ETV Bharat / state

Gandhinagar News : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, 35 ગામ સ્માર્ટ વિલેજ જાહેર - સ્માર્ટ વિલેજ યોજના

ગુજરાતમાં તાલુકાદીઠ એક ગામ સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવાની દિશામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.તેમણે સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત 16 જિલ્લાની 35 ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર કરી છે. આ દરેક ગામને પાંચ લાખ રુપિયાની પુરસ્કાર રકમ મળશે. આ રકમને ગ્રામ પંચાયતના વિકાસ કામો માટેના સ્વભંડોળમાં આ રકમ ઉપયોગમાં લેવાશે.

Gandhinagar News : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, 35 ગામ બનશે સ્માર્ટ વિલેજ

author img

By

Published : May 31, 2023, 10:19 PM IST

Updated : Jun 1, 2023, 8:37 AM IST

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં તાલુકાદીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે 16 જિલ્લાના 35 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે પસંદ કરાયેલા ગામો છે. તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બને અને અન્ય વિસ્તાર માટે ‘એક્શન લેબોરેટરી’ તરીકે કામ કરે-ગુડ ગવર્નન્સ અને ટુરિઝમ સ્થળ તરીકે વિકસે તેવી નેમ રાખી છે.

16 જિલ્લાની 35 ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર

ગામોના વિકાસકાર્યોમાં સહાય : સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દીઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે. એટલું જ નહી આ ગામોને વિકાસ કામો માટેના સ્વભંડોળનો આ પુરસ્કાર રાશિ ભાગ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગામોને શહેરો સમકક્ષ સ્માર્ટ, સસ્ટેઇનેબલ અને સુવિધાયુકત બનાવવાની નેમ સાથે રૂર્બન-આત્મા ગામનો સુવિધા શહેરનો વિચાર આપેલો છે.

સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનાને વધુ વ્યાપક સ્વરૂપે વિસ્તારી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં તૈયાર થયેલી સ્માર્ટ વિલેજ યોજનામાં આવા સ્માર્ટ વિલેજની પસંદગી માટેના જે ધોરણો નિર્ધારીત કરાયાં છે. તેમાં ગામમાં અદ્યતન ટેક્નોલોજીનો વિનિયોગ, ગ્રામીણ જીવનશૈલીને જાળવી રાખીને ગ્રામજનોના ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો કરવો તેમજ ગામના આર્થિક, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યના સંવર્ધન સાથે માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય રાખેલો છે...ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન)

ગામની વસ્તીનું પ્રમાણ : આવા સ્માર્ટ વિલેજ અન્ય ગામો માટે ‘‘ગુડ ગવર્નન્સ’’ના મોડેલ ગામ અને ટુરિઝમ સ્થળ તરીકે વિકસે તથા એક્શન લેબોરેટરી તરીકે કાર્ય કરે તેવો હેતુ પણ રાખવામાં આવ્યો છે. આવા સ્માર્ટ વિલેજ પસંદગી માટેના ધોરણોમાં ગામ રોડથી જોડાયેલું હોય, રોડથી તદ્દન નજીકમાં હોય, ગામ શક્ય હોય ત્યાં સુધી સ્ટેટ હાઇવે પર હોય, પ્રાથમિક સુવિધા તરીકે પાકા રસ્તા અને ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ તેમજ સંપૂર્ણ સફાઇ થતી હોય અને ગામની વસ્તી 2000 થી 6000 સુધીની હોય તે માપદંડો ધ્યાને લેવામાં આવેલા છે.

11 માપદંડો રખાયા હતાં : આ ધોરણો ધરાવતા ગામોએ જે 11 માપદંડો પરિપૂર્ણ કર્યા છે. તેમાં સરસ ગ્રામ વાટિકા/ગાર્ડન ફરજિયાત ડોર ટુ ડોર કલેક્શન દરેક ઘરે પીવાના પાણીનું નળ કનેક્શન પંચાયત વેરા વસુલાત રસ્તા પર ઉકરડા ન હોય અને રસ્તાઓ નિયમિત સાફ થાય સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટરની સુવિધા ગ્રામ પંચાયત કચેરી ઉપર સોલર રૂફટોપ ઓપન ડેફીકેશન ફ્રી વિલેજ ગ્રામ પંચાયત દ્વારા લાઇટબીલ ભરવાની નિયમિતતા ગામમાં ગટર બનાવવી ગામતળના પાકા રસ્તા વગેરેને આવરી લેવાયા છે. આવા 11 મા૫દંડો પરિપૂર્ણ કરતી ગ્રામ પંચાયતો દ્વારા સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત કરાયેલ ફોર્મ ભરવામાં આવેલા તેમાં બેઝ યર તરીકે વર્ષ 2022-23માં લેવામાં આવ્યું હતું.

સ્માર્ટ વિલેજની ૫સંદગી પ્રક્રિયા : આ ગામો પસંદ કરતાં પૂર્વે ગ્રામ પંચાયત દ્વારા ભરેલ ફોર્મ અન્વયે તાલુકા કક્ષાની સમિતિએ રૂબરુ મુલાકાત લઇ પ્રાથમિક ચકાસણી કરી હતી. અને એ પ્રમાણે ગુણ આપી પોતાના અભિપ્રાય સાથેની યાદી રાખી જિલ્લા કક્ષાની સમિતિમાં દરખાસ્ત મોકલી આપી હતી. આ ફોર્મના આધારે મેરીટના બેઝ ૫ર સ્માર્ટ વિલેજની ૫સંદગી જિલ્લા કક્ષાની સમિતિ ઘ્વારા કરવામાં આવી છે. 90 ટકા ગુણ મેળવેલ ગ્રામ પંચાયતોને થર્ડ પાર્ટી વેરીફીકેશન કરાવ્યા ૫છી જ પુરસ્કાર - પ્રોત્સાહક રકમ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર અમલીકરણ પ્રક્રિયા બાદ લઘુત્તમ 90 માર્કસ મેળવેલ હોય તેવી ગ્રામ પંચાયતો પૈકી મહત્તમ મળેલ માર્કસના આધારે તાલુકાદીઠ એક ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરાઇ છે.

  1. CM Bhupendra Patel Reaction : પીએમ મોદીના વિદેશ પ્રવાસને લઇ સીએમ ભૂપેન્દ્ર પટેલનું મહત્ત્વપૂર્ણ નિવેદન
  2. Apex Committee Meeting : મુખ્યપ્રધાને દિલ્હીની એપેક્સ કમિટીમાં ચર્ચા કરી, ધોલેરા એસઆઈઆરના પ્રોજેક્ટ અને રોકાણના આયોજન
  3. Electricity Theft : પહેલા પેમેન્ટ પછી વીજળી, વીજ ચોરીને નાબૂદ કરવા લાગશે સ્માર્ટ મીટર

Last Updated : Jun 1, 2023, 8:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.