ETV Bharat / state

યે જમાદાર હૈ કી માનતા હી નહીં, જમાદાર એન્ડ કંપની ગુજરાત છોડી ઉદેપુરમાં જુગારધામ શરૂ કર્યું હતું - ગાંધીનગર ન્યૂઝ

પોલીસ કર્મચારી અને તેના સાગરિતો દ્વારા ચાલતા જુગારધામનો પર્દાફાશ થયા બાદ આ ગેંગના એક સભ્યની પોલીસે ધરપકડ કરી હતી. જોકે મુખ્ય સૂત્રધાર જમાદાર તથા અન્ય સાગરિતો નાસી છુટયા હતાં.

police
police
author img

By

Published : Jul 29, 2020, 8:51 AM IST

ગાંધીનગરઃ પોલીસ કર્મચારી અને તેના સાગરિતો દ્વારા ચાલતા જુગારધામનો પર્દાફાશ થયા બાદ આ ગેંગના એક સભ્યની પોલીસે ધરપકડ કરી હતી. જોકે મુખ્ય સૂત્રધાર જમાદાર તથા અન્ય સાગરિતો છટકી જવામાં સફળ રહ્યા હતા. ગાંધીનગર પોલીસને થાપ આપીને નાસી છૂટેલી આ ટોળકીએ ઉદેપુરમાં જુગારધામ શરૂ કર્યું હતું. ઉદેપુર પોલીસે પાડેલા દરોડામાં જમાદારના સાગરિત સહિત 59 જુગારી પકડાયા હતા. ત્યારે એવું લાગી રહ્યું છે કે આ જમાદાર છે કે માનતા જ નથી.

મળતી માહિતી અનુસાર પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં બે પોલીસ કર્મીની છત્રછાયામાં ધમધમતા જુગારના અડ્ડા પર 17 જુલાઈની રાત્રે એલસીબીએ દરોડો પાડ્યો હતો. જેમાં 8 જુગારી 62,670ની કિંમતા મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ઘનશ્યામસિંહ ઉર્ફે જમાદાર અન્ય એક જમાદાર અને સોલાનો શંભુ રબારી સામે આ મામલે ગુનો નોંધાયો હતો. પરંતુ સૂત્રધાર જમાદાર અને તેનો સાગરિત શંભુ રબારી છટકી ગયા હતા. જુગાર રમવા માટેની સલામત જગ્યા ઘનશ્યામસિંહ નક્કી કરતો હતો અને જુગારીઓનો એક સ્થળે ભેગા કરીને સ્થળ સુધી લઈ જવાનું કામ શંભુ રબારી કરતો હતો. તે બધા પાસેથી નાણાં લઈને કોઈને આપતો હતો અને બાદમાં જુગાર સ્થળ સુધી પહોંચાડતો હતો.

સૂત્રધાર ઘનશ્યામસિંહ ઉર્ફે જમાદાર તથા સોલાના કુખ્યાત શંભુ રબારીને પોલીસ ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં શોધી રહી હતી, ત્યારે શંભુ ઉદેપુરના રિસોર્ટમાંથી જુગાર રમતા ઝડપાયો હતો. ઉદેપુર પોલીસે તાજેતરમાં રાજ્યના 59 જુગારીઓને પકડ્યા તેમાં શંભુ રબારી પણ પકડાયો હતો. ગાંધીનગર એલસીબી-2ની ટીમને આ અંગે જાણ થતાં તેને ટ્રાન્સફર વોરંટથી ગાંધીનગર લવાયો છે, જ્યારે સૂત્રધાર જમાદાર વધુ એક વખત છટકી જવામાં સફળ રહ્યો છે.

શંભુની પૂછપરછમાં માણસા પોલીસ સ્ટેશનના કોન્સટેબલની શંકાસ્પદ ભૂમિકા પણ બહાર આવી છે. પોલીસના રક્ષણ હેઠળ જુગારધામ ચલાવનારા કોન્સ્ટેબલ સામે ટૂંક સમયમાં કાર્યવાહી થાય તેવી શક્યતા છે. શંભુની પૂછપરછમાં બહાર આવેલી વિગતો મુજબ, ઉદેપુરમાં જુગારના શોખીન માલેતુજારોને ભેગા કરવાનું આયોજન ઘનશ્યમસિંહ ઉર્ફે જમાદારે જ કર્યું હતું. જોકે ઉદેપુર પોલીસ પહોંચી ત્યારે પણ ઘનશ્યામસિંહ હાજર હતો. પરંતુ થાપ આપીને નાસી છૂટવામાં તે સફળ રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.