ETV Bharat / state

Govt Officers Transfers : લોકસભા ચૂંટણીને લઇ અધિકારીઓની બદલીઓ શરુ, 3 દિ'માં 461 અધિકારીઓની બદલી, DYSP બદલી હાલ નહીં

લોકસભા ચૂંટણીઓ પહેલાં વહીવટીતંત્રમાં વ્યાપક બદલીઓનો દોર ચાલતો હોય છે. વળી ત્રણ વર્ષ પૂર્ણ થયાં હોય તેવા અધિકારીઓની બદલીનો ગંજીફો પણ ચીપાતો હોય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 3 દિવસમાં 461 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.જોકે ડીવાયએસપી બદલીઓ વિશે હાલમાં નિર્ણય નહીં લેવાય તેવું અનુમાન છે.

Govt Officers Transfers : લોકસભા ચૂંટણીને લઇ અધિકારીઓની બદલીઓ શરુ, 3 દિ'માં 461 અધિકારીઓની બદલી, DYSP બદલી હાલ નહીં
Govt Officers Transfers : લોકસભા ચૂંટણીને લઇ અધિકારીઓની બદલીઓ શરુ, 3 દિ'માં 461 અધિકારીઓની બદલી, DYSP બદલી હાલ નહીં
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 4:44 PM IST

ગાંધીનગર : દિવાળી બાદ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ઊભો થશે. ત્યારે સરકારના નિયમ અનુસાર જે પણ અધિકારી કે જેઓ એક જ સ્થળે ત્રણ વર્ષ અથવા તો ત્રણ વર્ષથી વધુના સમયગાળા દરમિયાન ફરજ બજાવી હોય તેવા અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. હવે લોકસભા ચૂંટણી યોજાવાને ગણતરીના છ મહિના બાકી છે ત્યારે સરકાર દ્વારા અધિકારીઓનો બદલીનો દોર શરૂ કર્યો છે. જેમાં ગણતરીના કલાકોમાં જ 297 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. હાલમાં DYSP બદલી થવાની વાતો પણ થઇ રહી છે જોકે સરકારનું નિવેદન કંઇ બીજું કહે છે.

DYSP બદલી હાલમાં નહીં : હાલમાં ડીવાયએસપીની બદલીઓ નહીં થાય તેમ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું. વધુમાં ગૃહ વિભાગના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ થોડા સમય બાદ અથવા તો દિવાળી પછી લોકસભાની ચૂંટણી નજીક હોય ત્યારે બદલી થઈ શકે તેવી માહિતી પણ વધુ વિભાગ તરફથી પ્રાપ્ત થઈ રહી છે. આમ હાલમાં નજીકના સમયમાં ડીવાયએસપીની બદલીઓ નહીં થાય. જ્યારે 25 ઓક્ટોબરના રોજ રાજ્યના કાયદા વિભાગ દ્વારા પણ સાત જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં આ તમામ સાત અધિકારીઓને કામચલાઉ બઢતી આપીને નિમણૂક કરવામાં આવી હતી.

વ્યાપક બદલીઓનો દોર
વ્યાપક બદલીઓનો દોર

162 મામલતદારોની બદલી : લોકસભા ચૂંટણીને ગણતરીના મહિનો ગણાઇ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા 162 જેટલા મામલતદારોની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં મામલતદારોને ચૂંટણીલક્ષી મહત્વની કામગીરી સોપાતી હોય છે ત્યારે ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય તેને ધ્યાનમાં લઈને 162 જેટલા મામલતદારોની બદલી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આમ વહીવટી ક્ષેત્રે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

દશેરાના દિવસે કરવેરા અધિકારીઓની બદલી : ગુજરાત સરકારમાં દશેરાની જાહેર રજા હતી ત્યારે પણ રાજ્યના નાણાં વિભાગ દ્વારા 135 જેટલા રાજ્ય વેરા અધિકારીની બદલી કરવામાં આવી હતી. જ્યારે આ બદલીમાં સરકારે જાહેર હિત અને સ્વ વિનંતીના કારણો પણ આપ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ઇલેક્શનને ધ્યાનમાં લઈને હાલમાં તમામ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે.

164 TDOની બદલી કરાઈ : રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 164 જેટલા તાલુકા વિકાસ અધિકારીઓને પણ બદલી કરવામાં આવી હતી. જ્યારે 19 જેટલા પંચાયત સેવા વર્ગના કર્મચારીઓને તાલુકા વિકાસ અધિકારી સંવર્ગની જગ્યા પર તદ્દન હંગામી અને કામચલાઉ રાહે બદલી આપવામાં આવી હતી. આમ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 164 તાલુકા વિકાસ અધિકારીની બદલી અને 19 જેટલા કર્મચારીઓને બદલી સાથે બઢતી કરવામાં આવ્યા હતાં.

  1. Ahmedabad PI PSI Transfer: અમદાવાદમાં 10 PI અને 56 PSIની બદલી, જાણો ક્યાં થઈ બદલી
  2. Ahmedabad News : ગુજરાત પોલીસ વિભાગમાં 22 PI અને 63 PSI બદલી, જાણો કોની ક્યાં થઇ બદલી
  3. Palanpur Flyover Slab Collapse : GPC ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ બ્લેકલિસ્ટ કરાઈ, તપાસ માટે કમિટીની રચના, જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.