ETV Bharat / state

ગાંધીનગર: રાજ્યમાં વેપાર ઉદ્યોગ ઉત્પાદન પ્રવૃત્તિએ ‘કોરોના સાથે-કોરોના સામે’ જીવવાની નવી દિશા પકડી

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકડાઉન-4ના અમલમાં કેટલીક શરતોને આધિન આપેલી છૂટછાટોને પગલે રાજ્યમાં જનજીવન પૂર્વવત થવા લાગ્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં વેપાર-ઊદ્યોગ, ખાનગી ઓફિસો, ધંધા-રોજગાર ફરીથી ધબકતા થયા છે.

etv bharat
ગાંધીનગર : રાજ્યમાં વેપાર-ઊદ્યોગ-ઉત્પાદન પ્રવૃત્તિએ ‘કોરોના સાથે-કોરોના સામે’ જીવવાની નવી દિશા પકડી
author img

By

Published : May 23, 2020, 8:38 PM IST

ગાંધીનગર: આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ જેટલા ઊદ્યોગોએ ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અને તેના પરિણામે અંદાજે 25 લાખ વ્યકિતઓ, શ્રમિકો, કામદારો, કર્મચારીઓને રોજગારી મળી છે.

રાજ્યમાં વેપાર-ઊદ્યોગો ફરીથી પૂર્વવત થવા લાગ્યા છે.તેના પરિણામે અત્યાર સુધીમાં 7500 મેગાવોટ વીજળીનું કન્ઝમ્પશન-ખપત થઇ છે. આ કન્ઝમ્પશન એટલે કે ખપત સામાન્ય સંજોગોમાં થતી સરેરાશ-એવરેજ ખપતના 82 ટકા જેટલી છે.

20 એપ્રિલથી નગરપાલિકા, મહાપાલિકા હદ વિસ્તાર સિવાયના ગ્રામીણ વિસ્તારોમાં ઊદ્યોગો પૂન: કાર્યરત કરવાની છૂટ અપાઇ હતી. 25 એપ્રિલથી એવા ઊદ્યોગો- એકમો જેમની પાસે એકસપોર્ટ ઓર્ડર હાથ પર હતા અને લોકડાઉનમાં કામગીરી અટકી હોય તેવા કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારોના ઊદ્યોગોને શરૂ કરવા સીએમ રૂપાણીએ છૂટ આપી હતી.

3મે થી રાજ્યની જૂનાગઢ, જામનગર મહાપાલિકા, સહિત 156 નગરપાલિકા વિસ્તારોમાં પણ નિયમોના પાલન સાથે ઊદ્યોગો શરૂ કરવા દેવાની અનૂમતિ મુખ્યમંત્રી આપી હતી.અને તે પછી 14મેના દિવસથી રાજકોટમાં કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં ઊદ્યોગોને છૂટ આપવામાં આવી છે.

ઉપરાંત 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં ખાનગી બાંધકામના 264 પ્રોજેકટ અત્યાર સુધીમાં શરૂ થયા છે અને 21727 શ્રમિકો તેમાં રોજગારી મેળવતા થયા છે. જ્યારે રાજ્ય સરકારના અને મહાનગરોના સત્તાતંત્રોના બાંધકામ પ્રોજેકટસ, મેટ્રોરેલ પ્રોજેકટ, સુરતમાં ડાયમન્ડ બ્રુશ પ્રોજેકટ, પ્રધાનમંત્રી આવાસ યોજના તથા EWS આવાસ યોજના સહિતના પ્રોજેકટ એમ 8 મહાનગરો તેમજ 24 જેટલી નગરપાલિકાઓમાં સમગ્રતયા અત્યાર સુધીમાં 834 પ્રોજેકટ કાર્યરત થયા છે.આ પ્રોજેકટસમાં પણ 25855 શ્રમિકોને રોજગારી મળી રહી છે. આવા પ્રોજેકટસમાં 18376 શ્રમિકોને બાંધકામ સ્થળેજ રહેવા-જમવા સહિતની સુવિધા આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.