ETV Bharat / state

Lilavati hospital : ગિફ્ટ સિટીનું આકર્ષણ વધારવા માટે 13 માળની હાઈટેક ગ્લોબલ હોસ્પિટલનું નિર્માણ - ગાંધીનગર હોસ્પિટલમાં સારવાર

ગાંધીનગર શહેરનું આકર્ષણ વધારવા માટે હાઇટેક ગ્લોબલ હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. 350 કરોડના ખર્ચે 13 માળની હોસ્પિટલ 2025 સુધીમાં તૈયાર થઈ જશે. 300 બેડની કેપેસિટી સાથે ગિફ્ટ સિટીની પ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી કેર હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે.

Lilavati hospital : ગિફ્ટ સિટીનું આકર્ષણ વધારવા માટે 13 માળની હાઈટેક ગ્લોબલ હોસ્પિટલનું નિર્માણ

author img

By

Published : Jun 24, 2023, 3:47 PM IST

ગાંધીનગર શહેરનું આકર્ષણ વધારવા માટે હાઇટેક ગ્લોબલ હોસ્પિટલનું નિર્માણ

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીમાં અવનવા આકર્ષણ આવી રહ્યા છે, બુલિયન એક્સચેન્જ ગિફ્ટ સિટીમાં શરૂ કરવામાં આવ્યા છે, ઉપરાંત ગાંધીનગરનું ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફાઇનાન્સ એટલે કે ગેટવે ઓફ ઇન્ડિયા બની રહ્યું છે, ત્યારે ગિફ્ટ સિટીમાં હવે લીલાવતી હોસ્પિટલ પણ આકાર પામી રહી છે જે વર્ષ 2025 સુધીમાં તૈયાર કરી લેવામાં આવશે.

ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ છે લીલાવતી : રાજ્યના પાટનગર ગાંધીનગર ગિફ્ટ સિટીમાં લીલાવતી કિર્તીલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ સંચાલિત લીલાવતી હોસ્પિટલ કુલ 6 લાખ 772 સ્ક્વેર ફૂટમાં 350 કરોડના ખર્ચે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. આ હોસ્પિટલ અમદાવાદ અને ગાંધીનગરના સેન્ટર વિસ્તારમાં આવે છે. જેથી અમદાવાદ પૂર્વના તેમજ ગાંધીનગર અને આસપાસના જિલ્લાઓના લોકોને આ હોસ્પિટલથી ફાયદો મળશે. ચેરીટેબલ ટ્રસ્ટ હોવાના કારણે સારવાર પણ સસ્તા દરે દર્દીઓને પ્રાપ્ત થશે. ગિફ્ટ સિટીમાં તૈયાર થતી લીલાવતી હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર સહિત કુલ 13 માળની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. જેમાં A અને B વિંગ અને 3 બેઝમેન્ટની સુવિધાઓ રાખવામાં આવી છે, જ્યારે હાલમાં બેસમેન્ટ અને પાયા ખોદવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

બેસમેન્ટ અને પાયા ખોદવાનું કામ શરૂ
બેસમેન્ટ અને પાયા ખોદવાનું કામ શરૂ

300 બેડની હોસ્પિટલ બનશે : લીલાવતી હોસ્પિટલના સત્તાવાર સાઇટ પર મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે તૈયાર થઈ રહેલી હોસ્પિટલમાં 300 બેડની કેપેસિટી સાથેની આ હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે, જેમાં 250 બેડ સેન્સસ બેડ અને 50 ઇમરજન્સી બેડની હોસ્પિટલમાં સુવિધા હશે. આમ ગ્રાઉન્ડ સહિત કુલ 13 માળની હોસ્પિટલ છે. જેમાં હોસ્પિટલમાં 8 માળ સુધી જ હોસ્પિટલની કામગીરી કરવામાં આવશે, જ્યારે 9થી 13 માળ ભવિષ્ય માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. આમ ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે તૈયાર થનારી લીલાવતી હોસ્પિટલ એ ગાંધીનગર ગિફ્ટ સિટીની પ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી કેર હોસ્પિટલ તરીકે પણ નામ આપવામાં આવ્યું છે.

તમામ સારવાર એક બિલ્ડિંગમાં : ગુજરાતના અનેક દર્દીઓએ સારી અને મોંઘી સારવાર લેવા માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલ જવું પડે છે, ત્યારે ગાંધીનગરના ગિફ્ટ સીટી ખાતે તૈયાર થનારી લીલાવતી હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર કરવામાં આવશે. આમ હૃદય રોગ, ગેસ્ટ્રોલોજી, ફેફસા, ન્યુરોલોજી, ડેન્ટલ ગાયનેક, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ સાથેની હોસ્પિટલ તૈયાર થશે.

ગિફ્ટ સિટીમાં અમેરિકા કોન્સુલેટ આવવાની તૈયારી : PM મોદી અમેરિકાના પ્રવાસ છે, ત્યારે અમેરિકાએ સત્તાવાર જાહેરાત કરી છે કે અમદાવાદમાં યુએસની કોન્સ્યુલેટ ઓફિસ ખુલશે, જ્યારે મળતી માહિતી પ્રમાણે અમેરિકા કોન્સ્યુલેટ ઓફિસ ગિફ્ટ સિટીમાં શરૂ કરશે. ઉપરાંત ગુગલના સુંદર પીચાઈએ જાહેરાત કરી છે. ગૂગલનું ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર પણ ગિફ્ટ સિટીમાં શરૂ કરવામાં આવશે.

  1. Rajkot News : રાજકોટ એઇમ્સ હોસ્પિટલની 64 ટકા કામગીરી પૂર્ણ, ઓક્ટોબરમાં શરૂ થવાની અપેક્ષા
  2. Gandhinagar News : કલોલમાં કોલેરાનો કહેર, 2 કિમી વિસ્તાર કોલેરાગ્રસ્ત કરાયો જાહેર, 2500થી વધુ લોકોનું ટેસ્ટિંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.