ETV Bharat / state

Gandhinagar News : લાલ ડુંગળી અને બટાટાના ખેડૂતોના હિતમાં મુખ્યપ્રધાનનો મહત્વનો નિર્ણય - લાલ ડુંગળી

ગુજરાતમાં લાલ ડુંગળી અને બટાટાના ભાવ ગગડી જતાં ખેડૂતોને મોટુ નુકસાન આવ્યું છે. જેને પગલે ગુજરાત સરકારે આજે રૂપિયા 330 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે પાટણ અને વડોદરા જિલ્લાના લાલ ડુંગળી, બટાટા પકવતા ખેડૂતોને પણ રૂ. 330 કરોડના પેકેજનો લાભ આપવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો છે.

Gandhinagar News :  લાલ ડુંગળી અને બટાટાના ખેડૂતોના હિતમાં મુખ્યપ્રધાનનો મહત્વનો નિર્ણય

author img

By

Published : Apr 1, 2023, 6:44 PM IST

ગાંધીનગર : ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાલ ડુંગળી બટાટા પકવતા ખેડૂતો માટે રૂપિયા 330 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજ બાબતે પાટણ જિલ્લાના ખેડૂતો માટે ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપુતે તેમજ વડોદરા જિલ્લા માટે દંડક બાલકૃષ્ણભાઇ શુકલ દ્વારા આ બંને જિલ્લાના બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને પણ આ પેકેજનો લાભ આપવા કરેલી રજૂઆત સંદર્ભે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાટણ અને વડોદરા જિલ્લાના ખેડૂતોના હિતમાં બટાટા માટેની સહાય પેકેજ યોજનામાં આ બે જિલ્લાનો સમાવેશ કરવાનો ત્વરિત નિર્ણય કર્યો છે.

લાલ ડુંગળી પર કેટલી સહાય મળશે? : ગુજરાતના કૃષિપ્રધાન રાધવજી પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ APMCમાં લાલ ડુંગળી વેચનાર ખેડૂતોને એક કટ્ટા દીઠ 100 રૂપિયા એટલે કે, એક કિલોએ રૂપિયા બે અને લાભાર્થી દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા (250 ક્વિન્ટલ) અથવા 50,000 રૂપિયાની મર્યાદામાં આર્થિક સહાય આપવાનો નિર્ણય કરતા અંદાજિત રૂપિયા 70 કરોડ સહાય આપવામાં આવશે.

આ પણ વાંચો Unseasonal Rain : 80 હજાર ડુંગળીની ગુણી પર પાણી ફરી વળ્યું, માવઠાની ખેડૂતને થપાટ

વાહતુક સહાય યોજના અંતગર્ત સહાય : લાલ ડુંગળીની નિકાસમાં સહાય આપવા મળેલ રજૂઆત અન્વયે અગાઉ અપાયેલ બટાટાની વાહતુક સહાયના ધોરણે લાલ ડુંગળી માટે વાહતુક સહાય યોજના માટે રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં નોંધાયેલ ખેડૂતો/વેપારીઓને લાલ ડુંગળી અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય જાહેર કરવામાં આવી છે. તે મુજબ પ્રથમ તબક્કે અંદાજિત બે લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના નિકાસ માટે રૂપિયા 20 કરોડની સહાય જાહેર કરી છે.

બટાટા પર રૂપિયા 240 કરોડની સહાય : બટાટાના વધુ ઉત્પાદનના પરિણામે તેના બજાર ભાવ ઓછા હોવાથી રાજ્ય સરકારને આ બાબતે મદદ કરવા અનેક રજૂઆતો મળી હતી. જે સંદર્ભે રાજ્યના બટાટા ઉત્પાદક ખેડૂતોને સહાય કરવા રાજ્યની સરકારે ત્વરિત નિર્ણય લઇ કુલ રૂપિયા 240 કરોડની સહાય જાહેર કરી છે. જેમાં ખેડૂતોની અલગઅલગ પ્રકારે સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો Potatoes Planting ડીસામાં બટાટાને લાગ્યું ગ્રહણ, 4 વર્ષના ઉત્પાદનને જોઈ ખેડૂતોનો પણ થઈ ગયો મોહભંગ

બટાટાની નિકાસ માટે સહાય : બટાટાને અ‌ન્ય રાજ્યોમાં કે દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય અંતર્ગત ખેડૂતો/વેપારીઓને બટાટા અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક ખર્ચમાં સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂપિયા 20 કરોડ રકમની સહાય કરવામાં આવશે.

બટાટાના વેપારીને કેટલી સહાય? : વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા (ટેબલ પર્પઝ) સંગ્રહ કરે તો પ્રતિ કિલો રૂપિયા એક લેખે ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ.50 અને વધારેમાં વધારે 600 કટ્ટા (300 કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય તા. 1 ફેબ્રુઆરી, 2023થી તા.31 માર્ચ, 2023 સુધીમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવે તો સહાય આપવામાં આવશે.

પ્રાથમિક અંદાજ મુજબ રૂપિયા 200 કરોડની સહાય : આ સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ. 200 કરોડ રકમની સહાય કરવામાં આવશે. રાજ્યના APMCમાં બટાટા વેચનાર ખેડૂતને એક કટ્ટા દીઠ રૂપિયા 50 એટલે કે એક કિલોગ્રામ એ રૂપિયા એક અને લાભાર્થી દીઠ વધારેમાં વધારે 600 કટ્ટા (300 કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય તા. 1 ફેબ્રુઆરી, 2023થી તા.31 માર્ચ, 2023 સુધીના સમયગાળા માટે આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.20 કરોડ રકમની સહાય આપવામાં આવશે.

આઈ ખેડૂત પોર્ટલ ઑનલાઈન અરજી : ગુજરાત સરકાર દ્વારા પારદર્શકતા અને ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ સીધી જમા થાય તે માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીથી ખેડૂત ઘેરબેઠાં પોતાના મોબાઈલથી અથવા ગ્રામપંચાયતમાંથી VC મારફત ઓનલાઈન અરજી કરી શકશે અને સહાય યોજનામાં લાભ મેળવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.