ETV Bharat / state

પાટનગરમાં કોરોના બેકાબુ, મનપા કર્મચારી-તલાટી સહિત જિલ્લામાં 43 કોરોનાગ્રસ્ત, કુલ 1250

પાટનગરમાં વધી રહેલા કોરોના વાઈરસે 10 વ્યક્તિને સંક્રમિત કર્યા છે. મનપા કચેરીમાં ફરજ બજાવતી કમ્પ્યૂટર ઓપરેટર અને તલાટી સહિત 6 પુરુષ અને 4 મહિલા કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે ગાંધીનગર વિસ્તારમાં 33 લોકો કોરોના ગ્રસ્ત થયા છે. તેની સાથે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આંકડો 1250 ઉપર પહોંચ્યો છે.

પાટનગરમાં કોરોના બેકાબુ, મનપા કર્મચારી-તલાટી સહિત જિલ્લામાં 43 કોરોનાગ્રસ્ત, કુલ 1250
પાટનગરમાં કોરોના બેકાબુ, મનપા કર્મચારી-તલાટી સહિત જિલ્લામાં 43 કોરોનાગ્રસ્ત, કુલ 1250
author img

By

Published : Jul 24, 2020, 4:26 AM IST

ગાંધીનગરઃ શહેરના સેક્ટર-29માં રહેતા 62 વર્ષીય લેબર કોન્ટ્રાક્ટર કોરોનાગ્રસ્ત થયા છે. સે-4 ખાતે રહેતી અને મનપામાં કમ્પ્યૂટર ઓપરેટર તરીકે ફરજ બજાવતી 34 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થયાં છે. ચાંગોદર ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા સે-13ના 45 વર્ષીય પુરુષ અને સે-27માં રહેતા 79 વર્ષીય પુરુષ, 75 વર્ષીય વૃદ્ધા કોરોનામાં સપડાયા છે. ઉપરોક્ત પાંચેય વ્યક્તિને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે.

સેક્ટર-2 ખાતે રહેતા અને કલોલ તાલકાના જામળા ગામના 32 વર્ષીય તલાટીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને એક હોટલમાં આઈસલેશન હેઠળ રખાયા છે. અમદાવાદ ખાતે વોડાફોનમાં ફરજ બજાવતા અને સે-6માં રહેતા 40 વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત જાહેર થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સે-3માં રહેતી 55 વર્ષીય મહિલા અઠવાડિયા પહેલા કેન્સરની સારવાર માટે અમદાવાદ ગયા હતા. તેઓ કોરોનાગ્રસ્ત થતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

સે-14માં રહેતા અ કુડાસણ ખાતે નોકરી કરતા 49 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને આશ્કા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સે-3એ ન્યૂ ખાતે રહેતી 51 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગુરુવારે પાટનગરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 400નો આંકડો વટાવી ગઈ હતી અને અત્યાર સુધીમાં કુલ 402 દર્દી નોંધાયા છે અને 10 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે.

જિલ્લાના ચાર તાલુકામા ગાંધીનગર તાલુકામાં અઠવાડિયાથી સંક્રમણ બેકાબુ બની રહ્યુ હોય તેમ કેસમાં વધારો થઇ રહ્યો છે. વધુ એક વખત 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. તાલુકાના સાદરામાં 49 વર્ષ અને મહુન્દ્રામાં 50 વર્ષના પુરૂષ, મોટા ચિલોડામાં 65 વર્ષની સ્ત્રી અને 80 વર્ષના પુરૂષ અંબાપુરમાં 60 વર્ષની મહિલા અને 65 વર્ષના પુરૂષ અને પેથાપુરમાં 55 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. જ્યારે માણસા શહેર અને તાલુકામાં પણ સંક્રમણ વધી રહ્યું હોય તેમ આજે પણ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં માણસા શહેરમાં 69 વર્ષની મહિલા અને 53, 38, 76, 72 અને 94 વર્ષના પુરૂષ દર્દીઓનો સમાવેશ થાય છે. બિલોદરા ગામમાં 29 વર્ષના યુવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

દહેગામ શહેરમાં પણ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં અનુરાધા સોસાયટીમાં રહેતા 33 વર્ષના યુવક પોઝિટિવ આવ્યા છે, કલ્પના સોસાયટીમાં રહેતા 48 વર્ષના મહિલા પોઝિટિવ અને બુધવારે સાંજે લોહાણા વાસમાં રહેતા 62 વર્ષીય મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે અત્યાર સુધી કુલ 71 કેસ દહેગામમાં નોંધાયા છે અને 6 દર્દીના કોરોનાથી મોત થયા છે. જ્યારે કલોલ શહેરમાં 36 અને 64 વર્ષના પુરૂષનો પોઝિટિવ કેસમાં સમાવેશ થાય છે.

ગાંધીગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો કુલ આંકડો 848 ઉપર પહોંચ્યો છે. જ્યારે ગાંધીનગર મ્યુનિ. વિસ્તારમાં કુલ 402 કેસ નોંધાયા છે. તેની સાથે જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 1250 થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.