શક્યા નથી. પાકિસ્તાન બાબતે ભાષણ બહુ થયા છે પરંતુ તીડને કંટ્રોલ કરી શક્યા નથી. બાજુના રાજ્ય રાજસ્થાનમાં 85 ટીમો તીડ નિયંત્રણ કરવા માટે કામે લાગી છે. જ્યારે અમારા વિસ્તારમાં તીડ પ્રભાવિત વિસ્તારમાં માત્ર 5થી 7 ટીમ કાર્યરત છે. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવતી નથી. ત્યારે તીડથી થયેલ ખેડૂતોને નુકસાન બાબતે સહાય આપવામાં આવશે કે કેમ તે અંગે પ્રશ્ન કર્યો હતો. ત્યારે વળતર આપવામાં આવશે નહીં તેમ ગેનીબેને કહ્યું હતું.
આરોગ્ય વિભાગમાં સરકાર દ્વારા 22,400 પગાર આપવામાં આવે છે. એજન્સીઓ કર્મચારીઓને ઓછો પગાર આપે છે. ત્યારે વચ્ચે કોણ મધ્યસ્થી બને છે તેની તપાસ થવી જોઈએ. આઉટ સોર્સીગ કર્મચારીઓને પુરતો પગાર આપવામાં આવતો નથી. આ અંગે જે-તે વિભાગને ધ્યાન દોરવું જોઇએ. તીડ બાબતે ખેડૂતોના હિતમાં આગામી દિવસોમાં નિર્ણય નહીં લેવાય તો સરકારને ભોગવવુ પડશે. તેમ કહીને ગેનીબેને ઉમેર્યું હતું કે, નર્મદા કેનાલમાં અત્યાર સુધી 800 જેટલા લોકોએ આત્મહત્યા કરી છે. NDRFની ટીમ જેટલી હોવી જોઈએ તેટલી નથી, જે અંગે ગૃહમાં રજૂઆત કરી છે.
કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કહ્યું કે, આ વિસ્તારના માલધારીઓને મારી વિનંતી છે કે, જ્યોતિથી પ્રભાવિત વિસ્તારમાં ઢોર લઈને ન જાય. જ્યારે તેમણે તીડના કારણે ખેડૂતોને થયેલા નુકસાન આપવાની મનાઈ કરી હતી.