ETV Bharat / state

ગાંધીનગર: સાસુ-સસરાને પુત્રવધૂએ ત્રાસ આપતા ઝેરી દવા પીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું - In-law quarrel

આજથી ત્રણ મહિના પહેલા રાંદેસણમાં વૃદ્ધ દંપતીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. એ સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધી ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ ત્યારબાદ પોલીસે તપાસ કરતા સાસુ-સસરાને પુત્રવધૂ દ્વારા ત્રાસ આપતી હોવાથી ઝેરી દવા પી લીધી હોવાનું બહાર આવ્યું છે.

police
ગાંધીનગર: સાસુ-સસરાને પુત્રવધૂએ ત્રાસ આપતા ઝેરી દવા પીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું
author img

By

Published : Sep 8, 2021, 11:29 AM IST

  • સ્યુસાઇડ માટે દુસ્પ્રેણ કર્યાનો ભેદ 3 મહિના બાદ ખૂલ્યો
  • સસરાએ સ્યુસાઇડ પહેલા જિલ્લા પોલીસ વડાને અરજી મોકલી હતી
  • પુત્રવધૂને પકડવા પોલીસે તજવીજ હાથધરી

ગાંધીનગર : ભરતભાઈ મણિલાલ ગજ્જર અને તેમના પત્ની જશોદાબેન ગજ્જર તેમના દીકરા જીગરભાઈ ભરતભાઈ સાથે રાંદેસણમાં પ્રમુખ રેસિડેન્સીમાં રહેતા હતા. જીગરભાઈના લગ્ન 2010માં પૂર્વી ગજ્જર સાથે થયા હતા. દસ વર્ષથી તેઓ સંયુક્ત ફેમિલીમાં રહેતા હતા. આપઘાત કરતા પહેલા ભરતભાઈએ પુત્રવધુ ત્રાસ આપે છે એવું લખાણ લખ્યું હતું. જેમને પોલીસ વડા અને સમાજના લોકોને આ નોટ લખીને મોકલી હતી. નોટ પોલીસ તપાસમાં સામે આવતા દુષ્પ્રેરણાનો ગુનો ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યુનિયન કેબિનેટ બેઠક યોજાશે

સવારમાં બારણું ખોલતા વૃદ્ધ દંપતિ બેભાન અવસ્થામાં જોવા મળ્યા

19મી મેના રોજ જીગરભાઈ અને તેમના પત્ની પૂર્વી ઘરના ઉપરના માળે સુતા હતા જ્યારે તેમના પિતા ભરતભાઈ અને જશોદાબેન નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર સુતા હતા. બીજા દિવસે સવારે 9 વાગે ભરતભાઈ અને જશોદાબેન નીચેના માળે બેભાન હાલતમાં જોવા મળ્યા હતા. જેથી પૂર્વીએ જીગરભાઈને જાણ કરી હતી. જેમાં ભરતભાઈને નજીકની હોસ્પીટલમાં એડમીટ કરવામાં આવ્યા અને કોરોના કેસો વધુ હોવાથી જગ્યા ના હોવાથી જશોદાબેનને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં જશોદાબેનનું મૃત્યુ થયું હતું. એક અઠવાડિયા બાદ ભરતભાઈનું પણ મૃત્યુ થયુ હતું. જેમને ઝેરી દવા પીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

આ પણ વાંચો : મેક્સિકોમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ,હવે સુનામીનો ખતરો

ખાવા-પીવા અને કામની બાબતે પુત્ર વધુ ત્રાસ આપતી હતી

સ્યુસાઇડ નોટની અંદર ભરતભાઈએ પુત્રવધુ પૂર્વી તેમને અને તેમની પત્ની જશોદાબેનને ખાવા-પીવા તેમજ કામ કરવા બાબતે ત્રાસ આપે છે. તેઓ તેમને આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત તેઓ જ્યારે પણ આ પ્રકારે બનતું ત્યારે એક નોટમાં લખી રાખતા હતા. તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ નોટના આધારે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે ભરતભાઈએ મરતા પહેલા આ સ્યુસાઇડ નોટ અરજી સ્વરૂપે પોસ્ટ મારફતે પોલીસ વડાને મોકલી આપી હતી. જેમાં પુત્રવધુ પૂર્વી વૃદ્ધ દંપતીને ત્રાસ આપતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેથીગ ગુનો નોંધી પૂર્વીની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.