ગાંધીનગર: રાજ્યમાં ખેડૂતોના મુદ્દે આંદોલન ચાલાવી રહેલા ખેડૂત આગેવાન પાલ આંબલિયાની રાજકોટ પોલીસ દ્વારા ધરપકડ કરીને માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે બાબતે પાલ આંબલિયાએ રાજકોટના પોલીસ અધિકારી ગઢવી અને સરવૈયા વિરુદ્ધ પોલીસ ફરિયાદની માંગ કરી હતી, પરંતુ આ બાબતે રાજકોટ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પાલ આંબલિયા ગાંધીનગર DGPને રજૂઆત કરવા આવ્યા હતા તે પહેલાં જ પોલીસે પાલ આંબલિયાની અટકાયત કરી હતી.
રાજકોટ પોલીસ દ્વારા કર્મચારીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે સંદર્ભે સોમવારે DGPને ફરિયાદ કરવા પાલ આંબલિયા ગાંધીનગર એમ.એલ.એ કવાટર્સથી નીકળ્યા અને ગણતરીની સેકન્ડોમાં જ પાલ આંબલિયાની પોલીસે અટકાયત કરી હતી.
આમ, ડીજીપી શિવાનંદ ઝા સુધી એટલે કે, ડીજીપી ઓફીસ પહોંચે તે પહેલાં જ MLA કવાટર્સના દરવાજા પાસે જ પાલ આંબલિયાની અટકાયત કરીને સેકટર 21 પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા.