ETV Bharat / state

શ્રદ્ધાદીપ લેબોરેટરી માત્ર રૂપિયા પડાવવા ભ્રષ્ટાચાર આચરી રહી છે: મેડીકલ ઓફિસર - Ghandhinagr news

કોરોના ટેસ્ટિંગમાં ગોટાળા થયો હોવાની શંકાના આધારે ગાંધીનગર મહાનગર પાલિકાએ સેક્ટર-16 સ્થિત શ્રદ્ધાદીપ લેબોરેટરીને નોટિસ ફટકારીને પાંચ દિવસમાં જવાબ માંગ્યો છે.

ETV bharat
શ્રદ્ધાદીપ લેબોરેટરી માત્ર રૂપિયા પડાવવા ભ્રષ્ટાચાર આચરી રહી છે : મેડીકલ ઓફિસર
author img

By

Published : Aug 21, 2020, 10:55 PM IST

ગાંધીનગર: કોરોના ટેસ્ટિંગમાં ગોટાળા થયો હોવાની શંકાના આધારે ગાંધીનગર મહાનગર પાલિકાએ સેક્ટર-16 સ્થિત શ્રદ્ધાદીપ લેબોરેટરીને નોટિસ ફટકારીને પાંચ દિવસમાં જવાબ માંગ્યો છે. નોટિસમાં આકરા શબ્દોમાં મનપા હેલ્થ ઓફિસરે લખ્યું છે કે, ‘માત્ર રૂપિયા પડાવવા આપની લેબોરેટરી દ્વારા ટેસ્ટ કરી કોઈપણ કાળજી વગર સરકારની જાણ બહાર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે. આ એક અતિગંભીર બાબત છે. જો આ અંગે 5 દિવસમાં જવાબ નહીં મળે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સેક્ટર-24માં રહેતાં મહિલાના મોત બાદ પરિવારે ગંભીર આક્ષેપો સાથે સે-21 પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. બીજી તરફ કાઉન્સિલર અંકિત બારોટે પણ આ મુદ્દે મનપા, મુખ્યપ્રધાન અને વિરોધ પક્ષના નેતાને રજૂઆત કરી હતી. જેને પગલે રજૂઆતના 15 દિવસ બાદ દોડતા થયેલા તંત્રએ આખરે લેબોરેટરીને આકરા શબ્દોમાં નોટિસ આપી હતી. સેક્ટર-24 શિવમ ફ્લેટ ખાતે રહેતાં 56 વર્ષીય અલકા સુરેશ રાવલ (એમ-11/131)નું 31 જુલાઈના રોજ મોત થયું હતું. તેઓની તબિયત ખરાબ થતાં 27 જુલાઈના રોજ તેમનો કોવિડ ટેસ્ટ સે-16 ખાતે આવેલા શ્રદ્ધાદીપ લેબોરેટરીમાં કરાવ્યો હતો. જેમાં ગોટાળા કરાયા હોવાની શંકા સાથે મૃતકના પુત્રો જિગ્નેશ તથા મેહુલ રાવલે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

ETV bharat
શ્રદ્ધાદીપ લેબોરેટરી માત્ર રૂપિયા પડાવવા ભ્રષ્ટાચાર આચરી રહી છે : મેડીકલ ઓફિસર
અરજદારે કોરોનાના ખોટા રિપોર્ટના કારણે ગભરાઈ જવાથી માતાનું મોત થયું હોવાનો દાવો કર્યો છે. મહિલાના મોત બાદ પરિવારના પાંચેય સભ્યોના બીજી લેબમાં રિપોર્ટ કરાવતા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેને પગલે અરજદારે દાવો કર્યો છે કે, શ્રદ્ધાદીપ લેબોરેટરી દ્વારા રિપોર્ટ અંગે પરિવારને જાણ કર્યા વગર જ આરોગ્ય વિભાગને મોકલી આપ્યો હતો. જેને પગલે આરોગ્યની ટીમ તાત્કાલિક દર્દીના ઘરે પહોંચતા માતા ગભરાઈ ગયા હતા. આ બધી ચિંતાને કારણે બે દિવસમાં જ એટેકથી તેમનું મોત નિપજ્યું હતું.

અરજદારોનો દાવો છે કે, હેલ્થ વિભાગને તેમને અઢી વાગ્યે રિપોર્ટ મોકલાયો હતો. સેમ્પલ માંગતા આપવામાં આવ્યા ન હતા જેને પગલે સમગ્ર મુદ્દે ગોટાળો થયો હોવાની શંકા છે. આ મુદ્દે વોર્ડ નંબર-4ના કાઉન્સિલર અંકિત બારોટે કહ્યું હતું કે, ‘પાલિકા દ્વારા સમગ્ર મુદ્દે યોગ્ય તપાસ નહીં થાય અને અરજદારને ન્યાય નહીં મળે તો લાંબી લડાઈ લડવામાં આવશે. આવા મેડિકલ માફિયા વિરૂદ્ધમાં લોકોના સહકારથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સમગ્ર મુદ્દે વિરોધ પક્ષના નેતાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
Etv bharat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.