ETV Bharat / state

Asaram Rape Case : આસારામની સજા માટે વકીલની આખરી દલીલ, સજાને લઈ સસ્પેન્સ - સજાનું એલાન

ગાંધીનગર સેશન કોર્ટે (Gandhinagar Session Court )માં આસારામ સામે દુષ્કર્મ કેસ(Asaram Rape Case ) ચૂકાદાની ઘડીઓ ગણાઇ રહી છે. સુરતમાં આસારામ પર દુષ્કર્મનો કેસ (Rape Case in Surat ) છે જે સંદર્ભે આ ચૂકાદો આવશે. આસારામને ગઇકાલે દોષિત જાહેર (Convict Asaram )કરાયો હતો જ્યારે આજે સજાનું એલાન (Asaram Punishment jail term )થશે. બંને પક્ષે થયેલી આખરી દલીલ શું (Lawyer Argument )છે તે જૂઓ.

Asaram Rape Case : આસારામની સજા માટે વકીલની આખરી દલીલ, કેવી સજાની માગણી થઇ જૂઓ

author img

By

Published : Jan 31, 2023, 3:12 PM IST

આરોપી જીવનના અંતિમ શ્વાસ સુધી સજા ભોગવે તેવી દલીલો સરકારી વકીલે કોર્ટ સમક્ષ કરી

ગાંધીનગર : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ આશારામ આશ્રમમાં વર્ષ 2001 માં થયેલ દુષ્કર્મ મામલે પીડિતાએ સુરત પોલીસમાં આશારામ, આશારામના પત્ની, દીકરી, આશ્રમ સંચાલિકા સહિત 7 લોકો પર દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં વર્ષ 2013 થી ગાંધીનગર કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. જેમાં આજે ગાંધીનગર કોર્ટ દ્વારા 7માંથી 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં જ્યારે ફક્ત આશારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર કોર્ટ 31 જાન્યુઆરીએ બપોરે 3.30 કલાકે કોર્ટ સજા સંભળાવશે. જ્યારે સરકારી વકીલે ભોગ બનનાર મહિલાએ આરોપી પક્ષ વળતર ચૂકવે તેવી રજૂઆત કરી હતી. 2013ના આ કેસમાં આસારામને આઈપીસીની 6 કલમો હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા છે.

આ પણ વાંચો Asaram Rape Case: કોર્ટ આસારામને આજે સજા સંભળાવશે,13 વર્ષના કેસનો ફૈસલો

સરકારી વકીલે કેવી કરી દલીલ : મુખ્ય સરકારી વકીલ આર.સી. ખોડેકરે કોર્ટમાં સજા બાબતે બંને પક્ષકારના વકીલોએ દલીલ કરી હતી. જેમાં મુખ્ય સરકારી વકીલ આર.સી.ખોડેદરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપી આસારામે મહિલા જગતને શરમાવે તેવી ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે કોર્ટ કોઈ પણ પ્રકારની દયા રાખવી ના જોઈએ. આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા થવી જોઈએ ઉપરાંત તેઓએ અન્ય મહિલાઓ સાથે પણ દુષ્કર્મ અને દુષ્કર્માના પ્રયાસ ભૂતકાળમાં કર્યા છે. જેથી આરોપીને કડકમાં કડક અને સખતમાં સખત સજા થાય સાથે જ આરોપી જીવનના અંતિમ શ્વાસ સુધી સજા ભોગવે તેવી દલીલો સરકારી વકીલે કોર્ટ સમક્ષ કરી હતી.

આશારામના વકીલે સજા ઓછી કરવાની કરી દલીલ : જ્યારે આસારામના વકીલ દ્વારા આસારામને ઓછામાં ઓછી સજા થાય તેવી પણ દલીલો કરવામાં આવી હતી. જ્યારે આસારામ છેલ્લા દસ વર્ષથી જોધપુરની જેલમાં બંધ છે અને તેઓ સજા પણ કાપી રહ્યા છે. ત્યારે આસારામને ઓછી સજા કરવાની દલીલ કરી હતી. આ ઉપરાંત અત્યારે આસારામની તબિયત પણ સારી નથી અને ઉંમરને ધ્યાનમાં લઈને કોર્ટ નિર્ણય કરે તેવી દલીલો કરવામાં આવી હતી.

આ પણ વાંચો Asaram rape case: આસારામ દુષ્કર્મ કેસ મામલે આસારામ દોષિત જાહેર, આવતીકાલે સંભળાવશે સજા

જૂના એક્ટ મુજબ સજાની જોગવાઈ : આરોપી આશારામના વકીલે ગાંધીનગર કોર્ટમાં સજા ઓછી કરવા માટે જૂના એક્ટ મુજબ સજા કરવા માટેની દલીલો કરી હતી. જ્યારે નવા કાયદા મુજબ આરોપીને આજીવન એટલે કે કુદરતી જીવન જીવે ત્યાં સુધી જેલની સજાની જોગવાઈ છે. જ્યારે જૂના કાયદા મુજબ 10 વર્ષની સજાની જોગવાઈ છે. આમ જ્યારે સરકારી વકીલ આર.સી. કોડેકર અપીલ કરી હતી કે 376 સજાની પૂરી જોગવાઈ થતા 377માં પણ પૂરેપૂરી સજા થાય તેવી રજૂઆત કરી હતી. જ્યારે ગાંધીનગર કોર્ટમાં મહારાષ્ટ્ર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજૂ કરીને કેસની દલીલો કરી હતી. જ્યારે ભોગ બનનારને વળતર ચૂકવવા માટે પણ ફરિયાદ પક્ષના સરકારી વકીલે રજૂઆત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.