ગાંધીનગરઃ યુનિવર્સિટી ઓફ ઇનોવેશનમાં આજે કોન્વોકેશન કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રોફેસર રાવે સ્થાનિકોને અભિનંદન અને અર્થપૂર્ણ કારકિર્દી તરફ આગળ વધવા માટે અનુરોધ કર્યો હતો. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 38 bsc 43 msc અને બે પી.એચ.ડીના વિદ્યાર્થીઓ સહિત કુલ ૮૩ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી હતી.
આ સાથે જ જીવનના વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ વાલીઓ અને સ્નાતકોના પરિવારોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ચુડાસમાએ પોતાના સંબોધન દરમિયાન વિદ્યાર્થીઓને એક સૂચન પણ કર્યું હતું કે, જીવનમાં કોઇપણ દિવસ શોર્ટકટ વાપરતા નહીં, આ સાથે જ ઇનોવેશન બાબતે પણ અનેક મુદ્દાઓ સાથે ચર્ચા કરી હતી.