ગાંધીનગર : ગુજરાત સરકારમાં કર્મચારીઓને બઢતી અને આર્થિક લાભ મેળવવા માટે ખાતાકીય પરીક્ષાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 15 માસથી પરીક્ષા યોજાઈ ન હતી અને 25 સપ્ટેમ્બરના રોજ પરીક્ષાનું આયોજન કરાયું હતું. ત્યારે અચાનક ફરી પરીક્ષા મોકૂફ કરવાથી રાજ્ય કર્મચારી મહામંડલ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 11-8-2023 ના રોજ લોવર લેવલ પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી. આ પરીક્ષા 25 સપ્ટેમ્બરના રોજ યોજવાની હતી પરંતુ 18 સપ્ટેમ્બરના રોજ મંડળ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું કે આ પરીક્ષાઓમાં મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે કર્મચારીઓમાં ખૂબ જ અસંતોષ અને રોષની લાગણીઓ વ્યક્ત કરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જ્યારે મોટાભાગના કર્મચારીઓ જે પરીક્ષાઓની તૈયારીઓ માટેની રજાઓ મૂકી હતી...ભરત ચૌધરી ( પ્રમુખ, રાજ્ય કર્મચારી મહામંડળ )
3500 કર્મચારીઓને નહીં મળે લાભ : ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના સંગઠન મંત્રી ગીતાબા જાડેજાએ મીડિયામાં નિવેદન આપ્યું હતું કે 2023-24 ની અંદર 3500 જેટલા સરકારી કર્મચારીઓથી રિટાયર્ડ થઈ રહ્યા છે. આ લોકોને સિનિયોરિટીનો લાભ મળી શકશે નહીં અને આ પરીક્ષામાં એટલા બધા પ્રશ્નો અને લેંન્ધી હોવાને કારણે જે લોકો રિટાયર થઈ રહ્યા છે, નિવૃત થવાને આરે આવેલ કર્મચારીઓ ચોથી પાંચમી પાંચમી વખત ટ્રાયલ આપી રહ્યા છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી દરમિયાનના આંદોલનમાં પણ સરકારે અમને બાંહેધરી આપી હતી કે અમે ચોથું પેપર કેન્સલ કરીશું પરંતુ તે પેપર કેન્સલ કર્યું નથી. જેથી કર્મચારીઓમાં ખૂબ નિરાશ છે.
ગૌણ સેવા મંડળ દ્વારા કરાશે જાહેરાત : આવેદન સ્વીકાર કર્યા બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નાયબ સચિવ આર એન ડોડીયાએ કર્મચારીઓને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે હાલમાં વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. જ્યારે ટૂંકસમયમાં પરીક્ષાની સત્તાવાર જાહેરાત ગૌણ સેવા મંડળ ની વેબસાઇટ પર કરવામાં આવશે. જ્યારે મળતી માહિતી મુજબ જુનિયર ક્લાર્ક, તલાટીની પરીક્ષામાં વ્યસ્ત કાર્યક્રમ ઉપરાંત બરોડા કોર્પોરેશન અન્ય પરીક્ષા અને વહીવટી કારણો હોવાને કારણે કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા મોકૂફ રખાઈ હોવાની વિગતો સામે આવી છે.
- Pension Scheme In Gujarat: લોકસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજનાનો મુદ્દો રાજકીય રંગ પકડશે?
- Gandhinagar News : સરકારી કર્મચારીઓ પર થયેલી ફરિયાદનો નિકાલ કરવા CMનો આદેશ, 1250નો આંકડો આવ્યો સામે
- Vadodara News: દોઢ વર્ષ અગાઉ ભરાયા પરીક્ષાના ફોર્મ, છતાં હજુ અધિકારી કહે છે કે પરીક્ષા બે મહિનામાં લેવાની શક્યતાઓ