ગાંધીનગર શહેરમાં અષાઢી બીજના દિવસે ૩૨ કિલોમીટર લાંબી રથયાત્રા નીકળે છે. ત્યારે પંચદેવ મંદિરે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ રથને પ્રસ્થાન કરાવવા માટે પહોંચ્યા હતા. શાબ્દિક યુદ્ધને લઈ સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂર્વ મેયર પ્રવિણ પટેલ રથનું પ્રસ્થાન કરાવવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન વર્તમાન મેયર રીટા પટેલના પતિ કેતન પટેલ પ્રવિણ પટેલ રથને આગળ ખેંચવા માટે જઈ રહ્યા હતા. ત્યારે કહ્યું કે રથનું પ્રસ્થાન મેયર કરાવે છે તમે શા માટે આગળ ચાલો છો પરંતુ આ બાબતની નોંધ પણ પ્રવિણ પટેલે લીધી ન હતી અને તેઓ પ્રસ્થાન કરાવવા માટે ચાલ્યા હતા. 32 કિલોમીટરની રથયાત્રામાં સવારે ભગવાન જગન્નાથનો રથ પ્રસ્થાન કરે ત્યારબાદ નિજ મંદિરે પરત ફરે ત્યાં સુધી પ્રવીણ પટેલ રથની સાથે જ રહે છે. આ બાબત ભગવાન જગન્નાથના દર્શનાર્થે આવેલા નાગરિકોએ પણ નિહાળી હતી.
બીજી તરફ ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલ દાસ અને મેયરના પતિ કેતન પટેલ વચ્ચે કેતન પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેન્દ્ર દાસ દ્વારા દ્વારા કોર્પોરેશનની પેટા ચૂંટણીમાં ભાજપના ભાવિ ઉમેદવારને રથ પાસે આવવા માઈકમાં નામનું ઉચ્ચારણ કરાયું હતું. આ બાબતને લઈને કેતન પટેલે કહ્યું કે, તમારે આ નામ ક્યાં બોલવાની હતી તેમ કહી તેને લઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. અને ઉગ્ર વાતાવરણમાં બોલાચાલી થઈ હતી. આ બાબતને દર્શનાર્થે આવેલા શહેરના નાગરિકોએ નિહાળી હતી અને ચર્ચા પણ કરતા જોવા મળ્યા હતા.