ETV Bharat / state

Gandhinagar News : નિકાસમાં ગુજરાત પ્રથમ ક્રમે, ભારતના ટોચના 10 જિલ્લામાં ગુજરાતના 4 જિલ્લા, જામનગર જોરદાર રહ્યું

ગુજરાતે ફરીથી વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સમાં ગુજરાત પ્રથમ નંબરે રહ્યું છે. તેમજ ગુજરાતના જામનગરે નિકાસમાં સૌથી વધુ ફાળો નોંધાવ્યો છે.

Gandhinagar News : નિકાસમાં ગુજરાત પ્રથમ ક્રમે, ભારતના ટોચના 10 જિલ્લામાં ગુજરાતના 4 જિલ્લા, જામનગર જોરદાર રહ્યું
Gandhinagar News : નિકાસમાં ગુજરાત પ્રથમ ક્રમે, ભારતના ટોચના 10 જિલ્લામાં ગુજરાતના 4 જિલ્લા, જામનગર જોરદાર રહ્યું
author img

By

Published : Jul 19, 2023, 7:17 PM IST

ગાંધીનગર : ગુજરાતે નિકાસ પર્ફોમન્સ પિલરમાં પ્રથમ અને પૉલીસી પિલરમાં બીજો ક્રમ હાંસલ કર્યો છે. તેમજ સૌથી વધુ નિકાસમાં ભારતના ટોચના 10 જિલ્લામાં ગુજરાતના 4 જિલ્લાઓનો સમાવેશ થયો છે.

નિકાસ સજ્જતાનું મૂલ્યાંકન : એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ (EPI) એ ચાર મુખ્ય આધારસ્તંભોમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ એટલે કે નિકાસ સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટેનું વ્યાપક આકારણી માળખું છે. આ ચાર સ્તંભોમાં પોલિસી, બિઝનેસ ઇકોસિસ્ટમ, એક્સપોર્ટ ઇકોસિસ્ટમ અને એક્સપોર્ટ પર્ફોર્મન્સનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ (FY) 2021-22 માટે EPI 2022 મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું અને નીતિ આયોગ દ્વારા 17 જુલાઈ, 2023ના રોજ તેની જાહેરાત કરવામાં આવી હતી.

  • To support viability and export preparedness of the States and Districts, #NITIAayog released an updated comprehensive data driven tool ‘Export Preparedness Index (EPI) 2022’
    Based on 4 parameters - Policy, Business Ecosystem, Export Ecosystem, and Export Performance, the Index… pic.twitter.com/GkoxgTNg75

    — NITI Aayog (@NITIAayog) July 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં પ્રથમ : ગુજરાત સરકારે જાહેર કરેલr યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાતે એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં પ્રથમ અને પૉલિસી પિલરમાં બીજો ક્રમાંક મેળવ્યો છે. 126 બિલિયન યુએસ ડૉલરથી વધુની નિકાસ સાથે ગુજરાત નાણાકીય વર્ષ 2021-22માં મર્ચન્ડાઇઝ નિકાસમાં ભારતમાં અગ્રેસર હતું, જે ભારતની કુલ મર્ચન્ડાઈઝ નિકાસમાં 30 ટકા હિસ્સો ધરાવે છે. અગાઉના વર્ષ (નાણાકીય વર્ષ 2020-21) માટે ગુજરાતની મર્ચન્ડાઇઝ નિકાસ 63 બિલિયન યુએસ ડૉલર હતી, એટલે વૃદ્ધિની દ્રષ્ટિએ જોઇએ તો ગુજરાતે તેના નિકાસ મૂલ્યને બમણું કર્યું છે. તમામ પિલર્સના વેઇટેજનો સરવાળો કરીએ તો ગુજરાત 73.22નો સ્કોર હાંસલ કરીને ચોથા ક્રમે રહ્યું હતું.

નિકાસકારોની સંખ્યામાં સૌથી વધુ વધારો : ગુજરાતમાંથી થતી મર્ચન્ડાઇઝ નિકાસ તેની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP)માં 35 ટકા યોગદાન આપે છે, જે તમામ રાજ્યોમાં સૌથી વધુ ટકાવારી છે. વધુમાં નાણાકીય વર્ષ 2021-22માં 4234 નવા નિકાસકારો સાથે ગુજરાતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કરતા નિકાસકારોની સંખ્યામાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો.

મર્ચન્ડાઇઝ નિકાસમાં અગ્રેસર : EPI 2022ના અહેવાલ મુજબ ભારતના ટોચના 10 જિલ્લાઓમાં ગુજરાતના 4 જિલ્લાઓ છે અને નિકાસની દ્રષ્ટિએ ટોચના 25 જિલ્લાઓમાં 8 જિલ્લાઓ છે, જે દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે. ગુજરાતના ટોચના 4 જિલ્લાઓમાં જામનગર, સુરત, ભરૂચ અને અમદાવાદ ભારતમાંથી થતી કુલ મર્ચન્ડાઇઝ નિકાસમાં પાંચમા ભાગથી વધુ યોગદાન આપે છે. ભારતમાંથી થતી કુલ મર્ચન્ડાઇઝ નિકાસમાં જામનગર એકલું જ સૌથી વધુ ફાળો (12.18 ટકા) આપે છે, જે આંધ્રપ્રદેશ, ઓડિશા અને હરિયાણાના કુલ યોગદાનની સમકક્ષ છે.

નિકાસ કામગીરી વધારવાના પ્રયાસોના વખાણ : એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ રિપોર્ટમાં જિલ્લાઓને કેન્દ્રમાં રાખીને ગુજરાતમાં નિકાસની કામગીરી વધારવાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી છે. ગુજરાતે જિલ્લા સ્તરે નિકાસની કામગીરીને વેગ અને પ્રોત્સાહન મળે તે માટે તમામ 33 જિલ્લાઓમાં ડિસ્ટ્રક્ટ એક્સપોર્ટ પ્રમોશન કમિટી (DEPC) ની રચના કરી છે અને ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન (DEPP) તૈયાર કર્યો છે.

મર્ચન્ડાઇઝ નિકાસનું લક્ષ્યાંક : સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત 2030 સુધીમાં ભારતના 1 ટ્રિલિયન યુએસ ડોલર મર્ચન્ડાઇઝ નિકાસના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સક્રિય નીતિગત પગલાં લેવાનું ચાલુ રાખશે અને માળખાગત સુવિધાઓને મજબૂત કરશે.

  1. India China Trade: વર્ષો પછી ભારત-ચીન વચ્ચેના વેપારમાં ઘટાડો થયો, હાંફી રહ્યું ચીન
  2. માછલીઓની નિકાસમાં ગુજરાત પ્રથમ નિકાસ થતા ક્ષેત્રોમાં ફિશરીઝ ઉધોગ દસમા ક્રમે
  3. Electronics Exports : ભારતની ઈલેક્ટ્રોનિક્સ નિકાસ ₹1,85,000 કરોડને પાર, મોબાઈલ નિકાસનો આટલો હિસ્સો રહ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.