ગાંધીનગરઃ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈને દુનિયામાં હાહાકાર મચી ગયો છે, ત્યારે ચીન સિવાયના મોટા ભાગના લોકો સ્વદેશ પરત ફરવા પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રહેતો અને ચીનમાં MBBS કરવા ગયેલો યુવાન સમસ્યાઓથી ઘેરાઈ ગયો છે. પરિવારજનો દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવે છે, ત્યારે હાલ આ પરિવાર પોતાનો પુત્ર ભારત પરત ફરે તે માટે કાગડોળે રાહ જોઇ રહ્યો છે.
MBBS માટે ગયેલો ગાંધીનગરનો યુવાન કોરોના વાયરસને લઈને ચીનમાં ફસાયો ગાંધીનગર શહેરના સેક્ટર 7માં રહેતા નારાયણભાઈ મકવાણાનો નાનો પુત્ર ચૈતન્ય મકવાણા ( વર્ષ 19) 1 વર્ષ પહેલાં ચીનના નાનચંગ સિટીમાં આવેલી JIANGXI યુનિવર્સિટી ઓફ ટ્રેડિશનલ ચાઈનીઝ મેડિસિન MBBSનો અભ્યાસ કરવા માટે ગયા છે. ત્યારે હાલમાં સમગ્ર ચીનમા કોરોના વાયરસને લઈને દહેશત ફેલાઈ ગઈ છે. મોટી સંખ્યામાં ભારતભરમાંથી ગયેલા વિદ્યાર્થીઓ આ વાયરસને લઈને ફસાઈ ગયા છે. ત્યારે આ યુવાન પણ આ વાયરસના કારણે સમસ્યાઓ અનુભવી રહ્યો છે. પરિવારજનો દ્વારા આ યુવાન ઘરે હેમખેમ પરત ફરે તે માટેની રાહ જોઈ રહ્યા છે. સરકારમાં પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી છે.ચીનમાં ફસાયેલા ચૈતન્ય મકવાણાના પિતા નારાયણભાઈએ કહ્યું કે, 29 જાન્યુઆરી બુધવારે મારા પુત્ર સાથે વાત કરવામાં આવી હતી હાલમાં તે ચીનમાં ભય મુક્ત છે. પરંતુ જમવાની ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર ફ્રુટ ઉપર દિવસ પસાર કરવો પડી રહ્યો છે, ત્યારે સ્થાનિક તંત્ર પાસે પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી. તો તેમણે કહ્યું કે, પોતાની કન્ફર્મ ટિકિટ બતાવીને સ્વદેશ પરત ફરી શકે છે.ગાંધીનગરનો યુવાન કોરોના વાયરસને લઈને ચીનમાં ફસાયો MBBS માટે ગયેલો ગાંધીનગરનો યુવાન ચૈતન્ય મકવાણાના ભાઈ અભિષેક મકવાણાએ કહ્યું કે, ભાઈ સાથે વાત થઈ હતી તેમની ટિકિટ કન્ફર્મ થઇ ગઇ છે જો કોઇ સ્થાનિક લેવલની સમસ્યા ઊભી ના થાય તો આગામી શનિવાર કે રવિવારના દિવસે વતન પરત ફરશે. હાલ તો પરિવાર સરકાર પાસે પણ આશા રાખીને બેઠો છે કે, તેમનો ભાવિ ડોક્ટરો પુત્ર કોઈપણ પ્રકારની સમસ્યા વિના ઘરે પરત ફરે.
JIANGXI યુનિવર્સિટી ઓફ ટ્રેડિશનલ ચાઈનીઝ મેડિસિન MBBSનો ગાંધીનગરથી દિલીપ પ્રજાપતિનો વિશેષ અહેવાલ Etv Bharat