ગાંધીનગર : રાજ્ય સરકારે જમીનની સર્વેની કામગીરી બાબતે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સરકારના મેસેજ વિભાગ પર અનેક પ્રકારના મોટા આક્ષેપ કર્યા હતા. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તકના મહેસુલ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે. ડબલ એન્જિન સરકારમાં ડબલ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને જો ભ્રષ્ટાચાર માટે નંબર આપવાનો થાય તો મુખ્યપ્રધાન પટેલના હસ્તક ખાતા મહેસુલ વિભાગને પ્રથમ નંબર ભ્રષ્ટાચારમાં આપવો પડે તેવા આક્ષેપ કર્યા હતા. ઉપરાંત હવે ગાંધીનગરમાં પણ ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જનમંચ કાર્યક્રમ યોજવામાં આવશે.
કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, ત્યારે તમામ જિલ્લાઓમાંથી ખેડૂતોએ કોંગ્રેસને એક જ પ્રકારની અનેક ફરિયાદ કરી છે, 2010-11માં જમીન માપણીનો પાયલોટ પ્રોજેક્ટ જામનગર અને બનાસકાંઠાથી શરૂઆત કરવામાં આવી હતી. પહેલા દિવસથીને જુલ ભરેલી પદ્ધતિ હતી. જેમાં નિયમો અને ગાઈડલાઇન્સની અનદેખી કરવામાં આવતી હતી, અનેક વખત રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે આ ખોટી પદ્ધતિ છે, ગાઈડલાઇન્સનો ઉલ્લેખ ન થઈ રહ્યો છે તેમ છતાં પણ 2018માં ખૂબ આંદોલન અને વિરોધ હતો ત્યારે સરકારે આ જમીન માપણી રદ કરવાની સરકારે જાહેરાત કરી હતી. - અમિત ચાવડા (વિરોધ પક્ષના નેતા)
રાઈટ ટુ ઇન્ફોર્મેશન : વધુમાં જણાવ્યું હતું કે, લગભગ 12,000 ગામમાં પ્રમોલગેશનની કામગીરી સુધી પહોંચી હતી, ત્યારે જમીન માપણી સ્થગિત કરીને વ્યાપક ફરિયાદના નિકાલ માટે ચાર પ્રધાનોની કમિટી પણ તૈયાર કરવામાં આવી હતી, પરંતુ આ કમિટી આજ દિન સુધી શું તપાસ કરી તે બાબતનો કોઈ રિપોર્ટ રાજ્ય સરકારે જાહેર કર્યો નથી, ત્યારે હજી સુધી આ રીપોર્ટ કેમ છુપામાં આવે છે તેઓ પણ પ્રશ્ન અમિત ચાવડાએ કર્યો હતો. આમ જો રાજ્ય સરકાર આગામી સાત દિવસમાં રિપોર્ટ જાહેર નહીં કરે તો રાઈટ ટુ ઇન્ફોર્મેશન મુજબ અમને જે વિગતો પ્રાપ્ત થઈ છે. તે વિગતો અમે સત્તાવાર રીતે જાહેર કરીશું તેવું નિવેદન અમિત ચાવડાએ કર્યું હતું.
ભાજપના માનીતાઓને સર્વેની કામગીરી સોંપાઈ : અમિત ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, મહેસુલની તમામ કામગીરીમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. ખેડૂતોને પ્રજા દ્વારા વારંવાર આંદોલન અને રજૂઆત કરવા છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી. રાજ્ય સરકારે વર્ષ 2011માં સર્વેની કામગીરી શરૂ કરી હતી. જેમાં ભાજપ પક્ષના નેતાઓની પસંદગીની એજન્સીઓને સર્વે માટેની કામગીરી માટે પસંદ કરવામાં આવી અને આ જમીન માપણીની અનેક ફરિયાદો છે. આંદોલનો પણ કરવામાં આવ્યા, જ્યારે કામગીરી પૂર્ણ થઈ નથી તેમ છતાં પણ ભાજપના નેતાઓનો આર્થિક રીતે જળવાઈ રહે તે માટે આવી એજન્સીઓની તરફ કરીને રાજ્ય સરકારે સર્વે કરનાર એજન્સીઓની મોટી રકમનું પણ ચુકવણું કરવામાં આવ્યું છે.
ફરિયાદ નિકાલનું હતું આયોજન શું થયું ? અમિત ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળમાં જાહેર કરવામાં આવ્યું હતું. 1 લાખ જેટલી ફરિયાદો પ્રાપ્ત થઈ છે અને 100 દિવસમાં અમે આ ફરિયાદનો નિકાલ લાવીશું. આમ 100 દિવસો પણ પૂરા થયા છે, તેમ છતાં પણ શું કાર્યવાહી કરી તેનો પણ જવાબ સરકાર આપે. સરકારી જમીન ખાનગી લોકોના નામે ચડાવી દેવામાં આવે છે અને એક ખેડૂતની જમીન બીજા ખેડૂતના નામે કરી દેવામાં આવી છે, આમ રી સર્વેની કામગીરીમાં મોટા પ્રમાણમાં સરકારી જમીન પર કબજો લેવામાં આવી રહ્યો છે.
જ્ઞાન સહાયક યોજનામાં વિરોધ : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક શિક્ષકની ભરતી બાબતે પણ અમિત ચાવડા આક્ષેપ કર્યા હતા કે, શિક્ષણ વિભાગ વારંવાર નિર્ણય બદલીને પરિપત્ર કરે છે અને ગુજરાતના બાળકોના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે, આમ શાળામાં નિયમિત શિક્ષકો નીમવાને બદલે હંગામી ધોરણે રાજ્ય સરકાર પદ્ધતિ કરે છે, ત્યારે હવે પ્રવાસી શિક્ષકો માટે અરજી મંગાવી, પરંતુ કરાર આધારિત ઉપસ્થિત કરવાની સરકારે જાહેરાત કરી છે, આમ ગુજરાતમાં શિક્ષકોનું પણ શોષણ કરવામાં આવી રહ્યું છે અને બાળકોના ભવિષ્ય સાથે પણ છેડા થઈ રહ્યા હોવાના આક્ષેપ અમિત ચાવડાએ કર્યા હતા.