ગાંધીનગર : ભારત દેશને G20 નું યજમાન પદ મળ્યું છે.જેની બેઠકો વિવિધ શહેરોમાં યોજાઇ રહી છે. જે અંતર્ગર્ત થોડા દિવસ પહેલા યોજાયેલ અર્બન 20 બેઠક બાદ હવે 14 જુલાઈ થી 16 જુલાઈ સુધી ગાંધીનગરમાં 3જી ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ વર્કિંગ ગ્રુપની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 17 અને 18 જુલાઈના રોજ ગાંધીનગરમાં 3જી નાણાંપ્રધાનો અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામન પણ હાજર રહેશે.
વર્તમાન સમયમાં ડિજિટલ ફાઈનાન્સને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ડિજિટલ ફાઈનાન્સ બાબતે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત ક્લાયમેટ એજન્ડા અત્યારે તમામ દેશ માટે ખૂબ જ મહત્વના છે. જ્યારે ગુજરાત માટે પણ આ એજન્ડા ખૂબ મહત્વનો છે. ક્લાયમેટ ચેન્જ માટે ભંડોળ કઈ રીતે ઉભું કરવું તે બાબતે IMF દ્વારા ચર્ચા કરવામાં આવશે, મિનિસ્ટર લેવલે જે બેઠક થશે તેમાં ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગ અટકાવવા માટે કેવા પગલાં નિયમો રચવા જોઈએ તે પણ ડેલીગેટ સાથે ચર્ચા કરવામાં આવશે...મોના ખંધાર(G20 નોડલ ઓફિસર)
નાણાકીય ક્ષેત્રે 2 બેઠકો યોજાશે : G20 અંતર્ગત રાજ્યના નોડલ ઓફિસર મોના ખંધારે જણાવ્યું હતું કે ગાંધીનગર જુલાઈ મહિનામાં બે ફાઇનાન્સ ટ્રેક મીટિંગ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વભરમાંથી 300 થી વધુ ડેલીગેટ આ બેઠકમાં હાજર રહશે, ફાઇનાન્સની બેઠકમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યુએસએ, ફ્રાન્સ, ચીન, ઇટાલી, યુકે, જર્મની, જાપાન, સાઉદી અરેબિયા, આર્જેન્ટિના, સ્પેન, ઓસ્ટ્રેલિયા, રિપબ્લિક ઓફ કોરિયા જેવા દેશોના ગવર્નરો, ડેપ્યુટી ગવર્નરો, પ્રધાનો અને નાણાકીય સંસ્થાઓના વડાઓનો હાજર રહેશે.
વર્કિંગ ગ્રુપ મીટિંગ : મોના ખંધારે વધુમાં જણાવ્યું હતું કે 3જી ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ વર્કિંગ ગ્રૂપ મીટિંગ ગાંધીનગરમાં 14 જુલાઈ 2023ના રોજ શરૂ થશે. મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંકો (MDBs) ને મજબૂત કરવા માટે G20 એક્સપર્ટ ગ્રુપના અહેવાલ પર ચર્ચા કરવા માટે G20 રાઉન્ડ ટેબલ યોજવામાં આવશે. બેઠકમાં ‘થર્ડ-પાર્ટી રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક સહિત બિગટેક અને ફિનટેકને લગતા નીતિ વિષયક મુદ્દાઓ’ પર ચર્ચાનું વર્કિંગ ગ્રૂપ 14મી અને 15મી જુલાઈએ G20 ટેબલ માટે રજૂ કરવામાં આવનાર કોમ્યુનિકેશનનો મુસદ્દો તૈયાર કરાશે.
G20 હાઇ લેવલ ટેક્સ સિમ્પોઝિયમ : 16 જુલાઈના રોજ વિવિધ વિષયો પર પ્રધાનસ્તરની પેનલ ચર્ચાઓ યોજાશે, જેમાં, G20 ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર્સ ડાયલોગ: લીવરેજિંગ ફંડિંગ એન્ડ ફાઇનાન્સિંગ મિકેનિઝમ્સ એન્ડ એપ્રોચીસ ફોર ધ સિટીઝ ઓફ ટુમોરોઝ તેમજ કરચોરી, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સામે લડવા પર G20 હાઇ લેવલ ટેક્સ સિમ્પોઝિયમ જેવા વિષયોનો સમાવેશ થાય છે.
ગાંધીનગરમાં નાણાંપ્રધાનો અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની મીટિંગ : મોના ખંધારે વધુમાં જણાવ્યું હતું કે ફાયનાન્સ ટ્રેકના બીજા ભાગમાં 3જી નાણાંપ્રધાનો અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠક યોજાશે જે 17મી જુલાઈથી શરૂ થશે. G20 સભ્ય દેશોમાંથી ભાગ લેનારા નાણાંપ્રધાનો અને સેન્ટ્રલ બેંકના ગવર્નરો માટે અલગ-અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.
વિવિધ સેશન પણ યોજાશે : આ મીટિંગો પછી ‘ગ્લોબલ ઈકોનોમી એન્ડ ગ્લોબલ હેલ્થ’તેમજ ‘સસ્ટેનેબલ ફાઇનાન્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પર સત્રો યોજાશે. G20 સભ્યો દ્વારા 'પોલિસી ડાયલોગ્સ: રાઉન્ડટેબલ ડિસ્કશન ઓન ક્રિપ્ટો એસેટ' પર ચર્ચા પણ યોજાશે. 18 જુલાઈના રોજ, 'આંતરરાષ્ટ્રીય નાણાકીય આર્કિટેક્ચર', 'આંતરરાષ્ટ્રીય કરવેરા' અને 'નાણાકીય ક્ષેત્ર અને નાણાકીય સમાવેશ' પર સત્રો યોજાશે.
ડેલીગેટ માટે પ્રવાસ કાર્યક્રમ : મોના ખંધારે વધુમાં જણાવ્યું હતું કે 19 જુલાઈના રોજ એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પ્રતિનિધિઓ હેરિટેજ વોક દ્વારા અમદાવાદની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓના સાક્ષી બનશે. તેઓ સાબરમતી આશ્રમ, અટલ બ્રિજ, અડાલજની વાવની પણ મુલાકાત લેશે અને CEPT યુનિવર્સિટીનો સંસ્થાકીય પ્રવાસ કરશે. 15 જુલાઈના રોજ પ્રતિનિધિઓ સમૃદ્ધ કાર્યક્રમો અને ભોજન દ્વારા ગુજરાતની સંસ્કૃતિ અને વારસાનો અનુભવ કરશે.
- G20 Delegates in Kutch : જી20 ડિઝાસ્ટર રિસ્ક રિડકશન સમિટ સભ્યો સ્મૃતિવન મેમોરિયલની મુલાકાતે, સંદેશમાં શું લખ્યું જૂઓ
- G20 Summit in Gandhinagar : ભારતમાં ભૂગર્ભ જળના ઉપયોગ વિશે મળી મહત્ત્વની જાણકારી, G20માં આયોજનો જાણો
- G20 Meeting : ગાંધીનગરમાં પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગ યોજાશે, વિદેશી ડેલિગેટ માટે થઇ આ વ્યવસ્થાઓ