ETV Bharat / state

Green Clean Urban Transport : સીએનજી બસ અને ઇ બસ સંચાલકોને આનંદો કરાવશે સરકારનો નિર્ણય - ઇ બસ

ગુજરાતમાં ગ્રીન ક્લીન શહેરી પરિવહન સેવાને પ્રોત્સાહન આપતો નિર્ણય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવાયો છે. ગુજરાતની મહાનગરપાલિકાઓ તથા ‘અ’વર્ગની નગરપાલિકાઓમાં શહેરી પરિવહન સેવામાં ઉપયોગમાં લેવાતી સીએનજી બસ અને ઇલેક્ટ્રીક બસના સંચાલન માટે અપાતી ગ્રાન્ટમાં વધારો કરવાના નિર્ણયને લઇ વધુ જાણો.

Green Clean Urban Transport : સીએનજી બસ અને ઇ બસ સંચાલકોને આનંદો કરાવશે સરકારનો નિર્ણય

author img

By

Published : Aug 18, 2023, 9:05 PM IST

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની મહાનગરપાલિકાઓ તથા ‘અ’વર્ગની નગરપાલિકાઓમાં જાહેર પરિવહન સેવામાં ઉપયોગમાં લેવાતી CNG અને ઇલેક્ટ્રીક બસના સંચાલન માટે અપાતા અનુદાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર મહાનગરપાલિકાઓને સીએનજી બસ સેવાના અનુદાન તરીકે કિલોમીટર દીઠ હવે 18 રુપિયા ચૂકવાશે. જ્યારે નગરપાલિકાઓને અનુદાન તરીકે કિલોમીટર દીઠ હવે 22 રુપિયા મળશે.

પરિવહન સેવાઓના સંચાલન અનુદાનમાં વધારો : આ અંગેની સરકારે આપેલી સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ગ્રોથ માટે પર્યાવરણ પ્રિય ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ અને બિન પરંપરાગત ઊર્જાના ઉપયોગને વેગ આપવા આહ્વાન કરેલું છે. ત્યારે ગુજરાતે આ આહ્વાનને ઝીલી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત હાલ 3 મહાનગરપાલિકાઓ અને ‘અ’ વર્ગની 10 નગરપાલિકાઓના 1068 સીએનજી અને 382 ઇબસ શહેરી પરિવહન સેવામાં કાર્યરત કરેલી છે. આ બસ સેવાઓ માટે જે પીપીપી ધોરણે પરિવહન સેવાઓના સંચાલન અનુદાન પેટે આપવામાં આવતી રકમમાં વધારો આપવામાં આવશે.

ઘટની રકમમાં પણ વધારો અપાશે : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય અનુસાર મહાનગરપાલિકાઓને સીએમજી બસના સંચાલન અન્વયે અગાઉ કિલોમીટર દીઠ અપાતા 12.50 પૈસાને બદલે 18 રુપિયા અનુદાન પેટે મળશે. સાથે વાયેબિલિટી ગેપ ફંડિંગ - ઘટ પેટે અગાઉ મહત્તમ 50 ટકા મળતા હતાં તેમાં 10 ટકાનો વધારો કરીને હવે 60 ટકા આપવામાં આવશે.

નગરપાલિકાઓ માટેનો વધારો આટલો રહેશે : આ ઉપરાંત જે ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં હાલ સીએનજી બસ સેવાનું શહેરી પરિવહન સેવામાં પીપીપી ધોરણે સંચાલન થાય છે તેવી નગરપાલિકાઓને કિલોમીટર દીઠ 22 રુપિયાનું અનુદાન અપાશે તેમજ વીજીએફ ઘટ માટે વધુમાં વધુ 50 ટકા મળતા હતાં તેની રકમ પણ વધારીને 75 ટકા પ્રમાણે અપાશે.

સિટી બસ સેવામાં વ્યાપ વધારવાનો આશય : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઇલેક્ટ્રીક વાહનોનો પણ શહેરી પરિવહન સેવામાં વ્યાપ વધે તેવા આશયથી જે મહાનગરપાલિકાઓમાં ઇ બસ સેવાઓ પીપીપી ધોરણે હાલ કાર્યરત છે ત્યાં કિલોમીટર દીઠ 25 રુપિયાના સ્થાને હવે 30 રુપિયા અનુદાન આપવાનો નિર્ણય પણ કર્યો છે. એટલું જ નહીં, આવી ઇ બસ સેવાઓના સંચાલનમાં ઘટની જે રકમ અગાઉ 50 ટકા આપવામાં આવતી હતી તે હવે વધુમાં વધુ 60 ટકા મળશે. આમ રાજ્યમાં ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં ઇબસની શહેરી પરિવહન સેવાઓ માટે પહેલીવાર કિલોમીટર દીઠ 40 રુપિયા અને ઘટ રકમના વધુમાં વધુ 75 ટકા અનુદાન આપવાનો નિર્ણય પણ લેવાયો છે.

સીએનજી બસ અને ઇ બસ રોડ પર કેટલી : અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત કૂલ 2,864 બસની કરેલી જોગવાઈઓ સામે 662 ઇબસ અને 1097 સીએનજી એમ કુલ 1759 બસોને મંજૂરી આપવામાં આવેલી છે. આવી મંજૂર થયેલ બસ સેવા પૈકી 382 ઇ બસ અને 1068 સીએનજી બસ હાલ કાર્યરત છે.

  1. E Bus Service Vadodara:વડોદરામાં સ્માર્ટ સિટી અંતર્ગત ઇ-બસ સેવામાં SPV ગઠનને લઈ વિપક્ષ નેતાઓએ કર્યો વિરોધ
  2. આણંદમાં 128 લાખના ખર્ચે તૈયાર કરાયેલા આધુનિક એસ. ટી. બસ સ્ટેન્ડનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ
  3. ભરૂચની સિટી બસ સેવાનું ગાંધીનગરથી મુખ્યપ્રધાને કર્યું ઇ-લોકાર્પણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.