ETV Bharat / state

Gujarat PSU Policy : ગુજરાત સરકારે જાહેર સાહસો માટે પોલિસીની જાહેરાત કરી

author img

By

Published : Apr 25, 2023, 7:45 PM IST

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતના જાહેર સાહસો પબ્લિક સેક્ટર અન્ડર ટેકિંગના મૂલ્યાંકનમાં વધારા સાથે શેર હોલ્ડર્સને પણ લાભ થાય તેવી એક મહત્વપૂર્ણ પોલિસી જાહેર કરી છે.

Gujarat PSU Policy : ગુજરાત સરકારે જાહેર સાહસો માટે પોલિસીની જાહેરાત કરી
Gujarat PSU Policy : ગુજરાત સરકારે જાહેર સાહસો માટે પોલિસીની જાહેરાત કરી

અમદાવાદ : ગુજરાત સરકારે રાજ્યના જાહેર સાહસો પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ PSU તથા લિસ્ટેડ કંપનીઓ માટે ડિવીડન્ડ વિતરણ અને બોનસ શેરના મિનીમમ લેવલ માટેની પોલિસી જાહેર કરી છે. જેમાં ગુજરાત સરકારે રાજ્યના જાહેર સાહસો પબ્લિક સેક્ટર અન્ડર ટેકિંગના મૂલ્યાંકનમાં વધારા સાથે શેર હોલ્ડર્સને પણ લાભ થાય તેવી એક મહત્વપૂર્ણ પોલિસી જાહેર કરી છે.

ઠરાવમાં શું કહ્યું : રાજ્ય સરકારે લિસ્ટેડ કંપનીઓ અને રાજ્યના પબ્લિક સેકટર અંડર ટેકિંગ માટે શેર હોલ્ડર્સને ડીવીડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન અને બોનસ શેર ઇસ્યુ કરવા માટે આ નવી પોલિસીની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના નાણાં વિભાગે આ સંદર્ભમાં 24 એપ્રિલ 2023ના જારી કરેલા ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે કરવેરા પછીના નફા (પ્રોફિટ આફ્ટર ટેક્સ)ના લઘુત્તમ 30 ટકા અથવા નેટવર્થના 5 ટકા બેમાંથી જે વધારે હોય તે શેર હોલ્ડર્સ માટે જાહેર કરાયેલ ડિવિડન્ડનું મિનીમમ લેવલ હોવું જોઇએ.

આ પણ વાંચો Exhibition in Mahatma Mandir : મુખ્યપ્રધાને નાણાંપ્રધાનની હાજરીમાં કેન્દ્રીય જાહેર સાહસોને આપી દીધું એક ઇજન

વિકલ્પનો ઉપયોગ કરવાની સૂચના : સરકારી ઠરાવમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ માત્ર મિનિમમ લેવલ છે અને ડિવિડન્ડનું મેક્સિમમ પરમિસિબલ લેવલ જાહેર કરવું જોઈએ. જેની નેટવર્થ ઓછામાં ઓછી રુપિયા 2000 કરોડ અને કેશ તેમજ બેંક બેલેન્સ ઓછામાં ઓછું 1000 કરોડ રુપિયા હોય, તેવા દરેક સ્ટેટ PSUને આ નવી પોલિસી અન્વયે પોતાના શેર્સ બાયબેક કરવાના વિકલ્પનો ઉપયોગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

બોનસ શેર ઇસ્યૂ અંગે સૂચના : જે સ્ટેટ PSU પાસે પેઇડઅપ ઇક્વિટી શેર કેપિટલની 10 ગણી રકમ જેટલી કે તેથી વધુ નિર્ધારીત રિઝર્વ અને સરપ્લસ છે એવા સ્ટેટ PSU એ તેમના શેર હોલ્ડર્સને બોનસ શેર ઇસ્યૂ કરવા જરૂરી છે એમ પણ આ નવી પોલિસીમાં સૂચવવામાં આવ્યું છે. આ ઉપરાંત, નવી પોલિસી પ્રમાણે જ્યારે સ્ટેટ PSUsના શેર્સની માર્કેટ પ્રાઇસ (બજાર કિંમત) અથવા તો તેની બુક વેલ્યુ (ચોપડે કિંમત) તેના મૂલ્યના 50 ગણા કરતા વધી જાય ત્યારે રાજ્ય સરકારે આવા શેરનું વિભાજન ફરજિયાત કર્યું છે. પરંતુ આવા કેસમાં શેરની પ્રવર્તમાન ફેસ વેલ્યુ 1 રુપિયા કરતાં વધુ હોવી જોઇએ તેવું પણ પોલિસીમાં ઠરાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો મહાત્મા મંદિરમાં 'આઝાદી કાં અમૃત મહોત્સવ'માં કેન્દ્ર સરકારના તમામ જાહેર સાહસો એક જગ્યા પર રહેશે હાજર

નફો કરતાં જાહેર સાહસો : શેરધારકો માટે ફરજિયાત ડિવિડન્ડ અને બોનસ શેર માટે જાહેર કરાયેલી આ નવી પોલિસીથી ગુજરાત રાજ્યના પીએસયુા મૂલ્યાંકનમાં વધારો થશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે હાલ ગુજરાતના તમામ સાતે સાત લિસ્ટેડ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ- જાહેર સાહસો નફો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.