ETV Bharat / state

પોતાની જમીન ન ધરાવતા પશુપાલકોને પણ ફાયદો, CM પટેલે કર્યું મહત્ત્વનું એલાન - Bhupendra Patel

રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ગૌવંશના પોષણ, નિભાવ અને આશ્રય માટે આર્થિક સહાય આપવા રૂપિયા 500 કરોડના પ્રાવધાન સાથે મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજના (Gaumata poshan Yojana) જાહેર કરેલી છે. જેમાં હવે પોતાની જમીન ન ધરાવતી ગૌશાળા-પાંજરાપોળોને પણ આ લાભ આપવામાં આવશે.

ગૌમાતા પોષણ યોજનાનો લાભ હવે પોતાની જમીન ન ધરાવતી ગૌશાળા-પાંજરાપોળોને પણ અપાશે: ભુપેન્દ્ર પટેલ

author img

By

Published : Oct 28, 2022, 8:37 AM IST

ગાંધીનગર રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં બજેટ દરમિયાન રુપિયા 500 કરોડનું બજેટ ગૌશાળા માટે ફાળવણી કરી હતી. ગૌશાળાના આગેવાનોએ ગાંધીનગરમાં મહા આંદોલનની શરૂઆત કરી હતી. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ગૌવંશના પોષણ, નિભાવ અને આશ્રય માટે આર્થિક સહાય આપવા રૂપિયા 500 કરોડના પ્રાવધાન સાથે મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજના(Gaumata poshan Yojana) જાહેર કરેલી છે. જેમાં હવે પોતાની જમીન ન ધરાવતી ગૌશાળા-પાંજરાપોળોને પણ આ લાભ આપવામાં આવશે.

સમક્ષ રજુઆતો સરકારની યોજના આ યોજના અન્વયે ગૌશાળા-પાંજરાપોળમાં રાખવામાં આવતા પ્રત્યેક પશુ માટે રોજના રૂપિયા 30 પ્રમાણે સહાય અપાશે, રાજ્યની વિવિધ પાંજરાપોળ, ગૌશાળાઓ જે પબ્લીક ટ્રસ્ટ એક્ટ અંતર્ગત નોંધાયેલ છે પરંતુ પોતાની માલિકીની જમીન ધરાવતી નથી તેમના દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પશુપાલનપ્રધાન રાઘવજી પટેલ સમક્ષ રજુઆતો કરવામાં આવી હતી, આવી સંસ્થાઓ, ગૌશાળા-પાંજળાપોળો અને ગૌભક્તોની લાગણીનો સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપ્યો છે. સરકારે નિર્ણય કર્યો છે કે હવે, મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાનો લાભ આવી જે સંસ્થાઓ, ગૌશાળાઓ પોતાની માલિકીની જમીન ધરાવતી નથી તેમને પણ અપાશે.

ગૌમાતા પોષણ યોજના પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અબોલ પશુજીવો પ્રત્યેના આ સંવેદનશીલ, ઉદાર અભિગમને પરિણામે હવે રાજ્યની વધુ 1200 જેટલી ગૌશાળા-પાંજરાપોળના પશુઓને મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાનો લાભ મળતો થશે, સમગ્રતયા રાજ્યભરની અંદાજે 1600 થી વધુ સંસ્થાઓના પાંચ લાખ જેટલા પશુઓને આ મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાનો લાભ ભૂપેન્દ્ર પટેલના પશુજીવો પ્રત્યેના સંવેદનાસભર નિર્ણયથી મળશે.

ગૌચર વિકાસ બોર્ડ 3 મહિને થશે ચકાસણી તાલુકા કક્ષાની સમિતિ દર ત્રણ મહિને આવી સંસ્થાઓના સહાય પાત્ર પશુઓની સંખ્યાની ચકાસણી કરી જિલ્લાકક્ષાની સમિતિને વિગતો રજૂ કરશે. તેના આધારે જિલ્લા કલેકટર વિગતવાર સહાય માટેનો આદેશ હુકમ ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડને મોકલી આપશે. તદઅનુસાર, ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા આવી સહાયની રકમ જે તે લાભાર્થી સંસ્થાના બેંક ખાતામાં ડી.બી.ટી. થી સીધી જ જમા કરાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.