ગાંધીનગર : ગુજરાતના 10 જિલ્લામાં બિપરજોય વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. તે વખતે જ રાજ્ય સરકાર દ્વારા નુકશાનીની સહાય ચુકવણી શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ હજુ સુધી બાગાયતી પાક નુકશાની સહાય સરકાર દ્વારા ચુકવવામાં આવી નથી. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા સહાય બાબતની મેરેથોન બેઠકો શરૂ કરીને SDRF મુજબ નહીં પણ સરકાર માનવતાની દ્રષ્ટિએ બજેટમાંથી ખાસ જોગવાઈ મુજબ સહાય આપવામાં આવશે. તે પ્રકારની માહિતી રાજ્ય સરકારના જાણકાર સૂત્રો તરફથી મળી રહી છે.
20 દિવસ થયા પણ પાક સહાય નહીં : વર્ષ 2021માં ગુજરાતના દરિયા કિનારે તાઉતે વાવોઝોડુ ટકરાયું હતું. ત્યારે તત્કાલીન વિજય રૂપાણી સરકારે ફક્ત 9 દિવસની અંદર જ સહાયની જાહેરાત કરી હતી. જ્યારે બીપોરજોય વાવાઝોડાની અસર અનેક દિવસો સુધી રહેવાને કારણે સર્વેની કામગીરી ઝડપી થઈ શકી ન હતી. તેના કારણે સર્વેમાં મોડું થયું હોવાનું નિવેદન રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યું હતું. ઉપરાંત હવે સર્વે પૂરો કરવામાં આવ્યો છે.
2 દિવસમાં સહાય પેકેજ જાહેર : રાજ્યના કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, મુખ્ય સચિવ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક પૂર્ણ થઈ છે. ત્યારે હવે 2 દિવસમાં સહાય પેકેજ જાહેર કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. અને આ સહાય પેકજ 350થી 400 કરોડ રૂપિયાનું સરકાર જાહેર કરી શકે છે.
તાઉતે વાવાઝોડામાં નુકસાન સહાય કેટલી હતી : તાઉતે વાવાઝોડા વખતે હેકટર દીઠ 30, 000ની સહાય વિજય રૂપાણીની સરકારે તાઉતે વાવાઝોડામાં એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ મુજબ 33 ટકાથી વધુ નુકશાન થયું હતું. તેવા ખેડૂતોને હેકટર દીઠ રૂ.30,000ની સહાય 2 હેકટરની મર્યાદામાં આપવામાં આવી હતી. ત્યારે બિપરજોય વાવાઝોડામાં સૌથી વધુ નુકશાન બાગાયતી પાકમાં થયું છે. જેમાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે નુકશાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા 33 ટકાથી ઓછું નુકશાન થયું હોય તેવા ખેડૂતોને પણ આર્થિક સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ જે રીતે તાઉતે વાવાઝોડામાં સહાય ધોરણ હતા. તેમાં સુધારો વધારો કરીને ગણતરીના કલાકોમાં સહાય પેકેજ જાહેર કરવામાં આવશે.
લગભગ 350થી 400 કરોડનું પેકેજ : બાગાયતી અને કૃષિમાં પાક સહાયની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા લગભગ આશરે 350થી 400 કરોડ રૂપિયાનો અંદાજિત સહાય પેકેજ રાજ્ય સરકાર જાહેર કરી શકે છે. જ્યારે રાજ્ય સરકારે દ્વારા સહાયની ફાઈલ તૈયાર કરી દેવામાં આવી છે. અને હવે ફક્ત કાગળ પરની કાર્યવાહી જ બાકી છે. ત્યારે ગુજરાત સરકાર સાત જુલાઈ સુધીમાં એટલે કે 24થી 48 કલાકમાં જ સહાય પેકેજ જાહેર કરી શકે છે.
બિપરજોય વાવાઝોડામાં પ્રભાવિત જિલ્લાઓમાં કુલ 53,000 હેક્ટર બાગાયત પાક વિસ્તારમાં છે, જેમાં કુલ 14,870 જેટલા ઝાડ પડી ગયા હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં કુલ 82,000 હેક્ટર જેટલા બાગાયત પાકોનો વિસ્તાર છે. તેમાં 53,000 હેક્ટર વિસ્તારમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ મેળવવા આવ્યો હતો...ઋષિકેશ પટેલ(પ્રવકતા પ્રધાન)
ઓછું નુકસાન હોય તો પણ સહાય : સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 17,000 હેકટર વિસ્તારમાં વધુ પાક અને બાગાયત પાકમાં નુકશાન થયું હોવાની એહવાલ સરકારને પ્રાપ્ત થયા છે. ઉપરાંત એસડીઆરએફના નિયમ પ્રમાણે 33% થી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને જ સહાય મળે છે. પરંતુ પ્રથમ વખત સરકાર ઓછું નુકસાન થયું હશે તેવા ખેડૂતોને પણ સહાય આપશે.
વિજય રૂપાણીએ કેટલી સહાય આપી હતી ? : તાઉતે વાવાઝોડામાં વિજય રૂપાણીની સરકારની સહાયની વાત કરીએ તો ઝાડ ઉભા હોય પરંતુ પાક ખરી પડ્યો હોય તેવા કિસ્સામાં વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં હેકટર દીઠ રૂ.30,000 રૂપિયાની આર્થિક સહાય રાજ્ય સરકારે આપી હતી. જ્યારે ઉનાળો કૃષિ પાકોના નુકસાનના કિસ્સામાં બે હેક્ટરની મર્યાદામાં રૂ.20,000 ની સહાય આપવામાં આવી હતી. એસડીઆરએફના નિયમ મુજબ પ્રતિ હેકટરે 22,500 રૂપિયાની સહાય ચુકવવાની જોગવાઈ છે.
મહત્તમ એક લાખની સહાય : બાગાયતીમાં આંબા, નાળિયેરી, ચીકુ, લીંબુ જેવા વૃક્ષો પડી જવાના કે મૂળ સહિત ઉખડી જવાની કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજ્ય સરકારે પહેલીવાર હેકટર દીઠ મહત્તમ એક લાખની સહાય 2 હેક્ટરની મર્યાદામાં આપવાના નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત વિજય રૂપાણીની સરકારે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા નુકસાનમાં 500 કરોડ રૂપિયાની વાવાઝોડા કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું.
- Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાજ્ય સરકારે 11.60 કરોડની સહાય ચૂકવી
- Kutch News: વાવાઝોડામાં બાગાયતી પાકને ભારે નુકસાન, ખારેકનો પાક નિષ્ફળ જતા વધુ વળતરની માંગ
- Rajkot Rain : રાજકોટમાં વાવાઝોડાને કારણે ખેતીના પાકમાં નુકસાન નહીં, સારા વરસાદને લઈને ખેડૂતો ખુશીની લહેરમાં